લતા મંગેશકરની અંતિમ યાત્રામાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને મોટા મોટા રાજનેતા અભિનેતા ક્રિકેટર અને તમામ દિગ્ગ્જ હસ્તીઓ પહોંચી અંતિમ સમયમાં લતા દીદીને બધાને અંતિમ વિદાઈ આપી આ દરમિયાન શાહરુખ ખાને કંઈક એવું કરી દીધું ત્યાં હાજર કોઈ અન્યેએ ન કર્યું શાહરુખ ખાને.
સૌથી પહેલા લતા દીદીના ચરણોમાં માળા ચડાઈ તેના બાદ દુવા કરી તેના બાદ શાહરૂખ ખાન લતા દીદી પાસે ઝૂક્યા પોતાનું માસ્ક ઉતાર્યું અને કંઈક કહ્યું પછી એમને હાથ જોડ્યા અને લતા દીદીની ચારે બાજુ એક ચક્કર લગાવ્યું શાહરૂખે હિન્દૂ મુસ્લિમ બંને રીત રિવાજનું પાલન કર્યું શાહરૂખે જે રીતે લતા.
દીદીને સન્માન આપ્યું તેમણે લોકોનું દિલ જીતી લીધું તેના બાદ ત્યાં અમિર ખાન પહોંચ્યા અને એમણે દીદીના પગ સ્પર્શ્યા અને પછી એમને માળા ચડાવી જયારે રણવીર કપૂર દીદી સામે નતમસ્તક થયા અને દીદીને માળા ચડાવી આ બધું જોવું એટલું દુઃખ ભર્યું હતું કે લોકોની આંખોથી આંશુ રોકાઈ રહ્યા ન હતા.
લતા મંગેશકરે જે ભારત દેશને આપ્યું છે તેને કદાચ કોઈ ક્યારેય નહીં ચૂકવી શકે પરંતુ એટલું જરૂર કહેવું પડશે લતા દીદીની અંતિમ વિદાઈમાં કોઈ પોતાના તરફથી કોઈ કસર છોડી નથી લતા દીદીનું ઈન્ડસ્ટ્રીઝમાં યોગદાન વર્ષો વર્ષ યાદ રાખવામાં આવશે લતા દીદીના આત્માને શાંતિ મળે બસ એજ પ્રાર્થના