મિત્રો નૂપુર અલંકારને તો તમે ઓળખતા જ હશો અરે ના કેમ ઓળખો કારણ એમણે અનેક હિટ સિરિયલ અને ફિલ્મોમાં કામ પણ કરી ચૂકી છે શક્તિમાન દિયા ઔર બાતી હમ ઘર કી લક્ષ્મી બેટીયાં જેવી અનેક સિરિયલોમાં જોવા મળેલ અભિનેત્રી નુપુર શર્માએ મુંબઈ છોડીને હિમાલયમાં સ્થાયી થવાનો નિર્ણય કર્યો છે.
હાલમાં જ નૂપુરે એક ઈન્ટરવ્યુ દરમિયાન આ વિશે જણાવ્યું હતું લગભગ હું ફેબ્રુઆરીમાં ટીવી ઇન્ડસ્ટ્રીઝમાંથી નિવૃત્ત થઇ હું અત્યારે તીર્થસ્થાનોમાં જઈને જરૂરિયાતમંદ લોકોની મદદ અને સેવા કરવામાં વ્યસ્ત છું મને હંમેશા આધ્યાત્મિકતા તરફ ખબ લગાવ રહ્યો છે અને તેને અનુસરતી રહી છું તેથી મારા જીવનને સંપૂર્ણ રીતે આધ્યાત્મિકતામાં સમર્પિત કરી દીઘી છે.
શંભુ શરણ ઝાને મારા ગુરુ તરીકે મેળવીને હું ધન્ય છું જેમણે મારા જીવનનો હેતુ બદલી નાખ્યો છે આગળ જણાવતા નૂપુરે કહ્યું મુંબઈ છોડીને હિમાલય જવું એ ખરેખર એક મોટું પગલું હતું હિમાલયમાં રહેવાથી મારી આધ્યાત્મિક યાત્રામાં પ્રગતિ થશે મેં મુંબઈમાં મારો ફ્લેટ ભાડે આપ્યો છે જેથી મારો પ્રવાસ અને મૂળભૂત ખર્ચ ચાલુ રહી શકે.
મને ખબર નથી કે લોકો મારા વિશે કેમ વિચારે છેકે મેં જીવનથી કંટાળીને આ નિર્ણય લીધો છે પરંતુ મને પહેલાથી આધ્યાત્મિકતા તરફ લગાવ હતો જણાવી દઈએ 27 વર્ષ સુધી ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા રહ્યા બાદ નુપુરે ટીવી ઇન્ડસ્ટ્રીઝ છોડવાનો નિર્ણય લીધો હતો જેના કારણે તેના ફેન્સ માટે ચોંકાવનાર હતો.