કેટરીના કૈફના લગ્ન પહેલા જાનવી કપૂરે બબાલ ઉભી કરી દીધી છે જાનવીએ કેટરીનાને જવાબ આપતા નવી જંગ માટેઆમંત્રણ આપ્યું છે હકીકતમાં કેટરીના કૈફ થોડા દિવસો પહેલા નેહા ધુપિયાના એક શોમાં પહોંચી હતી અહીં નેહા ધુપિયાના એક સવાલમાં કેટરીનાએ કહ્યું હતું કે જાનવી જીમમાં બહુ ટૂંકા કપડાં પહેરીને આવે છે.
એટલા માટે એની ચિંતા થાય છે અહીં આ વાતને લઈને કેટરિનાના વિચાર ઉપર પણ સવાલ ઉભા થયા હતા કેટરીના ખુદ બિકીની પહેરીને ઘણી વાર જોવા મળી છે ત્યારે તેને જાનવીના કપડાથી વાંધો શુંછે અહીં કેટરીના ઉપર જાનવીએ વળતો જવાબ આપ્યો છે અને કહ્યું તે જયારે જે કપડામાં જિમ જાય છે ત્યારે મીડિયા અને લોકોનો જે પ્રેમ મળે છે તેનાથી હું ખુશ થઈ જાઉં છું.
પરંતુ જે લોકોને તેનાથી પ્રોબ્લેમ છે એમનાથી મને કોઈ ફર્ક નથી પડતો જાનવીએ વધુમાં કહ્યું આવા લોકોને હું સમજાવની નથી કેટલાય લોકોએ મને કહ્યું છેકે તમારી જિમ જતાંની તસ્વીરો બરાબર નથી તો એવા લોકોને કહેવા માંગુછું હું લાઈફમાં બીજું પણ ઘણુંબધું કરું છું એમને મારા વિશે થોડી વધુ જાણકારી મેળવી લેવી.
જાનવી કપૂર અને કેટરીના કૈફ ઘણી મજબૂત મનોબળ વાળી અભિનેત્રી માનવામાં આવે છે પરંતુ અહીં કપડાને લઈને બંને વચ્ચે ડખો ઉભો થઈ ગયો છે હવે તે જાણવાનું રહ્યું કે જાનવીના આ જવાબમાં કેટરીના કૈફનો વળતો જવાબ શું હશે એ પણ જણાવી દઈએ અવાનારી 9 તારીખના રોજ વિકી કૌશલ સાથે કેટના લગ્ન થવા જઈ રહ્યા છે.