Cli
મોગલમાંના શરણે આવ્યો મુસ્લિમ પરીવાર, મણીધર બાપુએ કહ્યું એ ખરેખર જીવનમાં ઉતારવા જેવું છે...

મોગલમાંના શરણે આવ્યો મુસ્લિમ પરીવાર, મણીધર બાપુએ કહ્યું એ ખરેખર જીવનમાં ઉતારવા જેવું છે…

Breaking

કાબરાઉ સ્થિત માં મોગલ ધામમાં કોઈપણ નાત જાતના ભેદભાવ વિના દરેક લોકોને સમાન માનવામાં આવેછે એ આજે સાર્થક જણાયું હતુ માં મોગલ ના દ્વારે એક મુસ્લિમ પરિવાર આવી પહોંચ્યો હતો મા મોગલ ના આશીર્વાદ પ્રાપ્ત કરી અને ગાદીપતિ મણીધર બાપુના આશીર્વાદ મેળવવા જ્યારે મુસ્લિમ પરિવારના બે વ્યક્તિ.

સાથે બે મહીલાઓ આવી પહોંચ્યા હતા એ સમયે ગાદીપતિ શ્રી ચારણ ઋષિએ આર્શીવાદ આપતા કહ્યું હતું કે હિન્દુ અને મુસ્લિમ વચ્ચેના ભેદભાવો ની માનસિકતાનો હું પણ વિરોધ કરું છું ગીતા અને કુરાન બંને એકજ છે માં મોગલ અને ખુદા નો દરજ્જો પણ એકજ છે મા મોગલ ના ધામમાં ક્યારે ધર્મને લઈને ભેદભાવ કરવામાં આવતો નથી.

અને ક્યારેય કરવામાં આવશે નહીં એમને જણાવ્યું હતું કે સાચા દિલથી માનતા માનશોતો મા મોગલ અવશ્ય તમારી મનોકામના પૂર્ણ કરશે એમને મુસ્લિમ મહિલાઓ તરફ જોઈને કહ્યું હતું કે માનું સ્વરૂપ આજે દરેક મહિલાઓમાં જોવા મળે છે ધર્મ નીતિ સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન કરીને ભક્તિ આરાધના સાથે પરમ તત્વને મેળવી શકાય છે.

જાતજાતના ભેદભાવો મુકીને જગતમાં ભાઈચારો કેળવાય એ માટે ચારણ ઋષિએ આહવાન કર્યું હતું પરમાત્મા અલગ અલગ સ્વરુપે આપણી સામે છે જેવી જેની દષ્ટિ એવા સ્વરુપે પરમાત્મા આપણા ને પ્રાપ્ત થાય છે એના અનેક સ્વરૂપો છે જે ભક્તિ ભાવોથી પ્રાપ્ત થાયછે શ્રી ગાદીપતી ચારણ ઋષિના શબ્દો સાભંડીને મુસ્લિમ.

પરીવાર એમને પ્રણામ કરી રહ્યો હતો ભક્તો લાંબી કતારમાં માં મોગલના ધામ માં દર્શનાર્થે પહોંચ્યા હતા આ સમયે આ દશ્ય કેમેરામાં કેદ થયું હતું આજે પણ ગુજરાતમાં નાતજાતના ભેદભાવ જોવા મળતા નથી એ જોઈને લોકો ખુશ થયા હતા વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *