Cli

વધુ એક મજબૂત સિસ્ટમ સક્રિય! આ જિલ્લાઓમાં ભારે એલર્ટ…

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદ આવ જાવ આવજાવ એટલે કે એક સિસ્ટમ આવે છે એના પછી એ સિસ્ટમ જાય છે અને એ સિસ્ટમ યુ ટર્ન મારીને પાછી આવે છે. આ બધું જ થઈ રહ્યું છે. અલનીનોની અસર છે એના સિવાય એક પછી એક બનતી સિસ્ટમ છે. એ અરબી સમુદ્ર એક્ટિવ થયું છે એટલે પણ સાથે બંગાળની ખાડીમાં સિસ્ટમો બને છે એટલે વેસ્ટર્ન ડિસ્ટરબન્સ સિસ્ટમ સતત વધારે ઉપરથી પસાર થઈ રહી છે એના કારણે પણ બહુ જ બધી હલચલ છે અને હવે એવું કહેવાય કે ચોમાસુ જે વિદાય લેવાનું હોય એ સમય પણ આવી ગયો છે અને એટલે જ વધુ સિસ્ટમો બનવાની સંભાવનાઓ છે અત્યારે વાત કરીએ કે ગુજરાતની શું સ્થિતિ છે કયા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ પડવાનો છે

અને કયા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે આજ રાતની સ્થિતિ તમને બતાવી દઉં એકવાર કે આજે આખી રાત શું થવાનું છે તો રાત્રે તમે જુઓ કે કચ્છની આસપાસ તમને વરસાદ દેખાતો હશે એટલે વિંડીમાં આપણે જોઈએ તો કચ્છ વિરમગામ આ બાજુ બોટાદમાં વરસાદ છે જેતપરમાં પણ વરસાદ છે અને રાજકોટના વિસ્તારોમાં વરસાદ છે. દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં છૂટો છવાયો વરસાદ પડવાનો છે અને ધીરે ધીરે તમે જુઓ કે સ્થિતિ મોડી રાત સુધીમાં 10 11 વાગશે એટલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બતાવે છે.

બાકી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં એની કોઈ જ વધારે અસર નથી. 19 20 તારીખ સુધી હવામાન નિશાંતોનું એવું માનવું છે કે છૂટો છવાયો મધ્યમ વરસાદ ગુજરાતમાં પડતો રહેશે એના સિવાય ખૂબ મોટો વધારે વરસાદ પડવાની સંભાવના નથી કોઈ મોટી સિસ્ટમ નથી એટલે તમે જુઓ કે 19 તારીખે પણ આખો દિવસ તમને મધ્યમ છૂટો છવાયો વરસાદ દેખાશે પણ એની સાથે તમે જુઓ કે અહીંયા એ સિસ્ટમ પહોંચી એટલે એ જે સિસ્ટમ નીકળી હતી એ ઇન્દોર તરફ પહોંચે છે અને પછી એ સિસ્ટમ એકદમ જે કહેવાય કે એક જે તીવ્રતાથી આ પાછી આવી હતી સિસ્ટમ એટલે આખા ગુજરાત પરથી જ્યારે એના ક્લાઉડ પસાર થયા ત્યારે એની તીવ્રતા જેટલી હતી એનાથી ખૂબ ઓછી થઈ જાય છે.

ધીરે ધીરે બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ બને છે અને સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર છે એટલે બંગાળની ખાડીમાં સિસ્ટમ બને છે નીચેના દક્ષિણના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અરબી સમુદ્ર પણ એટલું જ એક્ટિવ છે એટલે એક બાજુ બંગાળની ગાડીમાં બનતી સિસ્ટમ એક બાજુ અરબી સમુદ્ર એક્ટિવ છે એટલે બંનેની અસરો થશે અને ગુજરાતને આ વરસાદ તો સારો મળ્યો છે એટલે જે પાણીની ઘટ હતી જે ચોમાસાના આંકડાઓ જે આપણે જોતા હતા એ સતત ખૂબ ડરાવતા હતા કે ઉનાળો અને શિયાળો કેવી રીતને એટલે શિયાળો પાક કેવી કેવી રીતના ખેડૂતો લેશે જો પાણીની આવક જ નહીં થાય તો ખેડૂતો માટે એ સારા સમાચાર છે કે પાણીની આવક થઈ પણ ખેડૂતોનો પાક જે છે એ તો સાવ ફેલ થઈ ગયો એટલે એ સ્થિતિ તો ખૂબ ગંભીર છે જ પણ ખેડૂતોએ હજી પણ નિરાશ નથી થવાનું કારણ કે હજુ એક રાઉન્ડ વરસાદનો આવવાનો છે કે જેમાં 24 25 તારીખથી એની અસરો તમને દેખાતી શરૂ થઈ જશે અને એ મજબૂત સિસ્ટમ જે છે 24 25 તારીખની આસપાસ ગુજરાતને ગમરોડ છે. 21 તારીખ સુધી ગુજરાતમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ બતાવે છે એટલે અમુક વિસ્તારોમાં સામાન્ય મધ્યમ વરસાદ પડી શકે બાકી ભારે વરસાદ નથી 22 તારીખે તમે જુઓ કે અહીંયા એક સિસ્ટમ બને છે વિશાખાપટ્ટનમના દરિયાકાંઠામાં બનતી એ સિસ્ટમ ખૂબ વધારે મજબૂત અને મજબૂતાઈથી આગળ વધશે અરબી સમુદ્ર તરફ જશે અને એના કારણે એટલે અત્યારે અત્યારથી અનુમાન લગાવું કે અરબી સમુદ્ર તરફ જશે એ પણ ખૂબ વહેલું છે પણ સંભવિત રીતના આ વિશાખાપટ્ટનમ પાસે જે સિસ્ટમ તમને દેખાય છે એ અરબી સમુદ્ર તરફ જાય અને એના ના કારણે ગુજરાતમાં સારો વરસાદ આવે એવું અત્યારે હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત કહી રહ્યા છે.

બાકી હવામાન વિભાગે જે જે વિસ્તારોમાં એલર્ટ આપ્યા છે એની આપણે વાત કરી દીધી છે કે આજના દિવસના જે એલર્ટ હતા એ ઘણા બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદના એલર્ટ આપવામાં આવ્યા હતા. આપણે એકવાર હવામાન વિભાગનું જે સેટેલાઈટ મેપ છે એ પણ જોઈએ અને આપણે જે કીધી અલગ અલગ સિસ્ટમો એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ ગુજરાતની આ સ્થિતિ છે એટલે આખા ભારતની આ સ્થિતિ છે અને ગુજરાતની સ્પેશિયલ સ્થિતિ આપણે જોઈએ તો ગુજરાત ઉપર હજી પણ ક્લાઉડસ છે જે સિસ્ટમ જતી રહે અને આઉટર ક્લાઉડ જે હોય એ હજી ગુજરાત ઉપર છે રાજસ્થાન તરફે જતા દેખાય છે દક્ષિણ ગુજરાતમાં અમુક પાર્ટ છે સાથે તમે જુઓ કે ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતમાં એવું કહેવાય કે ખૂબ ઓછો વરસાદ પડ્યો ત્યાં પણ સારા વરસાદની આગાહી છે એટલે આ સેટેલાઈટ મેપ છે આટલા વાદળો છે આજ રાત અને કાલ સવાર સુધીમાં ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડે એવી એવી સંભાવના છે બાકી છૂટો છવાયો મધ્યમ વરસાદ બધી જ જગ્યાએ 19-20 તારીખ સુધી પડવાની સંભાવના છે એટલે આગામી બે દિવસ સુધી છૂટો છવાયો મધ્યમ વરસાદ પડવાનો છે તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે બાકી હવામાન નિષ્ણાંત હવામાન વિભાગ સાથે વાતચીત કરી અને જે પણ માહિતી હશે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા રહીશું તમે પણ કહેતા રહેજો કે તમારા વિસ્તારમાં શું સ્થિતિ છે કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા સાથે જ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *