મિત્રો રાજેશ ખન્ના સાહેબે એક્વાર ફિલ્મ ઇવેન્ટમાં એક મસ્ત વાત કહી હતી આજ મેં જહાં હું વહાં કોઈ ઓરથા યેભી એક દોર હે વોભી એક દોર થા રાજેશ ખન્ના આ ડાયલોગન સાંભળીને લાગે છેકે આજની બદલાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ પર સેટ થાય છે જેમ તમે જુવો છો અત્યારે સાઉથની ફિલ્મો પોતાની પ્રગતિ દિવસેને દિવસે કરી રહ્યી છે.
હાલની વાત કરીએ તો એક તેલુગુ ફિલ્મ પુષ્પાએ ઓલ ઇન્ડિયામાં એક દિવસની 70 કરોડ કમાણી કરી જયારે હમણાંની બૉલીવુડ ફિલ્મોની વાત કરીએ તો પહેલા દિવસે માત્ર 40 કરોડ કમાણી કરી જેમાં બોલીવુડના સ્ટાર અક્ષય કુમાર રણવીર સિંહ અને અજય દેવગણ હતા છતાં સાઉથ ફિલ્મ આગળ બધાએ એક ફિલ્મ જેટલી કમાણી નતી કરી.
બોલીવુડને લઈને અત્યારે પ્રેક્ષકોને જોઈએ તેવું મનોરંજન નથી મળતું એ વાત અહીં નક્કી થાય છે અહીં સાઉથ ઇન્ડસ્ટ્રીઝનું વર્ચસવ્ય પુરી રીતે વધી રહ્યું છે તેઓ ફિલ્મોમાં સારું કામ કરીને પોતાના દમ પર અહીં સુધી પહોચ્યા છે અહીં જોઈએ તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝની પણ કેટલીક ફિલ્મો હિટ જઈ રહી છે સામે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝ જોઈએ તેવું પરફોર્મન્સ નથી મેળવી રહી.
એક્ટરની વાત કરીએ તો સાઉથના એક્ટરની છબી પણ એટલી સારી બની ચુકી છેકે પ્રેક્ષકો તેમને વધુ પસંદ કરી રહ્યા છે અત્યારે સાઉથ સ્ટાર જોઈએ તો બૉલીવુડ સ્ટાર કરતા મોંઘી ફી લઈ રહ્યા છે જેમાં હમણાં વિજય થલપતિએ માત્ર એક ફિલ્મની ફી 90 કરોડ લઈને તમામ રેકોર્ડ તોડી દીધા છે સાઉથ ફિલ્મોનું વર્ચસ્વ લગાતાર વધી રહ્યું છે.