દેશભરમાંથી પ્રેમ સંબંધો અને અવેત સંબંધોના ઘણા બધા મામલા સામે આવતા રહે છે પરંતુ ખૂબ જ હેરાન જનક મામલો મધ્યપ્રદેશમાંથી સામે આવ્યો છે જેને લઈને લોકો ચોંકી ગયા છે એક પરિણીત મહિલા પોતાના બાળકો અને પતિ ને છોડીને એક યુવતીના પ્રેમમાં પડી છે માત્ર એટલું નહીં પણ તેને પોતાના પ્રેમ સંબંધોને.
જાહેરમાં આવીને વ્યક્ત કરી તોફાન મચાવ્યુ હતું આ સમગ્ર વિચિત્ર મામલો મધ્યપ્રદેશના હરદા જિલ્લામાંથી સામે આવ્યો છે હરાદા સીટી કોતવાલી થાના ક્ષેત્રની રહેવાશી અન્નુ ખાન સાથે એક પરણતી નગમા નામની યુવતી ને પ્રેમ થઇ ગયો હેરાન જનક બાબત એ હતી કે નગમા પરણીત છે અને બે બાળકોની માતા પણ છે.
કોતવાલી પોલીસે મિડીયા ને જણાવ્યા અનુસાર અન્નુખાન અને નગમા તાજેતરમાં 5 ફેબ્રુઆરી ના રોજ હરદા કૃષિ ઉપજ મંડીમાં મુખ્યમંત્રી સામુહિક નિકાહ આયોજિત કાર્યક્રમમાં પહોંચી હતી ત્યાર બાદ બંને ફરાર થઈ ગઈ હતી પરીવારજનો એ કોતવાલી પોલીસ સ્ટેશનમાં ગુમસુધાની ફરીયાદ નોંધાવી પોલીસે.
આ મામલે પરણીત નગમા અને યુવતી અન્નુખાન ના મોબાઈલની ડીટેલ મેળવી અને બંનેના મોબાઈલ ને ટ્રેસ કરવાનો પ્રયત્ન કર્યો આ વચ્ચે 12 ફેબ્રુઆરી ના રોજ અન્નુ એ જેવો પોતાના ઘેર ફોન કર્યો કે તરત પોલીસને તેનુ લોકેશન મળી ગયુ પોલીસ ના જણાવ્યા અનુસાર બંનેને ઈટારશી ક્ષેત્રમા થી પકડવામાં આવ્યા હતી.
બંને યુવતીઓ એક બીજા સાથે જીદંગી વિતાવવાની વાત કરી રહી છે આ મામલે પોલીસ અને પ્રસાસન પણ હેરાન છે બંનેના પરીવારજનો ની પોલીસે દલીલો સાભંડી છે નગમા ને તેના બાળકોનું ભવિષ્ય ના બગડે એ માટે સમજાવવામાં આવી રહી છે પરંતુ નગમા યુવતી અન્નુખાન ને છોડવા તૈયાર નથી.