સાઉથના સુપરસ્ટાર વિજય દેવેરાકોંડાની આવનાર ફિલ્મ લિગરને લઈને દર્શકોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિજય દેવરાકોંડાની આ પ્રથમ ફિલ્મ છે જેનાથી તેઓ બોલીવુડમાં ડેબ્યુ કરશે જણાવી દઇએ સાઉથના વિજય હિન્દી દર્શકો માટે અર્જુન રેડ્ડી તરીકે ખુબજ જાણીતા છે એમની એ ફિલ્મ.
બોક્સઓફિસ પર ખુબજ સુપરહિટ સાબિત થઈ હતી તે ફિલ્મ આમતો સાઉથની હતી પરંતુ તેને હિન્દીમાં ડબિંગ કરીને ટીવીમાં દર્શાવામાં આવી હતી જણાવી દઈએ બૉલીવુડ અભિનેત્રિ અનન્યા પાંડે અને માઈકલ ટાઈસન પણ ફિલ્મ લિગરમાં વિજય દેવરાકોંડા સાથે જોવા મળશે જેમાં જબરજસ્ત અભિનય જોવા મળશે.
હમણાં થોડા સમય પહેલા વિજય અને અનન્યાની તસ્વીર ફિલ્મના સેટ પરથી લીક થઈ હતી જેને લોકો દ્વારા ખુબજ પસંદ કરવામાં આવી હતી એક રિપોર્ટ મુજબ લીગર ફિલ્મના મેકર્સે એમેઝોન પ્રાઇમ વીડિયો સાથે હાથ મિલાવી દીધા છે ઓટિટિ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ પર જ સાઉથ ફિલ્મ લિગરને લગભગ 60 કરોડ રૂપિયામાં ખરીદી છે.