છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ ચાઈનીઝ દોરી નો ઉપયોગ અટકાવવા માટે ખૂબ જ સક્રિય બની છે ઉતરાયણ તહેવારના પહેલા જ ગુજરાત સરકારે નવું કાયદો લાગ્યો હતો જેમાં ચાઈનીઝ દોરી નો ઉપયોગ બદલ વ્યાપારીઓ ને કડક સજા અને દંડની જોગવાઈ કરી હતી ઘણી બધી જગ્યાએ.
ગુજરાત પોલીસે એવા વેપારીઓની દુકાનો સીલ કરી કાર્યવાહી પણ હાથ ધરી હતી ગુજરાતમા સંપુર્ણ પણે ચાઈનીઝ દોરીનો બહીસ્કાર કરવામાં આવ્યો હતો લોકો ચાઈનીઝ દોરીનો ઉપયોગ ના કરવા જણાવી રહ્યા હતા ચાઈનીઝ દોરીના કારણે લોકોને અને પશુ પક્ષીઓ ને ઘણુ નુકસાન પહોંચી શકે છે.
ગત ઉતરાયણ ના પર્વે એવા ઘણા કિસ્સાઓમાં લોકો ઘાયલ થયા હતા અને ઘણા લોકો ગળા પર દોરી ફસાતા મો!તને પણ ભેટ્યા હતા એ વચ્ચે તાજેતરમાં ગુજરાતના વિશનગર શહેરમાં થી દુઃખદ સમાચાર સામે આવ્યા છે એક માસુમ ફુલ જેવી દિકરી જેની માત્ર 4 વર્ષ ની હતી જેને આ દુનીયાને હજુ પુરી જોઈ નહોતી.
એવી ઠાકોર કિસ્મતબેન રણજીતજી નું ચાઈનીઝ દોરી વાગતા કરુણ મો!ત નિપજ્યું છે બાળકી કિસ્મત ને તેની માતા વિસનગર ના કડા દરવાજા બહુચર માતાના મંદિર પાસે થી પસાર થઈ રહી હતી દિકરી ને માતા ઘેર લઈ ને આવી રહી હતી એ વચ્ચે અચાનક દિકરીના ગ!ળામાં ચાઈનીઝ દોરી વિંટાઈ હતી.
અને માતાએ ખુબ બચાવવા નો પ્રયત્ન કર્યો પરંતુ દોરી એક ઝાટકે ખેંચી લેતા માસુમ દિકરી નું ગ!ળુ ક!પાઈ જવાથી રક્તની ધારાઓ વચ્ચે માતા અધીરી થઈ તેને હોસ્પિટલમાં લઈ પહોંચી હતી પરંતુ દિકરીએ હોસ્પિટલમાં પહોચંતા પહેલા જ પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા પરીવારજનો ખુબ જ આક્રંદ કરી રહ્યા હતા.
એક માસુમ દિકરી એ ચાઈનીઝ દોરી ના કારણે જીવ ગુમાવ્યો હતો લોકો ચાઈનીઝ દોરીનુ પોતાના વધુ પૈસા કમાવાની લાલચે વેંચાણ કરતાં વેપારીઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરીને દુકાનો ની તપાસ કરવાની પોલીસને માગં કરી છે આ ઘટના ને પગલે વિશનગર શહેરમાં શોક ની લહેર પ્રસરી જવા પામી છે.