એકવાર ફરી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ની દીકરી રાહા બાદ કપૂર પરિવાર બીજા એક નાના મહેમાનની તૈયારીઓમાં લાગી ગયા છે જોકે આ વખતે કપૂર પરિવાર ની દીકરી ના ઘરમાં બાળકની કિલકારીઓ ગુજંવા જઈ રહી છે રણધીર કપૂરની બહેન રીમા જૈન ની પુત્રવધુ અનિષા મલ્હોત્રા જૈન પ્રેગનેટ છે.
તાજેતરમાં જ અનિષા જૈનની ગોદભરાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કપુર પરીવાર ખુશીઓ સાથે આ કાર્યક્રમમાં સામેલ હતો જેની તાજેતરમાં જ બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી સુંદર તસવીરો શેર કરી હતી જેને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે રવિવારના દિવસે કરીના કપૂરના
કઝીન ભાઈ અરમાન જૈન ની પત્ની અનિષા જૈનની ગોદભરાઈની ઇવેન્ટ યોજવામા આવી હતી જેમાં કરીના કપૂર પણ સામેલ થઈ હતી જેમાં કરીના કપૂર પોતાની ભાભી સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી કરીના કપૂર એ પોતાના સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે પંજાબી ડ્રેસમાં.
ખૂબ જ સિમ્પલ લુકમાં પોતાની ભાભી અનિષા જૈનની સાથે મસ્તી કરતી જોવા મળે છે અનિષા જૈને પોતાના ગળામાં ફુલોની માળા પહેરી છે વાદળી રંગ ની સાડી માં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે આ તસવીરને શેર કરતા કરીના કપૂરે લખ્યું છે કે એ સુંદરી સાથે જે થોડા સમયમાં માતા બનવા જઈ રહી છે.
આવી રીતે પોતાના કઝીનભાઈ અરમાન જૈનની પત્ની અનિષા જૈનને કરીના કપૂરે માં બનવાની શુભેચ્છાઓ પાઠવી છે સાલ 2021 માં રણધીર કપૂર ની બહેન રીમા જૈનનો દિકરો અરમાન જૈન અને અનિષા લગ્ન ના બંધનમા બંધાયા હતા આ શુભ પ્રસંગે કપુર પરીવારમા આનંદ જોવા મળ્યો હતો જેની તસવીરો શેર કરતા કરીના કપૂરે ખુશી વ્યક્ત કરી હતી.