હાલમાં પાટણના સરસ્વતી તાલુકાના વ્હાણા ગામનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં થોડી દિવસો પહેલા એક વ્હાણા ગામના યુવકે તેના ગામની વિધાર્થીની નજીકમાં આવેલા ગામ કોઈટા ગામમાં અભ્યાસ કરવા જતી ત્યારે વ્હાણા ગામના યુવકે યુવતીને પીઠના પાછળના ભાગે છ!રીનો ઘા કરતા હાહો મચી છે યુવતીના તેના પરિવાર જનો જોઈ જતા.
તેના પાટણ તાત્કાલિ હોસ્પિટલ ખસેડી હતી મીડિયા રિપોર્ટ ઉજબ 2 દિવસ પહેલા સોસીયલ મીડિયામાં બે ત્રણ વિડિઓ વાયરલ થય હતા જેમાં મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળ્યું એ વ્હાણા ગામનો જીવણજી નામના શખ્સે કોઈટા ગામે ભણવા જતી યુવતીને કોઈ કારણોસર પીઠના ભાગે છ!રીના ઘા માર્યા હતા એ સમયે યુવતીના કોઈ પરિવાર જનો આવી જતા.
જીવણજી નામનો યુવાન ભાગી છૂટ્યો હતો પરંતુ ગ્રામજનોએ તેને તાલિબાની સજા આપતા ગામના ઝાડ નીચે કાદવમાં લટકાવીને માર માર્યો હતો તેનો વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો તેને લઈને પાટણ પોલીસે તે મામલે વધુ તપાસ હાથ ધરતા જીવણજી નામના શખ્સ પર ફરિયાદ નોંધાઈ અને આરોપીને ધરપકડ કરીને સેશન્સ કોર્ટમાં રજૂ કર્યો છે.
આ બાજુ પોલીસના જણાવ્યા મુજબ આરોપી જીવણજી એ પણ પાટણના વાગડોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આરોપી દ્વારા ગામ લોકોએ ગંભીર રીતે મારી માર્યાનો આક્ષેપ કરાયો છે આરોપીની ફરિયાદ નોંધવામાં આવી છે અને આ મામલે કાર્યવાહી કરવામાં છે વિદ્યાર્થીની અત્યારે હોસ્પ્ટિલમાં સારવાર હેઠળ છે હવે આરોપીને જ્યુડીશીનલ કસ્ટડીમાં મોકલાય તેવી શક્યતા છે.