ટીવીનો મશહૂર કોમેડી શો તારક મહેતા કે ઉલ્ટા ચશ્માં છેલ્લા 13 વર્ષોથી લગાતાર લોકોનું મનોરંજન પૂરું પાડી રહ્યો છે શોના માધ્યમથી કેટલાય લોકોએ ઘરે ઘરે મોટી ઓળખાણ બનાવી છે જણાવી દઈએ આ શોમાં કેટલાય એક્ટર સાચા નામ કરતા શોના નામથી ઓળખાય છે બધા કલાકારોએ અલગ અલગ ઓળખાણ બનાવી છે.
તારક મહેતાના શોમાં સૌથી લોકપ્રિય પાત્ર હોય તો તેઓ દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ છે શોને કેટલાક મોટા એક્ટરે છોડી મુક્યો જેમાંથી દયા બેન ટપુ સોઢી જેવા અનેક મહત્વના પાત્રોએ શોને છોડી મુક્યો એવામાં કેટલાક દિવસોથી ખબર આવી રહી હતી કે દિલીપ જોશી શોને છોડી રહ્યા છે તેને લઈને દિલીપ જોશીએ એ ચોખવટ કરી છે.
ચાલતી અફવાઓ વચ્ચે દિલીપ જોશીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુકે શો દ્વારા તેમને ઘણો પ્રેમ મળી રહ્યો છે તેઓ આજે ગમે તેછે શોના લીધે છે તેઓ આ શો છોડવાનો નથી આ શોએ તેને ઘણું આપ્યું છે દિલીપ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે એમનો શો 13 વર્ષથી દરેકનો મનગમતો રહ્યો છે.
અત્યારે પણ લોકોને શો પહેલી પસંદનો રહ્યોછે એટલે આ શોને છોડીશ પણ નહીં તેમણે આ ઈન્ટરવ્યુમાં ચોખવટ કરી જે પ્રકારના સમાચાર ચાલી રહ્યાછે તે પાયાવિહોણાં છે તેઆ શો છોડવાના નથી તેમને આ શોના કારણે ઘણી લોકપ્રિયતા અને નામનાં બનાવી છે.