Cli

કેનેડા સાસરે ગયેલ રાજકોટની એક દીકરી સાથે બનેલી કાળજુ કંપાવી દે તેવી ઘટના !

Uncategorized

મિત્રો રાજકોટમાં રહેતો એક સામાન્ય પરિવાર પોતાની લાડકવાય દીકરીને ધામધૂમથી લગ્ન કરાવીને કેનેડા સાસરે મોકલે છે પરંતુ ત્યાં દીકરી સાથે કંઈક એવી ઘટના બને છે જે સાંભળીને તમારા પણ રૂવાટા ઊભા થઈ જશે દરેક ભાઈઓ તથા બહેનોએ આ ઘટનાને જરૂરથી સાંભળવી જોઈએ તો મિત્રો વધારે વાત ના કરતા ચાલો આજની આ ઘટનાની શરૂઆત કરીએ મિત્રો કહેવાય છે કે ગરીબી અને લાચારી માણસનું બાળપણ છીનવી લે છે આવી જ એક વાત છે રાજકોટ શહેરના એક અત્યંત મહેનતો અને સાધારણ યુવાન નરેશભાઈની ઉંમર તો સાવનાની પણ પિતાની અણધારી વિદાય એમના ખંભા પર જવાબદારીઓનો પહાડ લાવી દીધો હતો માથે બે નાની બહેનો અને બીમાર માતા પોતાના શોખ અને સપનાઓને હૈયામાં જ દબાવીને આસપાસ લોકોના ખેતરોમાં કાળી કાળી મજૂરી કરીને આ યુવાન પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હતો નરેશભાઈ અને તેમની માતાએ દિવસ રાત જોયા વગર પેટે પાટા બાંધીને અથાક પરિશ્રમ કર્યો અને બંને બહેનોના ધામધૂમથી લગ્ન કરાવ્યા બહેનોને તો રાજી ખુશીથી સાસરે વળાવી દીધી પણ આ ગરીબી અને સંઘર્ષમાં એક ભયાનક વળાક આવ્યો તેમની માતા જેમને ટીબીની બીમારી હતી તેમની તબિયત અચાનક લથડવા લાગી નરેશભાઈએ પોતાની સગી આંખે પોતાની જન્મ દેનારી માંને ખાટલામાં તરફડતી જોઈ એક લાચાર દીકરાએ ડોક્ટરોના ઉમરા ઘસી નાખ્યા એમને બચાવવા પોતાનાથી બનતા તમામ પ્રયત્નો પણ કર્યા પણ મિત્રો ગરીબી આગળ ક્યારેક ભગવાન પણ આ ખાડા કાન કરી લેતો હોય છે કુદરતે પિતાના અવસાન બાદ માતાને પણ છીનવી લીધી અને માતા પણ હંમેશા માટે સ્વર્ગલોક સીધાવી ગયા હવે હવે આ વિશાળ દુનિયામાં નરેશભાઈ સાવ એકલા પડી ગયા હતા જે ઘરમાં માતા પિતાનો પડછાયો હતો

ત્યાં હવે માત્ર ખાલીપો અને ભેકાર શાંતિ હતી એ સમયે રાજકોટ શહેરના એક મોટા શેઠની નજર આ ઈમાનદાર અને મહેનત કરતા યુવાન પર પડી શેઠે નરેશભાઈને પોતાના કારખાનામાં કામ કરવા માટે બોલાવી લીધા પોતાનું જૂનું ઘર પિતાના પરસેવાથી બનેલું કાચું મકાન અને પોતાની માતાની ની યાદોને હૈયામાં રાખીને નરેશભાઈએ નવી રાહ પકડી કારખાનામાં આવીને નરેશભાઈએ પોતાનું મન કામમાં એવી રીતે પરોવી દીધું કે દિવસ ક્યારે ઉગે અને રાત ક્યારે પડે તેની એમને ખબર જ ન રહેતી સમય પસાર થતો રહ્યો તેમની પ્રામાણિકતા અને અથાક પરિશ્રમ જોઈને શેઠ પણ તેમના પર પ્રભાવિત થઈ ગયા શેઠે જ આગળ રહીને નરેશભાઈના લગ્ન ગીતાબેન નામની સુશીલ કન્યા સાથે કરાવ્યા હવે નરેશભાઈના જીવનમાં એક નવી આશા નું કિરણ આવ્યું હતું બંને પતિ પત્નીએ એકબીજાના સાથથી જીવનના સંઘર્ષનો સામનો કરવાનું શરૂ કર્યું કહેવાય છે ને મિત્રો કે માણસની મહેનત ક્યારેય એળે નથી જતી જે નરેશભાઈ એક સામાન્ય મજૂર તરીકે કારખાનામાં આવ્યા હતા તે પોતાની કાબિલિયતથી એ જ કંપનીના હવે મેનેજર બની ગયા અને લગ્નના પાંચ વર્ષ પછી તેમના આંગણે સાક્ષાત લક્ષ્મીજીએ અવતાર લીધો તેમના ઘરે એક સુંદર મજાની દીકરીનો જન્મ થયો નરેશભાઈએ તેનું નામ રાખ્યું પ્રાચી મિત્રો પ્રાચીના જન્મ પછી તો નરેશભાઈના જીવનમાં જાણે કુબેરનો ભંડાર ખૂલી ગયો પ્રાચીના પગલા એટલા સુકનવંતા હતા કે જે માણસ બીજાને ત્યાં નોકરી કરતો હતો તે થોડા જ વર્ષોમાં પ્રાચી ઇન્ડસ્ટ્રીઝ નામની એક મોટી કંપનીનો માલિક બની ગયો આ બધું માત્ર ને માત્ર તેમની દીકરી પ્રાચીના નસીબનું જ પરિણામ હતું એવું નરેશભાઈ પણ દિલથી માનતા પ્રાચી ભણવામાં હોશિયાર સ્વભાવે એકદમ ચુલબુલી અને આખા ઘરનો જીવ હતી

નરેશભાઈ તેને એટલા લાડ લડાવતા કે એમના પત્ની ગીતાબેન ક્યારેક ટોકતા તમે તમારી આ લાડકીને બહુ બગાડી છે કાલે સવારે જ્યારે આ કાળજાનો કટકો પારકે ઘેર જશે ને ત્યારે તમારો તો જીવ જ નીકળી જશે ત્યારે નરેશભાઈ હસીને કહેતા મારી દીકરીને હું ક્યાંય દૂર નહીં જવા દઉં એ હંમેશા મારી નજર સામે જ રહેશે પણ મિત્રો સમય કોઈની રાહ જોતો નથી જોત જોતામાં સમય પસાર થતો ગયો અને પ્રાચી યુવાન થઈ ગઈ તેનો અભ્યાસ પૂરો થયો હવે દરેક ભારતીય મા બાપની જેમ નરેશભાઈ અને ગીતાબેનને પણ પોતાની દીકરીના હાથ પીળા કરાવવાની ચિંતા સતાવતા લાગી એક દિવસ નરેશભાઈએ પ્રાચીને પાસે બોલાવીને કહ્યું બેટા હવે તારું ભણતર પૂરું થયું છે હું અને તારી મમ્મી ઈછીએ છીએ કે અમારી આંખ સામે અમે તને કોઈ સારા અને સુખી ઘરમાં વળાવી દઈએ જો તારી નજરમાં કોઈ યોગ્ય છોકરો હોય તો અમને નિસંકોચ કહે છે તારી ખુશીમાં જ અમારી દુનિયા સમાયેલી છે આ વાત સાંભળતા જ ઘરમાં હંમેશા ખિલખિલાટ રહેતી પ્રાચી અચાનક ગંભીર થઈ ગઈ તેણે પિતાને ભેટીને કહી પપ્પા શું હું તમને બોજ લાગવા માંડી છું મારે તમને અને મમ્મીને છોડીને ક્યાંય નથી જવું નરેશભાઈની આંખોમાં ઝળજળી આવી ગયા તેમણે દીકરીના માથે હાથ ફેરવતા કહ્યું ગાંડી દીકરીઓ ક્યારેય માં બાપ માટે બોજ નથી હોતી એ તો કાળજાનો કટકો હોય છે પણ આ સમાજનો નિયમ છે બેટા દીકરીને ગમે તેટલા લાડકોટથી ઉછેરી હોય એક દિવસ તો તેને પારકા ઘરે વળાવી જ પડે છે એ દિવસે બાપ દીકરી બંને ખૂબ રડ્યા થોડા મહિનાઓ વિત્યા અને નરેશભાઈના ઓળખીતા પાસેથી પ્રાચી માટે એક માગુ આવ્યું છોકરાનું નામ હતું રાહુલ તે કેનેડામાં એક બહુ મોટી મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા હોદા પર નોકરી કરતો હતો તેનો પરિવાર રાજકોટનો જ હતો અને ખૂબ પૈસાદાર હતો નરેશભાઈને જોતા એવું લાગ્યું કે આનાથી સારું ઘરતો દીકરીને મળી જ નહી શકે દીકરી માટે શ્રેષ્ઠ જીવનસાથી અને સુખ સાહેબી વાળું જીવન શોધતા દરેક પિતાની જેમ નરેશભાઈને પણ આ સંબંધ યોગ્ય લાગ્યો પ્રાચીને પણ રાહુલ સાથે મુલાકાત કરાવવામાં આવી અને તેને પણ આ સંબંધ મંજૂર હતો પણ મિત્રો વાર્તા અહીંથી એક ભયાનક વળાક લે છે જે પરિવાર બહારથી એટલો પ્રતિષ્ઠિત અને સજ્જન દેખાતો હતો તેની અંદર લાલચ અને અહંકારી કૂટી કૂટીને ભરેલા હતા લગ્ન નક્કી થતા જ રાહુલના પરિવારે પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું તેમણે નરેશભાઈ સામે એક એવી શરત મૂકી જે સાંભળીને કોઈપણ સામાન્ય માણસના પગ નીચેથી જમીન ખસી જાય રાહુલના પિતાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું જો તમારે તમારી દીકરી પ્રાચીને અમારા રાહુલ સાથે પરણાવી હોય તો તમારી આખી ફેક્ટરી અને તમારી મોટા ભાગની સંપત્તિ અમારા દીકરા રાહુલના નામે કરવી પડશે તો જ આ લગ્ન થશે નરેશભાઈ સ્તબ્ધ થઈ ગયા તેમણે હાથ જોડીને કહ્યું વેવાય આ સંપત્તિ મેમારો પરસેવો ઉપાડીને આખી જિંદગીની મહેનતથી ઊભી કરી છે અને આમે મારી દીકરી કાલે સવારે તમારા ઘરની વહુ બનશે મારું જે કાંઈ છે એ એનું જ છે ને પણ પેલો અહંકારી અને લાલચો પરિવાર એકનો બે ન થયો તેમણે તો સ્પષ્ટ કહી દીધું કે શરત મંજૂર હોય તો જ વાત આગળ વધારજો હવે એક બાજુ આખી જિંદગી નીચોવીને ઊભી કરેલી મહેનતની કમાણી હતી અને બીજી બાજુ પોતાની લાડકી દીકરીના સપના અને એની ખુશી હતી એક પિતા તરીકે નરેશભાઈ ઢીલા પડી ગયા તેમણે તેમણે વિચાર્યું કે મારી પાસે જે કઈ પણ છે શું એ મારી દીકરીના સ્મિતથી વધારે કીમતી છે અને તેમણે એ લાલચું લોકોની શરત માની લીધી તેમણે પોતાની જિંદગીભરની કમાણી પોતાના થનારા જમાઈના નામે કરવાના કાગળો તૈયાર કરાવી લીધા ઘરે આવીને જ્યારે ગીતાબેનને આ વાત કરી ત્યારે તે ધૃષ્કે ને તૃષ્કે રડી પડ્યા પ્રાચીના પપ્પા આ લોકો આટલા પૈસાદાર હોવા છતાં આટલા બધા લાલચું કેમ બને છે મને તો બહુ ડર લાગે છે ક્યાક આપણે આપણી દીકરીને ખોટા હાથમાં તો નથી સોપી રહ્યા ને પણ દીકરીના મોહમાં અંધ થયેલા નરેશભાઈએ પત્નીને સમજાવી અરે ગાંડી આખા શહેરમાં એમનું નામ છે દીકરી કેનેડામાં રાજ કરશે રાજ એની ખુશી માટે આટલું જતું ન કરી શકે લગ્નનો દિવસ આવી ગયો નરેશભાઈએ કોઈ કચાશ ન હોતી રાખી દીકરીના લગ્નમાં પાણીની જેમ પૈસા વાપર્યા લાલ બાનેતરમાં સજ્જ થયેલી પ્રાચીને જોઈને નરેશભાઈની આંખોમાંથી આંસુ રોકાતા ન હતા તેમને યાદ આવતું હતું કે કેવી રીતે નાનકડી પ્રાચી તેમના કામ પરથી પાછા આવવાની રાહ જોતી કેવી રીતે તે આંગળી પકડીને ચાલતા શીખી હતી અને આજે એ જ દીકરી પારકી થવા જઈ રહી હતી જ્યારે વિદાયનો સમય આવ્યો મિત્રો ત્યારે માંડવામાં કોઈની આંખ કોરી ન હતી પ્રાચી પોતાના પપ્પાને વળગીને એટલું રડી એટલું રડી કેજ જાણે તેનો જીવ પપ્પા હું તમારા વગર કેમ રહીશ તમારા વગર મારું ધ્યાન કોણ રાખશે પપ્પા નરેશભાઈએ ભારે હે દીકરીના માથા પર હાથ ફેરવીને કહ્યું દીકરા હવેથી રાહુલ તારું પૂરું ધ્યાન રાખશે અને જા બેટા ભગવાન તારા ભાગના બધા દુઃખ મને આપી દે અને મારા હિસ્સાની બધી ખુશીઓ તારા ખોળામાં નાખી દે આટલું બોલતા બોલતા એક મજબૂત પિતા ધરુજી ઉઠ્યો પોતાની જિંદગીની સૌથી મોટી મૂડી પોતાની દીકરીને તેમણે હસતા મોઢે વિદાય કરી દીધી લગ્ન પછી એક મહિનો પ્રાચી અને રાહુલ રાજકોટમાં રોકાયા પ્રાચી ખૂબ ખુશ છણાતી હતી તે અવારનવાર પિતાને ફોન કરીને કહેતી કે સાસરિયાઓ તેને ખૂબ સાચવે છે આ સાંભળીને નરેશભાઈને હાશકારો થતો કે ચાલો મેં મારી દીકરી માટે જે સંપત્તિનો ત્યાગ કર્યો તે સાર્થક થયો એક મહિના પછી બંનેને કેનેડા જવાનો દિવસ આવી ગયો મુંબઈ એરપોર્ટ પર નરેશભાઈ અને ગીતાબેન દીકરીને વિદાય આપવા પહોંચ્યા ગીતાબેને પ્રાચી માટે તેના ભાવતા અથાણા અને મીઠાઈઓ બનાવી હતી બેટા કેનેડામાં ગમે એટલું સારું ખાવાનું મળે પણ માના હાથનો સ્વાદ ક્યાંથી મળશે એમ કહીને માં દીકરી બંને ખૂબ રડ્યા છેલ્લીવાર દીકરીને ગળે લગાવીને નરેશભાઈએ તેને ફ્લાઈટમાં બેસાડી જ્યારે પ્રાચી એરપોર્ટના ગેટની અંદર જઈ રહી હતી ત્યારે ગીતાબેને એકદમ ગભરાઈને કહ્યું ખબર નહીં કેમ પણ આજે મારો જીવ બહુ મૂજાય છે મને એવું કેમ લાગે છે નરેશભાઈએ તેમને શાંતવના આપી કે આવું અપશુકન્યાળ ન બોલ દીકરી પોતાના નવા ઘરે કેનેડા જઈ રહી છે અને મિત્રો પ્રાચી કેનેડા પહોંચી ગઈ શરત મુજબ નરેશભાઈએ બધી જ સંપત્તિ રાહુલના નામે ટ્રાન્સફર કરી દીધી અને બંને પતિ પત્ની પોતાને જૂના કાચા મકાનમાં પાછા ફર્યા શરૂઆતના બે ત્રણ દિવસ સુધી પ્રાંચીનો કોઈ ફોન ન આવ્યો નરેશભાઈને ચિંતા થવા લાગી તેમણે રાહુલને ફોન કર્યો ફોનની રીિંગ વાગતી રહી પણ કોઈએ ઉપાડ્યો નહીં 15 દિવસ વીતી ગયા પ્રાચીનો કોઈ જ સંપર્ક ન હોતો થઈ રહ્યો બાપનો જીવ અધર થઈ ગયો આખરે માંડ એક દિવસ રાહુલે ફોન ઉપાડ્યો હેલો પપ્પા બોલો બેટા રાહુલ પ્રાચી ક્યાં છે એને ફોન આપને અમારે વાત કરવી છે 15 દિવસથી એનો કોઈ અવાજ નથી સાંભળ્યો અરે પપ્પા અમે કેનેડા આવ્યા એટલે અહીં સેટ થવામાં બહુ કામ છે પ્રાચી અત્યારે બહાર ગઈ છે આવશે એટલે હું વાત કરાવી દઈશ બસ આટલું કહીને રાહુલે ફોન કાપી નાખ્યો નરેશભાઈ ફોન સામે જોઈ રહ્યા તેમનું હૃદય કંઈક અશુભ બન્યાની આશંકાથી ધડકવા લાગ્યો ફોન આવશે ફોન આવશે એ આશામાએ વૃદ્ધ પિતા ફોન પાસે જ બેસી રહેતા પણ દિવસો મહિનાઓમાં ફેરવાઈ ગયા ન પ્રાચીનો ફોન આવ્યો ન રાહુલનો હવે તો રાહુલે નરેશભાઈનો નંબર જ બ્લોક કરી દીધો હતો ચિંતામાં અડધા થઈ ગયેલા નરેશભાઈ દોડીને રાહુલના માતા પિતાના ઘરે પહોંચ્યા પણ ત્યાં જઈને તેમને જે સાંભળવા મળ્યું એ કોઈપણ માણસની સહન શક્તિની બહાર હતું એ અહંકારી અને કપટી પરિવારે નરેશભાઈનું ભયંકર અપમાન કર્યું અમારા દીકરાનો સમય કિમતી છે તમારી મારી જેમ નવરો નથી કે આખો દિવસ તમારી દીકરી સાથે ફોન પર ચોટી રહે ચાલ્યા જાવ અહીંથી એમ કહીને નરેશભાઈને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યા રસ્તા પર બેસીને લાચાર બાપ ધૃષ્કે ને ધૃષ્કે રડવા લાગ્યો તેમને 100 ટકા ખાતરી થઈ ગઈ હતી કે તેમની દીકરી સાથે કંઈક બહુ મોટું અજુકતું બન્યું છે નહીતર જે દીકરી પોતાના પિતાનો અવાજ સાંભળ્યા વિના એક કોળીયો પણ ન હોતી ખાતી એ આટલા મહિનાઓ સુધી ફોન કર્યા વગર ન જ રહી શકે હવે નરેશભાઈથી રહેવાયું નહીં તેમણે નક્કી કર્યું કે ગમે તે થાય હું જાતે કેનેડા જઈને મારી દીકરીને શોધી કાઢીશ પણ જોવું કેવી રીતે બધી જ કમાણી તો જમાઈના નામે કરી દીધી હતી કિસ્સામાં વીઝા અને ટિકિટના પૈસા પણ ન હોતા આખરે લાચાર પિતાએ પોતાના પિતાની આખરી નિશાની સમાન એ જૂનું મકાન પણ વેચી માર્યું હા મિત્રો દીકરીને શોધવા માટે દીકરીના પ્રેમે એક બાપની બેઘર કરી દીધો પૈસાની વ્યવસ્થા કરીને નરેશભાઈ કેનેડા પહોંચ્યા પણ કેનેડા તો વિશાળ દેશ છે નથી તેમની પાસે રાહુલનું કોઈ ચોક્કસ સરનામું નથી કોઈ ફોન નંબર અને સૌથી મોટી વાત નરેશભાઈને બરાબર અંગ્રેજી પણ નહોતું આવડતું એ કાતિલ ઠંડીમાં અજાણીયા દેશના રસ્તા ઉપર એક વૃદ્ધ પિતા પોતાની દીકરીના લગ્નનો ફોટો હાથમાં લઈને પાગલની જેમ ભટકવા લાગ્યો જે પણ કોઈ વિદેશી દેખાય તેને ફોટો બતાવીને તૂટેલા ફૂટેલા અંગ્રેજીમાં પૂછે હેવ યુ સીન માય ડોટર માય પ્રાચી લોકો એમને પાગલ સમજીને આગળ વધી જતા આમ ભટકતા ભટકતા એમની મુલાકાત એક ગુજરાતી યુવાન સાથે થઈ યુવાને નરેશભાઈની આ દહનીય હાલાત જોઈને તેમને પૂછ્યું કાકા ક્યાં જવું છે તમારે તમે રસ્તા પર આમ કેમ ભટકો છો પોતાની માતૃભાષા સાંભળીને નરેશભાઈ યુવા યુવાને ભેટી પડ્યા અને ચોધાર આસુએ રડતા રડતા પોતાની આખી વ્યથા ઠાલવી દીધી એ ભલા યુવાને કહ્યું કાકા તમે ચિંતા ન કરો આપણે પોલીસની મદદ લઈએ બંને જણા તાત્કાલિક કેનેડા પોલીસ પાસે ગયા જ્યારે પોલીસ ઓફિસરને ખબર પડી કે વૃદ્ધ પિતા જેની પાસે કોઈ જ માલ મિલકત નથી બચી તે સાત સમુદ્ર પાર પોતાની દીકરીને શોધવા અહીં સુધી આવ્યો છે ત્યારે તે ઓફિસરની ની આંખો પણ ભીની થઈ ગઈ પોલીસે તરત જ પ્રાચીના ફોટા અને રાહુલના નામ પરથી તપાસ શરૂ કરી ગણતરીના કલાકોમાં જ પોલીસને રાહુલના ઘરનું સરનામું મળી ગયું નરેશભાઈના જીવમાં જીવ આવ્યો તે યુવાન અને પોલીસ ઓફિસર સાથે નરેશભાઈએ પોલીસની ગાડીમાં બેસીને રાહુલના ઘર તરફ રવાના થયા રસ્તામાં નરેશભાઈનું હૃદય એટલું જોરથી તડકી રહ્યું હતું કે જાણે હમણાં જ બહાર આવી જશે તેમના મનમાં માં બસ એક જ દ્રશ્ય ચાલતું હતું કે હમણાં ગાડી ઊભી રહેશે હું દરવાજો ખખડાવીશ મારી પ્રાંચી દરવાજો ખોલશે અને પપ્પા કહીને મને ગળે વળગી પડશે ગાડી એક આલીશાન મકાન પાસે ઊભી રહી નરેશભાઈ ધ્રુજતા પગે દરવાજા પાસે ગયા અને પછી આગળ જે ઘટના બનવાની હતી તેની કોઈ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય વાહલા મિત્રો આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરીએ તેના પહેલા જે પણ મિત્રો આપણો રેગ્યુલર વિડીયો નિહાળી રહ્યા છે અને રેગ્યુલર આપણા વીડિયોમાં કોમેન્ટ કરી રહ્યા છે તે લોકોના નામ અમે આનંદ સાથે અહીં ઉલ્લેખ કરી રહ્યા છીએ તે નામ આ પ્રમાણે છે ધર્માબેન પટેલ સ્નેહાબેન પટેલ વજાપુરથી પ્રજાપતિ કોદરભાઈ હર્ષભાઈ પટેલ રવિભાઈ ચાવડા સરસપુર અમદાવાદથી રૂપલબેન રાવળ વડોદરાથી નિકુંજભાઈ પટેલ મુંબઈ મુલૂણથી મયુરભાઈ રાઠોડ મેર ઘનશ્યામભાઈ રચનાબેન મોરી બોટાદથી સાહિલભાઈ રાજુભાઈ ઢોલાવાળા અમદાવાદ સરસપુરથી સલીમભાઈ શેખ મુંબઈથી શબીર અલીભાઈ નાસીરભાઈ ચૌહાણ અસલમ ખાન બહેરમપુરા અમદાવાદથી જામનગરથી અસગાર પઠાણ દીપેશ કુમાર પુલભાઈ વીરવાડિયા જૂનાગઢથી પીડી મહેતા મદીનાબેન મકરાણી જામનગરથી બાલીભાઈ પંચાલ હંસાબેન સુરેન્દ્રનગરથી આ સિવાય પણ ઘણા બધા વાહલા મિત્રો આપણી આ ચેનલ સાથે જોડાયેલા છે પરંતુ સમયના અભાવે દરેક નામનો ઉલ્લેખ કરવો શક્ય હોતો નથી જેથી બાકી રહેતા નામ આવતા એપિસોડમાં અમે જરૂરથી જણાવીશું તો અહીં નવા મિત્રોને પણ ખાસ જણાવવાનું કે તમે પણ તમારા નામનો ઉલ્લેખ અમારા વીડિયોમાં અમારા એપિસોડમાં કરાવી શકો છો તેના માટે કોમેન્ટ બોક્સમાં સરસ મજાની કોમેન્ટની સાથે આપનું નામ જરૂરથી લખી નાખજો જેથી આવતા એપિસોડમાં અમે તમારા નામનો પણ ઉલ્લેખ કરી શકીએ. અહીં મિત્રો ખાસ એ નોંધ લેજો કે જો તમે આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરેલી હશે અને વીડિયોને લાઈક કરેલો હશે તો જ આપના નામનો ઉલ્લેખ આગળના એપિસોડમાં કરવામાં આવશે તો મિત્રો હવે આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરી લઈએ નરેશભાઈએ ડોરબેલ વગાડ્યો દરવાજો ખુલ્યો અને દરવાજો ખુલતા જ નરેશભાઈના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ સામે રાહુલ ઊભો હતો પણ એ રાહુલ ન હતો જેને તેમણે પોતાની દીકરી સોપી હતી આ તો કોઈ જાણે રાક્ષસ ઉભો હતો તે પૂરે પૂરો દારૂના નશામાં ધૂત હતો તેના હાથમાં શરાબની બોટલ હતી અને તે સીધો ઊભો પણ ન હતો રહી શકતો પોલીસને જોઈને રાહુલ થોડો ગભરાયો નરેશભાઈ પાગલની જેમ આખું ઘર ખોળી માર્યું ખૂણે ખૂણો શોધી વળ્યા પણ તેમની પ્રાચી ક્યાંય ન હતી ક્યાં છે મારી દીકરી ક્યાં છે મારી પ્રાચી તેની સાથે શું કર્યું છે રાક્ષસ નરેશભાઈ રાહુલનો કોલર પકડીને રડવા લાગ્યા પણ નશામાં ધૂત રાહુલ કંઈ પણ બોલવાની હાલતમાં ન હતો પોલીસે રાહુલને અટકાયત કરી લીધી પણ પ્રાચીનો કોઈ જ પતો ન મળ્યો હારી થાકીને સંપૂર્ણપણે ભાંગી પડેલા નરેશભાઈ ઘરની બહાર નીકળ્યા અને રસ્તાની સામે આવેલા એક બાકડા પર ફસડાઈ પડ્યા

તેમની આંખો સામે પોતાની દીકરીનો ચહેરો તરવરી રહ્યો હતો અને એમાં તેમને પ્રાચીનું બાળપણ દેખાઈ રહ્યું હતું બોર બોર જવડા આંસુ તેમની કરચલીવાળા ગાલ પરથી વહેને કેનેડાની બરફીલી જમીન પર પડી રહ્યા હતા ભગવાન મારી દીકરી ક્યાં હશે એ કઈ હાલતમાં હશે મેં મારા કાળજાના કટકાને ક્યાક કૂવામાં ધકેલી દીધો એ પિતાની ચીસોથી જાણે આકાશ પણ રડી રહ્યું હતું મિત્રો ત્યારે જ તેમની બાજુમાં ઉભેલી એક વૃદ્ધ વિદેશી મહિલા તેમની પાસે આવી તે મહિલા ઘણા સમયથી આ બધું જોઈ રહી હતી તેને સમજાઈ ગયું હતું કે આ માણસ એ જ અભાગી છોકરીનો પિતા છે તેણે પોતાના કાપતા હાથે કાગળ કાઢ્યો અને નરેશભાઈના હાથમાં મૂક્યો એ કાગળ કોઈ અજાણી ભાષામાં ન હતો એ ગુજરાતી ભાષામાં લખેલો પત્ર હતો અને અક્ષરો એ અક્ષરો તો નરેશભાઈ ઊંઘમાં પણ ઓળખી જાય એવા હતા એ તેમની વહાલી દીકરી પ્રાચીના અક્ષરો હતા નરેશ ભાઈના હાથે પત્ર જોઈને એટલા જોરથી દ્રુજવા લાગ્યા કે જાણે તેમના શરીરમાંથી પ્રાણ ખેંચાઈ રહ્યા હોય તેમણે ભીની આંખે પત્ર વાંચવાનું શરૂ કર્યું પપ્પા આટલું વાંચતા જ નરેશભાઈનો એક ડુસકું નીકળી ગયું પપ્પા મને નથી ખબર કે મારો આ છેલ્લો પત્ર તમારા સુધી પહોંચશે કે નહીં પપ્પા મેં તમારા આપેલા સંસ્કારોને જાળવી રાખ મારાથી બનતી બધી જ કોશિશ કરી છે પણ પપ્પા અંતે તે આ બધું સહન કરીને હું સાવ થાકી ગઈ છું મારું આ દુઃખ હું તમને કઈને વધારે દુઃખી કરવા નહોતી માંગતી તમારી આંખમાં સેવેલા એ સપના કે તમારી પ્રાચી કેનેડામાં જઈને એશો આરામની જિંદગી જીવશે એ સપના બસ સપના જ રહી ગયા પપ્પા રાહુલ અને હું કેનેડા તો આવી ગયા પણ અહીં આવ્યા પછી જ મને ખબર પડી કે આ લોકોએ તો આપણી સાથે બહુ મોટો દગો કર્યો છે રાહુલને ડ્રગ્સ અને દારૂની બહુ ભયંકર આદત છે રાત્રે નશામાં ધૂત થઈને તે ઘરે આવતો અને તે મારી સાથે જાનવરો જો વર્તાવ કરતો મારા પર એવા અત્યાચાર કરતો કે જે હું આ કાગળમાં લખી પણ નથી શકતી પણ પપ્પા તમારી માન મર્યાદા તમારી આબરૂ અને તમે મારા માટે આપેલી સંપત્તિના બલિદાનને યાદ કરીને મેં મુંગા મોઢે બધું જ સહન કરવાનું ચાલુ રાખ્યું મને એમ કે કદાચ મારો પ્રેમ એને બદલી નાખશે પણ હું ખો ખોટી હતી પપ્પા દિવસને દિવસે તેમનો ત્રાસ વધતો જ ગયો એણે મારો ફોન છીણવી લીધો મને રૂમમાં પૂરી રાખતો હવે મારી શાંત શક્તિ ખૂટી ગઈ છે મારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી બચ્યો તમને અથવા કોઈને પણ તકલીફ આપ્યા વગર હું મારું આ જીવન મને ખબર છે કે તમે અને મમ્મી આ વાત જાણીને સાવ તૂટી જશો પણ પપ્પા પોતાના દિલ પર પથ્થર રાખીને મારી એક વાત સાંભળજો કોને ખબર પર માં બાપ પોતાની દીકરી માટે હંમેશા સુખી સમૃદ્ધ અને વિદેશમાં રહેતા પરિવારની જ ઈચ્છા રાખતું હોય છે પણ એ લોકો આ વાતથી સાવ અજાણ હોય છે કે બહારથી દેખાતી આ સુખ સાહેબીના જગમગતા પ્રકાશ પાછળ કેટલું કાળું અને ભયંકર અંધારું છુપાયેલું હોય છે મારી જેવી કેટલી દીકરીઓની જિંદગીને આ વિદેશની અને પૈસાની લાલચ ગળી ગઈ હશે તમે મારી પાછળ આંસુ ના સાર તા પપ્પા તમે તમારી આખી જિંદગી મને સુખ આપવામાં કાઢી નાખી એ વાતનો મને કોઈ અફસોસ નથી તમે દુનિયામાં સૌથી બેસ્ટ પપ્પા છો બસ આ જન્મમાં મારી કોઈ ભૂલચૂક થઈ હોય તો તમારી આ દીકરીને માફ કરી દેજો અને મમ્મીનું ધ્યાન રાખજો હું તમને અને મમ્મીને ખૂબ જ પ્રેમ કરું છું લિખિતન તમારી પ્રાંચી પત્ર પૂરો થતા જ નરેશભાઈના હાથ સાવ નિર્જીવ થઈ ગયા તેમના હોઠ ખુલ્લા રહી ગયા ગયા પણ તેમાંથી કોઈ જ અવાજ નહોતો નીકળી રહ્યો મિત્રો દીકરીના આ છેલ્લા શબ્દો અને એણે વેઠેલી પીડાનો આઘાત વૃદ્ધ પિતાના હૃદયમાં એટલે જીરો અશક્ય હતો મારી પ્રાચી મારી દીકરી બસ એટલું જ તેમના મોહમાંથી શબ્દો નીકળ્યા અનેક જોરદાર ઝટકા સાથે નરેશભાઈ એ બાકડા પર ઢળી પડ્યા હા મિત્રો દીકરીના મૃત્યુના આઘાતથી નરેશભાઈ ત્યાંને ત્યાં જ હૃદય રોગનો ગંભીર હુમલો આવ્યો અને કેનેડાની અજાણી ધરતી પર પોતાની લાડકી દીકરીના પત્રને છાતીએ વળગાડીને એક પિતાએ હંમેશા માટે પોતાની આંખો મીછી લીધી જે પિતાએ પોતાની દીકરીને સુખ આપવા માટે તેને કેનેડા મોકલવા માટે પોતાની આખી જિંદગીની કમાણી આપી દીધી પોતાનું ઘર પણ વેચી માર્યું એ જ દીકરે સર્વઠે સાસરું આપવાની લાલચમાં એ પિતા એવા જ સાવ ભૂલી ગયા કે કપટી અને લાલચો માણસ ક્યારેય કોઈનો સગો નથી હોતો અને આ કડવું સત્ય તેમને સમજાયું પણ ક્યારે જ્યારે તેમણે પોતાનો જીવ ગુમાવ્યો અને પોતાની વહાલી દીકરીને ગુમાવી દીધી ત્યારે વાહલા મિત્રો આ ઘટના અહી પૂરી થાય છે પણ આપણા સૌના મનમાં અનેક સવાલો ઊભા કરીને જાય છે આજે આપણા સમાજમાં આ એક જાતનો રોગ જાણે ઘર કરી ગયો છે પોતાની દીકરી માટે કોઈ માગુ આવે અને ફક્ત એટલી ખબર પડે કે

છોકરો વિદેશમાં છે, અમેરિકામાં છે, કેનેડામાં છે કે પછી ઓસ્ટ્રેલિયા છે બસ આટલું સાંભળીને જ મા બાપ આંધળા થઈ જાય છે. એનું બેકગ્રાઉન્ડ શું છે છોકરાના સંસ્કાર કેવા છે પરિવાર કેવો છે એ કોઈ જ તપાસવાની તસ્તી કોઈ નથી લેતું વિદેશનું લેબલ જોઈને દીકરીઓને અગ્નિમાં હોમી દેવામાં આવે છે અને આ ઘટનાના માધ્યમથી હું તમામ દીકરીઓને પણ વિનંતી કરીશ કે જો સાસરિયામાં તમારી સાથે અત્યાચાર થતો હોય શારીરિક કે માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હોય તો મહેરબાની કરીને સમાજની બીકથી કે માં બાપની આબરૂની બીકથી મુંગા મોઢે સહન કરવાનું બંધ કરજો અવાજ ઉઠાવો તમારા મા બાપ માટે તમારી જિંદગીથી વિશેષ કોઈ આબરૂ નથી હોતી જીવન ટૂંકાવવું એ કોઈ પણ સમસ્યાનો ઉકેલ નથી બહેનો એકવાર તમારા પિતાને જઈને કહો ખરા અર્થમાં કે પપ્પા હું દુઃખી છું એ દુનિયા આખી સામે લડી લેશે તમને બચાવવા માટે પણ આમ કોઈને કહ્યા વિના આવું પગલું ભરશો તો તમારી પાછળ તમારા માં બાપ જીવતે જીવ મરી જશે અને આ કહાનીનો ઉદ્દેશ્ય એવો બિલકુલ નથી કે તમે તમારી દીકરીના લગ્ન વિદેશમાં ના કરાવો બધા જ લોકો સરખા હોતા નથી એ હું ચોક્કસથી કહેવા માંગીશ કે હંમેશા તમારી લાડકવાઈને કોઈ બીજાના હાથમાં સોપતા પહેલા સો વાર જરૂરથી વિચાર કરજો અને જ્યાં સુધી તમારું મન ના માને ત્યાં સુધી આવા કોઈ નિર્ણય ના લેશો કારણ કે અત્યારે સુખ સાહેબી ભરેલી જિંદગી જીવવા કરતાં સંતોષ અને હસી ખુશીની જિંદગી જીવવી વધારે યોગ્ય છે વાહલા મિત્રો અહીંયા ખાસ નોંધ લેજો કે આ કહાની સમાજમાં સારો સંદેશ પહોંચે તે માટે બનાવવામાં આવી છે જેનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી અમારા એપિસોડનો મુખ્ય હેતુ જીવન મૂલ્યો માનવતા સત્ય ઈમાનદારી અને સારા સંસ્કારોનો સંદેશ પહોંચાડવાનો છે જો કોઈ વ્યક્તિ સ્થળ અથવા ઘટના સાથે કોઈ સામ્યતા જણાય તો તેને માત્ર સંયોગ જ માનવો મિત્રો જો આ કહાની તમને પસંદ આવી હો તો વીડિયોને એકવાર લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં તમે કયા ગામથી આપણો આ વિડીયો જોઈ રહ્યા છો તે અમને જરૂરથી જણાવજો અને આવી જ હૃદયસ્પર્શી કહાની સાંભળવા માટે આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે રજા આપશો ખૂબ ખૂબ ધન્યવાદ જય માં ગાતરાળ જય શ્રીકૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *