ફેબ્રુઆરી મહિનામાં આવતો વેલેન્ટાઇન ડે એક પ્રેમનો દિવસ લોકો માને છે આ દિવસે ઘણા બધા યુગલ પોતાના પ્રેમનો એકરાર કરે છે તો ઘણા યુગલે લગ્ન પણ કર્યા છે એ વચ્ચે તાજેતરમાં કેરળ ના પલક્કડ થી એક અનોખા લગ્ન સામે આવ્યા છે અહીં એક ટ્રાસજેન્ડર કપલ લગ્ન ના પવિત્ર બંધનોમાં બંધાઈ ગયું છે પ્રવિણનાથ અને.
રીશાના આયુસુ એ પોતાના લાંબા સમય ના લવ ઇન રિલેશનશિપ બાદ વેલેન્ટાઈન ડે ના ખાસ દિવસ પર લગ્ન કરવાનું નક્કી કર્યું હતું તેમના પ્રેમ સંબંધો દરમિયાન અનેક મુશ્કેલી આવી હતી પરંતુ બંને એકબીજાને પોતાનું દિલ આપી બેઠા હતા જેના કારણે તેઓ તાજેતરમાં લગ્નગ્રંથિ જોડાયા છે આ કપલની ખાસ વાત એ છે કે પ્રવીણનાથ.
જેવો એક છોકરી માંથી પોતાનું જેન્ડર બદલાવી અને છોકરો બન્યા છે સાથે તેઓ એક પ્રસિદ્ધ બોડી બિલ્ડર પણ છે અને તેઓ ટ્રાન્સ જેન્ડર શ્રેણીમા મિસ્ટર કેરેલાનો ખિતાબ પણ પોતાના નામે કરી ચુક્યા છે તો બીજી તરફ તેમની પત્ની બનેલી રીશાના એક મોડેલ છે અને તે મિસ માલાબાર નો એવોર્ડ જીતી ચુકી છે પ્રવિણ અને રીશાના થ્રીશુરની.
એક પ્રાઈવેટ કંપની માં નોકરી કરતા હતા પ્રવીણ જન્મ દરમિયાન એક છોકરી હતી પરંતુ તેનામાં છોકરાના હોર્મોન્સ જોવા મળતા હતા અને તેને પુરુષ બનવાની ચાહત હતી અને તે ઘણીવાર પોતાના શરીરથી કંટાળી અને ખુદ ખુશી કરવાનો પણ પ્રયત્ન કરતો હતો પરંતુ આ દરમિયાન તેની મુલાકાત રીશાના સાથે થઈ બંને.
વચ્ચે પ્રેમ સંબંધો સ્થાપિત થયા પરિવારજનો આ સંબંધોથી રાજી નહોતા કારણકે તેઓ એક છોકરીને એક છોકરી સાથે જોવા કે સ્વીકારવા તૈયાર નહોતા આ દરમિયાન પ્રવીણ એ પોતાનું જેન્ડર ચેન્જ કરાવ્યું અને તે એક પુરુષ બની ગયો તેને પોતાનો પ્રેમ મેળવવા અને પોતાના અરમાનોને પુરા કરવા માટે.
જેન્ડર ચેન્જ કરાવ્યું સાથે સખત જીમ વર્કઆઉટ થકી તેને બોડી બનાવી અને બોડી બિલ્ડિંગ માં ખુબ પ્રસિદ્ધી પણ મેળવી અને પ્રવિણનાથે પોતાની ગર્લફ્રેન્ડ રીશાના સાથે આ દુનિયાની હાજરી માં લગ્ન પણ કર્યા તેને જો પ્રેમ સાચો હોય તો બધું જ શક્ય છે આ કહેવતને સાર્થક કદી બતાવી છે.