Cli
Manan Shah Sucess Story

ધોરણ 10 ફેલ છતાં 27 વર્ષની ઉંમરમાં ચલાવે છે 500 કરોડની કંપની જાણો આ ગુજરાતનાં યુવક વિષે…

Business Story

10 મું ધોરણ નાપાસ છે પરંતુ તેમના દિમાગને કોઈ ના ઓળખી શકે કંપનીનું ટર્ન ઓવર ૫૦૦ કરોડ છે તેમનો મૂળ ગામ જંબુસર છે તેમણે સોળ વર્ષની ઉંમરે તેમના કામની શરૂઆત કરી હતી તે કોમ્પ્યુટરની દુનિયામાં છેતરપિંડી કરનારાને ધૂળ ચટાવી દે છે ઓછું ભણેલા છે પરંતુ કોમ્પ્યુટરની જાણ સો એ સો ટકાની છે આજે તે ૨૭ વર્ષના થયા છે અને તેની ત્રણ કંપનીઓ ચાલી રહી છે અલગ અલગ દેશોમાં ગુગલ ફેસબુક માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓ તેમને સલામ કરે છે તે સૌના કામ કરીને આપે છે તે પોતાની ઓફિસ ચલાવે છે હવે તમે સમજી જ ગયા હશો કે અહીં કોની વાત થઈ રહી છે મનન શાહ સાયબર સિક્યુરિટીની દુનિયામાં તેમનું નામ છે તો ચાલો આજે જાણીએ તેમની કારકિર્દી વિશે.

આજે મનન શાહ લેખક હેકર સાઇબર સિક્યુરિટીની દુનિયામાં કન્સલ્ટન્ટ અને ઇન્વેસ્ટિગેટિવ તરીકે પોતાનું કામ બજાવી રહ્યો છે તે અત્યારે પોતાની એક ઈન્ટરનેશનલ કંપની ચલાવી રહ્યા છે તેમને ભણતરમાં રસ ન હતો પરંતુ તેમનો દિમાગ તેમને ક્યાંથી ક્યાં પહોંચાડી લાવ્યો છે તેમના પાસે કોઈ ડીગ્રી ન હતી તેમને ભણતરમાં રસ નહોતો પરંતુ તે કોમ્પ્યુટરમાં રસ ધરાવતા હતા અને તે જ તરફ તેમણે પોતાની જીવનનો માર્ગ શોધ્યો અને આજે તે 500 કરોડની ઈન્ટરનેશનલ કંપની ચલાવી રહ્યા છે મનન શાહ નવમા ધોરણ સુધી માંડ માંડ પાસ થયા હતા દસમા ધોરણમાં તે નાપાસ થયા તેમને કોમ્પ્યુટરમાં ઘણો રસ હતો એટલે તેમણે ભણતર છોડીને કોમ્પ્યુટરને લાઈન પકડી લીધો તેમણે કોઈ ટ્યુશન લીધી ના હતા કોમ્પ્યુટરમાં જ તે બેસી રહેતો અને હાર્ડવેર સોફ્ટવેર અને કમ્પ્યુટરની ભાષાઓ સમજવા લાગ્યો જેટલું તેમાં સમજતો તે સમજતો અને પછી યુટ્યૂબના વિડીયો જોતો આજુબાજુના લોકોના બગડેલા કોમ્પ્યુટર પણ તે સરખા કરીને આપતો.

મનનના માતા-પિતાને ઘણા લોકો કહેતા કે જે દસમું ધોરણ પાસ ન કરી શક્યો તે કોમ્પ્યુટરમાં શું કરી શકશે તે હવે અવળે રવાડે ચડ્યો છે પરંતુ મનનના માતા પિતા તે લોકો ઉપર ધ્યાન ન આપતાં હતા અને તેઓ મનનને પૂર્ણ સાથ આપતા હતા 14 વર્ષની ઉંમરે મનનને કોમ્પ્યુટર લઈને આપ્યું હતું અને તે એક વર્ષની અંદર કોમ્પ્યુટર ચલાવતા શીખી ગયો હતો ૨૦૧૦ની સાલમાં મનને એમએમએસ યુનિવર્સિટી વડોદરામાં હેકિંગ સંબંધિત સેમિનારમાં ભાગ લીધો હતો આ સેમિનારમાં મનનને જેટલી પણ વસ્તુઓમાં અડચણો આવતી હતી તે સંપૂર્ણ માર્ગ અહીંથી તેને મળી ગયો ત્યાં તેણે ઘણી નવી નવી વાતો શીખી કે કઈ રીતે છેતરપિંડી કરે છે લોકો તેમાટે મનને કોડિંગ શીખવાનું શરૂ કર્યું જેથી તે લોકોને મદદરૂપ થઈ શકે.

15 વર્ષની ઉંમરે મનન હેકર બની ગયો આ અભ્યાસ માટે ખૂબ જ કઠોર મહેનત કરવી પડે છે જે દસમા ધોરણમાં નાપાસ થયેલો છોકરો તેના રસની લાઈનમાં ગયો 19 વર્ષ સુધીમાં તેણે એટલી કારકિર્દીઓ કરી અને સફળતાના કદમે પહોંચ્યો કે તેનું નામ ગિનિસ બુક અને લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં આવ્યું વીસ વર્ષની ઉંમરે તેને યાહુ નોકિયા પેપાલ ગુગલ જેવી કંપનીઓના બગસ તેને શોધી કાઢ્યા દગોડ જેવી કંપનીએ તેને નોકરી આપવા માટેનો પ્રસ્તાવ આપ્યો પરંતુ તેણે તે પ્રસ્તાવ માન્ય કર્યો નહીં અને નવ વર્ષની સફળતા મેળવીને તેણે અવેલેંસ સિક્યોરઇંગ ડિજિટલ સ્પેસ નામની કંપનીની શરૂઆત કરી હમણાં તેની ભારત દુબઈ અમેરિકા જવા પાંચ દેશોમાં કંપનીઓ ચાલી રહી છે.

તે ઘણી કંપનીઓને સુરક્ષા આપી રહ્યા છે સરકાર સીઆઈડી પોલીસ સીબીઆઇ કેન્દ્ર સરકાર સૌને સાઇબર ક્રાઇમ કરનારાઓને શોધીને આપે છે તેના તે પૈસા લેતો નથી માઇક્રોસોફ્ટ ગુગલએ તેને પાંચમાં ક્રમાંકે સ્થાન આપ્યું છે મનન શાહએ તેના વ્યવસાયને લગતી ચાર પુસ્તકો લખી છે તે ઘણી જગ્યાએ પ્રવચન આપે છે અને લોકોને સાયબર ક્રાઇમથી બચવાના માર્ગદર્શન આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *