ગુજરાતમાં હાલ રાતોરાત લોકપ્રિય બનેલા દિવ્યાંગ કમા લઇને વિવાદો ખૂબ વધતા જાય છે થોડો સમય પહેલા લોકસાહિત્યકાર યોગેશ ગઢવીએ જાહેર મંચ પર કહ્યું હતું કે કમો એ ભગવાનનું આપેલું ફૂલ છે અને એની સાથે તમે મજાક ના કરો એને જાહેર મંચ પર આમ ના નચાવો આ પછી.
કમાનો વિવાદ વધારે વકર્યો છે તાજેતરમાં ગુજરાતી સિનેમાના અભિનેતા હિતેનકુમાર એ ન્યુઝ મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન બે હાથ જોડી નિવેદન કર્યું છેકે કિર્તીદાન ભાઈએ જ્યારે શરૂ કર્યું ત્યારે એમની ભાવના જુદી હતી પરંતુ અત્યારે ખૂબ વધારે થઈ રહ્યુંછે આ બધું સર્કસ ચાલી રહ્યુંછે આ વ્યક્તિને તમે.
રમકડું ના બનાવો એ દિવ્યાંગ છે અને મારા પરિવારમાં પણ એક બે વ્યક્તિ દિવ્યાંગછે હું એમની મનોદસા થી પરિચિત છું દિવ્યાંગ લોકોની મનો દશા સાથે રમત રમવી ઉંચીત નથી આજકાલ દિવ્યાંગ કમાનો ગેર ઉપયોગ થઈ રહ્યો છે તે રમકડું નથી અને આવા દિવ્યાંગ લોકો એક પોતાની.
નાની ઉંમરની મનોદશા માં કેદ થઈ જાય છે જેને સાચા ખોટા નુ જ્ઞાન હોતું નથી લોકોને નમ્ર અપીલ કરું છું આપ આપના ડાયરાઓમાં કમાને નાચવા માટે મજબુર ના કરો એની મનોદશા નો ફાયદો ઉઠાવવાનું બંધ કરો આમ કહેતા હિતેનકુમાર એ બે હાથ જોડ્યા હતા
સોશિયલ.
મીડિયા પર રાતોરાત સ્ટાર બનેલા દિવ્યાંગ કમલેશ દલવાડી ઉર્ફ કમા પર અવનવા સવાલો ઊભા થયા છે અને આ વિવાદ અટકવાનું નામ નથી લેતો આ વચ્ચે કમો હવે ડાયરામાં જોવા મળશે કે નહીં મળે એ જોવું રહ્યું વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા અમને કોમેંટમાં જણાવી શકો છો.