બિગ બોસ રિયાલિટી શો સિઝન 16 હાઉસમા તજાકીસ્થાન થી આવેલા 19 વર્ષ ના ફેમસ સિગર અબ્દુ રોજીક ભારતમાં લોકોના દિલમા સમાઈ ગયા હતા પોતાના સરળ સ્વભાવથી તેને લોકોનું દિલ જીતી લીધું હતું ઓછી હાઈટ અને સુંદર સ્વભાવ થી તેની લોકપ્રિયતા દિનપ્રતિદિન વધી રહી હતી તેના અવાજને.
લોકોએ ખુબ પસંદ કર્યો હતો તે હિન્દી માં પણ સોગં ગાવા લાગ્યો હતો પરંતુ તેનો બિગબોસ શો હાઉસમા કરાર એક મહિના નો હતો લોકોની ડીમાન્ડ થી તેનો કરાર લંબાવવામાં આવ્યો હતો પરંતુ આ વચ્ચે અબ્દુ રોઝીકે પોતાના અભિનય કેરિયર ના કારણે શો થી બહાર નિકડવાનુ પસંદ કર્યૂ હતુ.
બિગબોસ રીયાલીટી શો હાઉસમા પણ તે બધા પ્રતિસ્પર્ધીઓ નો અતિપ્રિય સભ્ય બની ચુક્યો હતો શો થી બહાર આવી મિડીયા સાથેની વાતચીતમાં અબ્દુએ જણાવ્યું હતું કે ભારત દેશમાં આવીને મને લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે મને અહીં મારી માતૃભૂમિ ના દર્શન થયા છે બિગ બોસ રિયાલિટી શોમાં હું સ્પર્ધી ના.
ભાગરૂપે આવ્યો હતો પરંતુ મને લોકોએ ખુબ પસંદ કર્યો છે હાલ હું દુબઈ મારા આગામી પ્રોજેક્ટ માટે જાઉં છું મારા ત્રણ સોગં નું શુટિંગ છે પરંતુ હું દુબઈ થી પાછો ફરી ભારતમાં રહેવા માગું છું ભારતમાં મારો સપનાનો મહેલ બનાવી રહી રહેવા માગું છું મારા દિલમાં અરમાનો થયા છેકે ભારતમાં મારું ઘર હસે.
જો લોકો મને પ્રેમ આપશે તો હું હિન્દી ભાષામાં પણ ગીતો ગાઈને લોકોને મનોરંજન આપીશ હું ભારતીય લોકોના પ્રેમથી અંજાઈ ગયો છું દેશ વિદેશમાં ફરીને મને એ અહેસાસ થયો છે કે ભારત મહાન છે હું ભારતમાં રહેવા માગું છું સાથે બિગબોસ રીયાલીટી શો હાઉસ વિશે વાત કરતાં.
જણાવ્યું કે હવે વિજેતા જાહેર થવાની તૈયારી છે મને બધાજ સભ્યો ખુબ પસંદ છે હું નામ કેમ લઈ શકું પણ સ્વભાવ સારો રાખે તો કોઈ પણ વિજેતા બની શકે લોકોના દિલ સુધી પહોંચવાનો એક માત્ર રસ્તો તમારો સ્વભાવ સાદગી અને વર્તન છે અબ્દુ એ ફરી ભારતમાં આવવાની તમન્ના વ્યક્ત કરી હતી.