દેશભરમાંથી એવા ઘણા બધા મામલા સામે આવતા રહે છે જેમાં પ્રેમ સંબંધોને લઈને નાત જાત ધર્મ રીતી રિવાજ અમીરી ગરીબી ના ભેદભાવો ભુલીને એક બીજાની પ્રેમની હુંફ ની લાગણી થી લોકો એકબીજાના પ્રેમમાં પડે છે અને લગ્ન પણ કરી લે છે પરંતુ ઘણા કિસ્સાઓ સજાતીય સંબંધો લઈને પણ ઘણા.
મામલા સામે આવતા રહ્યા છે જેમાં પુરુષને પુરુષ પ્રત્યે આકર્ષણ અને સ્ત્રીને સ્ત્રી પ્રત્યે આકર્ષણ થવાના કારણે તેઓ સાંસારિક જીવન પણ એક સાથે વિતાવતા જોવા મળે છે દુનીયાભર માં આવા ગે કપલ પણ જોવા મળ્યા છે જેઓ સજાતીય સંબંધોને પ્રાધાન્ય આપી ને જાહેર જીવનમાં એકબીજાની સાથે.
જીવન વ્યતીત કરવાનો સંકલ્પ કરે છે એવો જ એક મામલો સામે આવ્યો છે અમેરીકામાં થી જ્યાં ગુજરાતી યુવક અને સાઉથ ઈન્ડિયન યુવક ને સજાતીય આકર્ષણ અનુભવતા બંને એકબીજા ના પ્રેમ મા પડ્યા અને બંનેનું દિલ એકબીજા સાથે જોડાઈ ગયું બંનેએ અમેરીકાના સ્વામિનારાયણ મંદિરમાં લગ્ન પણ કર્યા.
અને આ લગ્નને ચાર વર્ષ વીતી ગયા છે આદિત્યમદીરાજુ અને અમિત શાહ નામના આ બંને યુવાનો એકબીજાથી ચાર વર્ષ થી લગ્ન કરી ને સાથે જીવન વિતાવે છે આ ગે કપલ સોશિયલ મીડિયા પર ખુબ લાઈમલાઈટમાં આવ્યું છે દુનિયાની નજરમાં આ બંને એક પુરુષ હશે પરંતુ બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે.
બંને એ પોતાનો પ્રેમ જગ જાહેર કરી દીધો અને સ્વામિનારાયણ મંદિરમાં ધામધૂમથી લગ્ન પણ કર્યા ચાર વર્ષથી તેઓ એકબીજાની સાથે સુખમય જીવન વ્યતીત કરી રહ્યા છે અને હવે તેઓએ નિર્ણય કર્યો છે કે તેઓ હવે પિતા બનશે તેમને સેરોગેસી થી બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું છે ભારત દેશમાં કોખ ભાડે લેવી એ અપરાધ છે.
પરંતુ વિદેશમાં સેરોગેસી થી બાળક મેળવવાની પ્રક્રિયા સામાન્ય છે આ ગે કપલે સેરોગેસી થી પિતા બનવાનો સંકલ્પ કર્યો છે અને સોસીયલ મિડિયા પર ફોટોશૂટ શેર કરી ને પોતાના ફેન્સ ફોલોવર ને આ ખુશી ના સમાચાર આપ્યા છે તેમનું ફોટોશૂટ ખુબ ચર્ચાઓ માં આવ્યું છે બંને પ્રેમ થી એકબીજા ને ગળે લગાવતા જોવા મળે છે.