Cli
ઈંગ્લેન્ડ માં લાખો ની નોકરી છોડી આ દંપતી ગુજરાત ના ગામડે પહોંચી, ખેતી શરુ કરી અને સાદી જીદંગી, જુવો ખુશ થઈ જશો...

ઈંગ્લેન્ડ માં લાખો ની નોકરી છોડી આ દંપતી ગુજરાત ના ગામડે પહોંચી, ખેતી શરુ કરી અને સાદી જીદંગી, જુવો ખુશ થઈ જશો…

Breaking

ભારત દેશના ઘણા બધા યુવાનો પોતાના મનમાં વિદેશ જવાના સપના જોવે છે સારી પોસ્ટ પર સારી નોકરી પર હાઈફાઈ જિંદગી જીવવું એ દરેક લોકોનું સપનું હોય છે ઘણા બધા ગુજરાતીઓ પોતાની જમીન ઘર છોડીને પણ વિદેશમાં સ્થાયી થયા છે પરંતુ માતૃભૂમિનો લગાવ અને પ્રકૃતીના ખોળે રમવાનો આનંદ એવો તે આ પોરબંદર ના.

મહેર દંપતી ને લાગ્યો કે લાખો કરોડોની ઈંગ્લેન્ડ ની નોકરી છોડી ને પરીવાર સાથે પોતાના વતનમાં આવીને ખેતી કરીને પોતાનુ જીવન વ્યતીત કરવાનુ નક્કી કર્યું કુદરતી વાતાવરણ અને સાદાઈ ની જીદંગી જીવવાના અભરખા સાથે પોરબંદર ના બેરણ ગામનું આ દંપતી ઈંગ્લેન્ડ થી પોતાના ગામડે આવી પહોંચ્યું છે.

પશુપાલન નો વ્યવસાય કરતા રામદેવભાઈ વિરમભાઇ ખુંટી તેમની પત્ની ભારતીબેન ઈંગ્લેન્ડ માં સાલ 2010 માં ગયા હતા બંને ઈંગ્લેન્ડ માં ઉંચી પોસ્ટ પર નોકરી કરતા અને બંને સારાં એવી હાઈ ફાઈ જીદંગી જીવતા હતા રામદેવભાઈ બીએસસી ની ડિગ્રી સાથે ઇન્ટરનેશનલ ટુરિઝમ મેનેજમેન્ટમાં જોડાયા હતા.

તો તેમની પત્ની ભારતી બેને હિથ્રો એરપોર્ટ માં બ્રિટીસ એરવેઝમા એરહોસ્ટેસ નો કોર્ષ કર્યો હતો બંને ને સારી નોકરી મળી હતી પરંતુ તેમના ઘેર પુત્ર ઓમ નો જન્મ થતાં તેઓ ના વિચારો બદલાયા હદ્વય પરીવર્તન થયું અને ફાસ્ટ ફુડ અને હાઈ ફાઈ જીવન ત્યાગી ચોખ્ખા ઘી અને પોષ્ટીક આહાર ની.

કામના સાથે તેઓ એ ઈંગ્લેન્ડ ની નોકરી છોડી દિધી અને તાજેતરમાં પોતાનો સામાન ભરી ને ભારતમાં પરત ફર્યા પોરબંદર પોતાના ગામડે આવી ને બાપદાદાની ખેતી સંભાળવાનું નક્કી કર્યું ભારતીબેન ખેતીના કામ થી અજાણ હોવા છતાં પણ પતિ રામદેવભાઈ સાથે હવે ખેતીના તમામ કામ કરે છે.

બંને સાદાઈ ની જીદંગીનો પ્રકૃતીના ખોળે આનંદ માણે છે મિડીયા સાથેની વાતચીતમાં તેમને ભારત જેવી દુનિયામાં ક્યાંય મજા નથી એમ જણાવી માતૃભૂમિ નો લગાવ અભિવ્યક્ત કર્યો હતો તેઓ પોતાના દિકરા ઓમ ને પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે જ ઉછેરવા માંગે છે એમ જણાવી આનંદ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *