18 જૂનના રોજ અમદાવાદના નરોડા વિસ્તારમાં રાત્રે દોઢથી બેના સમય ગાળામાં રોડ પર રઝળતી એક સગીરા પોલીસને મળી આવી હતી હવે એ સગીરા પર પોતાના પ્રેમીએ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે બનાસકાંઠાન એક ગામનો રહેવાસી અને માત્ર 4 ધોરણ સુધી ભણેલ દુષ્કર્મ કરનાર પ્રેમ ખેતીનું કામ કરે છે.
સૂત્રો મુજબ 18 જૂનના મોડી રાત્રે મળી આવેલ સગીરાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી દેવામાં આવી હતી પોલીસ પૂછતાંજમાં જાણવા મળ્યું કે બનાસકાંઠાના એક ગામનો રહેવાસી આયુષ મંજીરાણા આજથી 6 મહિના પહેલા સગીરાથી ઇન્સ્ટાગ્રામમાં મુલાકત થઈ હતી અને તેને પ્રેમ ફસાવી હતી તેના બાદ તે છેલ્લા.
ત્રણ મહિનાથી દર રવિવારે સગીરાને મળવા બનાવકાંઠાથી અમદાવાદ આવતો હતો અને સગીરાને જુદી જુદી હોટલોમાં લઈને જઈને દુષ્કર્મ આચરતો હતો પોલીસ આરોપી આયૂષની ધરપકડ કરી લીધી છે જયારે નારી સંરક્ષણ ગૃહમાં મોકલતા સગીરા ગર્ભતવી હોવાનું જાણવા મળ્યું છે પરંતુ સગીરા ગર્ભવતી છેકે નહીં તે પોલીસે રિપોર્ટની તપાસ હાથ ધરી છે.
સગીરા સતત મોબાઇમાં વ્યસ્ત રહેતી હોવાથી માતા પિતાએ ફોન લઈ લીધો હતો તેથી સગીરાને મનદુઃખ લાગી આવતા તે ઘરેથી નીકળી ગઈ હતી અને નરોડા બાજુ પહોંચતા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જોઈ હતી આરોપી આયુષ સામે દુષ્કર્મનો ગુનો નોંધીને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.