દેશભર માં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે તે વચ્ચે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી ઘણા બધા કપલ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે એ વચ્ચે ટીવી સીરીયલ ફેમસ એક્ટર વિવિયન ડીસેના એ પોતાની ફેન સાથે બીજા લગ્ન કરી લિધા છે તેમની આ ફેન મિશ્ર દેશની રહેવાશી છે જેનું નામ નોરાન અલી છે.
એક્ટર વિવિયને પોતાના આ બીજા લગ્નને એકદમ ગૃપ્ત રાખ્યા છે હિન્દુસ્તાન ટાઇમ્સ રીપોર્ટ અનુસાર વિવિયન અને નોરાન ના લગ્ન ને એક વર્ષ વીતી ગયું છે પરંતુ આ વાત કોઈને ખબર નથી રીપોર્ટ અનુસાર વિવિયન અને નોરાન એક વર્ષ થી સાથે રહે છે જેની કોઈને માહીતી નથી વિવિયન ના એક સબંધીએ આ વાતનો ખુલાસો કર્યો હતો.
વિવિયન અને નોરાન લોખંડવાલા મુંબઈ માં એક એપાર્ટમેન્ટમાં રહે છે આ બાબતે જ્યારે એક્ટર વિવિયન ડીસેના થી વાત કરવાનો પ્રયત્ન કરતા તેમને પોતાના પી આર થી સંર્પક કરવાનું જણાવ્યું પોતાના લગ્ન ની બાબતે વાત કરવાની ના પાડી દિધી જો કે થોડા દિવસ પહેલા એક ઇન્ટરવ્યૂમાં વિવિયન ડીસેના એ ઈસારો કર્યો હતો કે તેઓ.
પોતાની પર્સનલ લાઈફ અને પોતાના લગ્નને હંમેશા સિક્રેટ રાખશે વિવિયન ડીસેના ને પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ભલે હું લગ્ન કરુ પરંતુ એની સંભાવના ઓછી છે તે કોઈને આ વાતની જાણ થાય લગ્ન એ એક પ્રશનલ બાબત છે અને તે એવી રીતે પ્રશનલ બાબત જ રહેવી જોઈએ હું સોશિયલ મીડિયા પર પણ એવી કોઈ.
માહિતી આપવા માગતો નથી એક્ટર વિવિયન ડીસેના ના પહેલા લગ્ન અભિનેત્રી ભાવેસ દોરબજી થી થયા હતા બંને ને ટીવી સીરીયલ પ્યાર કી એક કહાની દરમીયાન પ્રેમ થયો હતો થોડા સમય એક બીજાને ડેટ કર્યા બાદ સાલ 2013 માં બંને એ લગ્ન કરી લીધા હતા પરંતુ લગ્નના થોડા સમયમાં બંનેના સંબંધો બગડી ગયા અવારનવાર ઝઘડા થવા લાગ્યા.
જેના કારણે સાલ 2016 માં બંને એકબીજા થી અલગ રહેવા લાગ્યા અભિનેત્રી ભાવેશે વિવિયન પર ઘરેલુ હિંસા ના આરોપ લગાવ્યા હતા સાલ 2021 માં બંનેના છુટાછેડા થયા આ પહેલા વિવિયન ડીસેના અભિનેત્રી ગરીમા જૈનને ડેટ કરી રહ્યા હતા હવે એક્ટર વિવિયન ડીસેના મિશ્ર ની નોરાન સાથે લગ્ન કરીને પોતાની જીંદગી વિતાવી રહ્યા છે.