ઘણા પરિવાર પોતાના બાળકોનું ધ્યાન રાખતા નથી અને નાની વયમાં બાળકો રમત રમતમાં એ પણ સમજી શકતા નથી કે તેઓ શું કરી રહ્યા છે મા બાપની લા પરવાઇ બાળકો માટે જીવનું જોખમ ઊભું કરી શકે છે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મા બાપની બેદરકારીના.
કારણે પાંચ વર્ષની દીકરીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે સમગ્ર ઘટના અનુસાર સુરત પાંડેસરા ભગવતીનગર માં રહેતા દીપક કુમાર પ્રસાદ ની પાંચ વર્ષની દીકરી અપ્રિતી ગેલેરીમાં ત્રીજા માળે રમી રહી હતી અચાનક ત્રીજા માળે થી નીચે રમતા રમતા પડતા તેના માથાના ભાગે અને હાથ.
પગમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી આ ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને દિકરી ને બચાવવાનો પ્રયાસ કરવામા આવ્યો પરંતુ તેને ગંભીર હાલતમાં સારવાર હેઠળ રાજકોટ સીવીલ માં દાખલ કરવામાં આવી હતી અને સારવાર.
દરમિયાન તેનું કરુણતા થી નિધન નિપજ્યું હતું દિકરી ગુમાવેલ પરીવાર ખુબ જ આક્રંદ અને કલ્પાંત કરી રહ્યો હતો સોસાયટીમાં માં રહેલા વિકાસ કુમાર જણાવ્યું હતું કે અમે શું નીચે બેસીને વાતો કરી રહ્યા હતા આ દરમિયાન પાંચ વર્ષની દીકરી ઉપરથી નીચે પટકાતા અમે દોડી આવ્યા હતા અને.
તરત જ 108 ને ફોન કરીને બોલાવી હતી અને દીકરીને સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી પરંતુ દીકરી ને ગંભીર ઈજાઓ થઈ હતી એના કારણે તે બચી શકે નહીં એનું અમને ખૂબ જ દુઃખ છે કે અમેં દીકરીને બચાવી શક્યા નહીં. પરમાત્મા દિકરી અપ્રિતીની દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.