આમ તો અત્યારે આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં સંબંધો સંયમ અને સંસ્કૃતિ કરતાં સંપત્તિનું મહત્વ દિવસે દિવસે વધતું જાય છે આજે ભાઈ ભાઈ અને પરિવારોમાં સંપત્તિને લઈને થતા ઝઘડાઓ તો જાણે સામાન્ય વાત બની ગઈ છે ત્યારે આવા સમયે કોઈ એક પરિવાર એકસાથે પોતાની કરોડોની સંપત્તિનો ત્યાગ કરી દેતો એટલું જ નહીં દાદા દાદી દીકરો વહુ અને પૌત્ર પોત્રી એમ ત્રણ પેઢીના છ લોકો એક સાથે સંસાર છોડવાનો સંકલ્પ કરે તો જી હા હાલમાં જ અમદાવાદના રાજનગરમાં રહેતા એક પરિવારે આશરે 10 કરોડ રૂપિયાની પોતાની સંપત્તિનો ત્યાગ કરી સાધનાનો માર્ગ અપનાવ્યો છે
ત્યારે આપને પણ થતું હશે કે શા માટે આ પરિવારે આવો નિર્ણય લીધો છે તો આવો જાણીએ નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ એક ગુજરાતી પરિવારે શા માટે પોતાની કરોડોની સંપત્તિનો ત્યાગ કર્યો તે સમગ્ર બાબતે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર આમ તો અહિંસાના પર્યાય સમાન ગણાતા એવા જૈન સમાજમાં અનેક લોકો હોય છે તે સાંસારિક મોહમાં અત્યજીને સંયમનો માર્ગ અપનાવતા હોય છે પોતાના સંબંધો ધન મિલકત અને શોખનો ત્યાગ કરીને દીક્ષાર્થીઓ ધર્મના પંથે આગળ વધતા હોય છે ત્યારે હાલમાં જ અમદાવાદના રાજનગરમાં એક ઐતિહાસિક ઘટના સામે આવી છે જેમાં અહીંના એક જ પરિવારની ત્રણ પેઢીના છ લોકોએ અંદાજિત 10 કરોડની પોતાની તમામ સંપત્તિનું દાન કરી સંયમ માર્ગે દીક્ષા ગ્રહણ કરવાનો નિર્ણય લીધો છે જેમાં શાંતિનગર જૈન સંઘમાં આ પરિવારમાં દાદા દાદી દીકરો વહુ અને બે પૌત્રો એકસાથે સંસાર ત્યાગીને સાધુ જીવન અપનાવશે મહત્વનું છે
કે રાજનગરના ઇતિહાસમાં આ પહેલીવાર એવું બનવા જઈ રહ્યું છે કે જ્યાં એક જ પરિવારની ત્રણ પેઢીઓ એકસાથે દીક્ષા ગ્રહણ કરશે. આ પરિવારના દીક્ષા લેનારા છ સભ્યોમાં 65 વર્ષના પતિ પત્ની એટલે કે દાદા દાદી 35 વર્ષના પુત્ર અને 32 વર્ષના પુત્રવધુ અને તેમના પૌત્ર અને પોત્રીનો પણ સમાવેશ થાય છે હાલમાં જ આ પરિવારે પોતાની આશરે રૂપિયા 10 કરોડની તમામ સંપત્તિ પરિવારના અન્ય સભ્યોને દાન કરી દીધી છે અને સંસારમાંથી મુક્ત થવાનો સંકલ્પ કર્યો છે આ પરિવારજનોના જણાવ્યા અનુસાર આ પરિવાર દ્વારા આ નિર્ણય અચાનક નથી લેવા યો પરંતુ લાંબા સમયથી ચાલતી ગહન સાધના અને પૂર્વ તૈયારીનું આ પરિણામ છે. આ પરિવાર છેલ્લા બે વર્ષથી મુમુક્ષું જીવન જીવી રહ્યો છે અગ્રણી એવા નિસમ શાહના જણાવ્યા મુજબ છેલ્લા બે વર્ષથી આખો પરિવાર આચાર્ય સોમસુંદર સુરીશ્વરીજી મહારાજના સાનિધ્યમાં રહીને મુમુક્ષ જીવન જીવી રહ્યો હતો.
પરિવારના 35 વર્ષના પુત્રના જણાવ્યા અનુસાર તેમના માટે દીક્ષા એ માત્ર એક ધાર્મિક વિધિ નથી પરંતુ જીવનની દિશા બદલવાનો નિર્ણય છે દુનવઈ જીવન અને અંગે તેઓ પોતાના વિચારો રજૂ કરતાં તેમણે જણાવ્યું હતું કે સંસારમાં રહીશું તો પાપ કરતા રહીશું સન્યાસી બનીશું તો પાપ નહીં થાય દુનવઈ જીવનમાં વ્યક્તિ સતત મોહમાયા અને કર્મબંધનમાં ફસાતો જાય છે આખરે આ બધું મોહમાયા જ છે અને મોહમાયા છોડ્યા વિના પાપથી નહીં બચે શકાય ત્યારે આજના સમયમાં જ્યારે સંપત્તિને જ સુખ અને સફળતાનું સૌથી મોટું માપદંડ માનવામાં આવે છે વધુ પૈસા મોટું ઘર સારી જીવનશૈલી અને ભૌતિક સુખ સગવડો મેળવવા માટે માણસ આખી જિંદગી દોડતો રહે છે ત્યારે હાલ આ પરિવારે પોતાની કરોડોની સંપત્તિ અને તમામ સુખ સગવળો પોતાની પાસે રાખવાને બદલે તેનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે
એટલું જ નહીં ત્રણ પેઢીના છ સભ્યોનો એકસાથે સંસારથી મુક્ત થવાનો નો નિર્ણય લીધો છે મહત્વનું છે કે અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રતો જૈન સાધુ જીવનના મૂળ આધારો છે ત્યારે આ અગાઉ મુકેશ અંબાણીના વિશ્વાસુ સહાયકોમાંના એક એવા પ્રકાશ શાહ કે જેઓરલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વાઈસ પ્રેસિડન્ટ હતા અને તેમણે પણ વર્ષો સુધી કંપનીની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી કદાચ તમને જાણીને નવાઈલા લાગશે પરંતુ તેમનો વાર્ષિક પગાર 75 કરોડ રૂપિયા જેટલો હતો પરંતુ નિવૃત્તિ બાદ તેમણે સાંસારિક જીવનનો ત્યાગ કરીને તેમની પત્ની સાથે દીક્ષા લેવાનું નક્કી કર્યું સાથે જ તેમણે ભૌતિક સુખ સુવિધાઓનો પણ ત્યાગ કરીને આધ્યાત્મિક શાંતિ અને મુક્તિનો માર્ગ પસંદ કર્યો છે અને હવે તેઓ સાધુ જીવન જીવી રહ્યા છે જેના કારણે તેમના જીવનમાં આધ્યાત્મિક વળાંક આવ્યો છે ત્યારે હાલ તો મીડિયા અને સોશિયલ મીડિયા પર આ ઘટના ની માહિતી આપવામાં આવી છે એટલું જ નહીં જેના પર લોકો પોતાની પ્રતિક્રિયા આપતા જણાવી રહ્યા છે કે આ નિર્ણય દર્શાવે છે કે જીવનમાં ગમે તેટલી ઊંચાઈ પ્રાપ્ત થાય આખરે આત્માની શાંતિ અને આધ્યાત્મિકતા જ સૌથી મોટી સફળતા છે ત્યારે હાલ તો બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર