બોલીવુડમાં માતા પિતાની જેમ પણ સ્ટારના એકબીજાના પુત્રો સાથે સારા સબંધ રાખે છે સ્ટારકીડ એક સાથે જોવા મળે તેમાં કોઈ નવાઈની વાત નથી હવે સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ અને અને સ્વેતા તિવારીની પુત્રીને હમણાં એક સાથે જોવા મળ્યા હતા જેનો વીડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
બંનેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વિરલ ભાયાણી પેજ પરથી સોસીયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો હતો આ વીડિયોમાં જોઈ શકાય છેકે પહેલા પલક તિવારી રેસ્ટોરન્ટમાંથી બહાર આવે છે પછી થોડી જ વારમાં સૈફનો પુત્ર ઈબ્રાહિમ બહાર આવેછે આ પછી બંને સ્ટાર કિડ્સ કારમાં સાથે બેસીને ત્યાંથી નીકળી જાય છે.
અહીં પલક તિવારી અને ઈબ્રાહીમ ખાન બંને મીડિયાના કેમેરાની નજરથી બચતા જોવા મળ્યા હતા આ વીડિયો આવ્યા બાદ યુઝરોએ અનેક કોમેંટો કરી હતી અહીં એક યુઝરે કોમેંટ કરતા લખ્યું આમાં કંઈક તો ગરબડ છે જ્યારે અન્ય એક યુઝરે લખ્યું શું બંનેએ એકબીજાને ડેટ કરી રહ્યા છે વાહ પલક તિવારીની કિસ્મત ચમકી વાહ અહીં બંનેને અફેર હોય તે રીતે કોમેંટો થઈ હતી.