રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્ર સૌથી મોંઘા બજેટમાં બનેલી ફિલ્મ હતી ફિલ્મ પહેલા બોયકોટ ની વાતો અને રણબીર આલિયાનો કોઈ જગ્યાએ વિરોધ પણ કરાયો હતો એ વચ્ચે આ ફિલ્મે એક સસ્પેન્સ ઊભું કર્યું હતું કે આ ફિલ્મની કમાણી કેવી રહેશે લોકો બોયકોટ કરશેકે આ ફિલ્મને જોશે એ વચ્ચે આ ફિલ્મે સપ્તાહ પૂરું કર્યું છે.
ફિલ્મ રિલીઝ થયાના માત્ર બે દિવસમાં 100 કરોડના ક્લબમાં એન્ટ્રી કરી લીધી જ્યારે એક તરફ ઘણા બધા લોકોએ આ ફિલ્મ ને બોયકોટ તરફ લઈ જવાના ઘણા બધા પ્રયત્નો કર્યા હતા પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ખૂબ લકી સાબિત થઈ છે ફિલ્મમાં રણબીર કપૂર આલિયા ભટ્ટ નાગાર્જુન અમિતાભ બચ્ચન અને.
મોની રોય પડદા પર આવતા લોકોએ હર્ષભેર સ્વીકારી લીધા અને આ ફિલ્મને ઘણા સારા રિવ્યુ પણ આપી રહ્યાછે આ હિટ ફિલ્મે આ વીકેન્ડમાં તમામ ભાષાઓમાં કુલ 122 કરોડનો બિઝનેસ કર્યો છે પહેલા દિવસે ફિલ્મે ભારતમાં 37 કરોડની કમાણી સાથે બમ્પર ઓપનિંગ કર્યું હતું એ પછીના દિવસે ફિલ્મે 42 કરોડનું કલેક્શન કર્યું.
અને ગઈ કાલે એટલે કે રવિવારે ફિલ્મ ત્રીજા દિવસે બ્રહ્માસ્ત્ર એ તમામ ભાષાઓમાં 44.80 કરોડનો બિઝનેસ કર્યો છે મીડિયા રિપોર્ટ અનુસાર વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર ફિલ્મનું ગ્રોસ ઓપનિંગ વીકેન્ડ કલેક્શન 225 કરોડની આસપાસ છે આંકડા જોતા લાગે છે કે બોયકટ ટ્રેન્ડ અને નેગેટિવ રિવ્યુ ફિલ્મના કલેક્શન પર કોઈ અસર કરી રહી નથી ફિલ્મના શો હાઉસફુલ થઈ રહ્યા છે.
બ્રહ્માસ્ત્રના શસ્ત્રોની દુનિયા ફિલ્મ લોકોને ખુબ જ પસંદ આવી રહી છે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લોકોની વચ્ચે આવીને દર્શકોનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે બે હાથ જોડી આબરુ બચાવી લિધી હતી એમ પણ કહ્યું હતું આલીયા ભટ્ટે પણ પોતાના સોશિયલ મીડિયા પર થી ખુશી વ્યક્ત કરી ને લોકોનો આભાર માન્યો હતો.