ગુજરાત ભરમાં વિધાનસભાની ચૂંટણીનો ભારે ઉત્સાહ નો માહોલ જોવા મળી રહ્યો તમામ પક્ષના કાર્યકરો ટીકીટો માટે વલખા મારી રહ્યા છે કોઈને ટીકીટ મળે તો ઉત્સાહિત થતા જોવા મળે તો કોઈને ટીકીટ ના મળતા નારાજ થયા અને પક્ષ બદલતા પણ જોવામાં સામે આવ્યા છે એ વચ્ચે ગોંડલ 73 વિધાનસભા બેઠક માં ફરીવાર રાજવી પરીવાર.
ગીતાબા જાડેજાને ભાજપ તરફથી ટીકીટ મળતા જયરાજસિંહ ના સમર્થકો ખુબ આનંદમાં આવી ગયા છે ગિતાબા જાડેજાએ નામાંકિત કરેલા બંગલા ગિતા વિલા ના ધાબે ચડીને જયરાજસિંહ અને તેમના સમર્થકો રુપીયાના બંડલ સાથે નોટોનો વરસાદ વરસાવી રહ્યા હોય એવો વિડીઓ સામે આવ્યો છે આજુબાજુ ખુબ ફટકડા ફુટી રહ્યા છે.
દેશી ઢોલના પડઘમ વચ્ચે રસ્તાઓ પર રુપીયા નો વરસાદ વરસતુ આ દ્રશ્ય જોઈને લોકો ચોંકી ગયા હતા આ બેઠક બે ટમ થી ભાજપ ના ફાળે છે એ સમયે ગીતાબા જાડેજા એ જણાવ્યું હતું કે 25 હજાર વોટથી આ બેઠક પર વિજય મેળવીને સૌથી પહેલું કમળ ગુજરાતથી અમે મોકલીશું આ બેઠક પર 2002ની બે ટર્મમાં ભાજપ માંથી.
જયરાજસિહ જાડેજા ધારાસભ્ય તરીકે ચુટાયા હતા 2007 માં એનસીપીના ચંદુભાઇ વઘાશીયા ચુટાયા હતા 2012માં ફરીવાર ભાજપમાંથી જયરાજસિંહ જાડેજા ચુંટાયા હતા અને 2017 માં ભાજપ માંથી ગીતાબા જાડેજા આ બેઠક પર પ્રથમ મહીલા ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા પોપટભાઇ સોરઠીયા બે ટર્મ કોંગ્રેસ ના ઉમેદવારો જીત્યા હતા પરંતુ બેઠક પર ભાજપનો દબદબો બરકરાર રહ્યો છે.
માજી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે બનાવેલા નવા પક્ષ આ બેઠક પર માજી ગૃહમંત્રી ગોરધન ઝડફિયા કરારી હારનો સ્વાદ માણી ચુક્યા છે ગીતાબા જાડેજાનો રાજવી પરીવાર આ બેઠક પર હંમેશા વિજય મેળળતો આવ્યો છે જેમના હરીફો હંમેશા કરારી હારનો સામનો કરતા આવ્યા છે એ વચ્ચે ગીતાબા જાડેજાને રીપીટ કરતા ગોંડલ વિસ્તારમાં ખુશીઓનો માહોલ જોવા મળ્યો હતો.