મૌની રોયને લઈને અત્યારે એક મોટી ખબર આવી રહી છે છેલ્લા કેટલાય સમયથી કહેવાય રહ્યું હતું કે મૌની રોય લગ્ન કરવા જઈ રહી છે પરંતુ તેના વિશે લગ્નની કોઈ ન તારીખ બતાવાઈ રહી હતી કે વરરાજાનું નામ ન બતાવાઈ રહ્યું હતું પરંતુ મૌની રોયના લગ્ન તારીખ સાથે સાથે તેના પતિ વિશે પણ હવે ખબર પડી ગઈ છે.
આ મહિનાની 27 તારીખ એટલે કે 27 જાન્યુઆરીએ મૌની રોયના લગ્ન થવા જઈ રહ્યા છે મૌનીના લગ્ન ગોવાની બીચ પર થશે મૌની દુબઈના બેંકોરોર બિઝનેશમેન સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરવાની છે સુરજની વાત કરીએ તો તેઓ બેગલુરુથી જૈન પરિવારથી સબંધ ધરાવે છે અને તેઓ મૌનીએ બાળપણથી જાણે છે.
ઈ ટાઈમ્સ મુજબ મહેમાનો માટે ગોવાની એક મોંઘી ફાઈવ સ્ટાર હોટેલ બુક કરાવી દીધી છે રિપોર્ટમાં જાણવા મળ્યું છેકે લગ્નમાં મહેમાનોને ચૂપ રહેવા માટે કહેવામાં આવ્યું છે મૌની રાયના લગ્ન ગોવાની ફેમસ જગ્યા ડબ્લ્યુ પર થશે જે વાગાડોર બીચ પર છે મૌનીએ પોતાના લગ્નનું આમંત્રણ પણ આપી દીધું છે.
જેમાંથી બોલીવુડમાં કરણ જોહર એકતા કપૂર મનીષ મલ્હોત્રાને મોકલી દીધું છે તેના શિવાય બોલીવુડના મોટા મોટા સ્ટારને આમંત્રણ અપાઈ રહ્યું છે કહેવાઈ રહ્યું છે મૌની રોય અને સૂરજના લગ્નમાં કેટલાક ખાસ મહેમાનો જ બોલાવવા આવશે આ મૌની રોયના લગ્નને બહુ પર્શનલ રાખવામાં આવી રહી છે.