ગુજરાત પોલીસ વિભાગના ઇતિહાસનો સૌથી મોટો વણાંક અમદાવાદને દેશનું સૌથી સુરક્ષિત શહેર બનાવનાર જાબાઝ આઈપીએસ અધિકારી હવે સંભાળશે આખાએ ગુજરાતની કમાન જી હા નવી દિલ્હીમાં યુપીએસસીની હાઈ લેવલની બેઠક બાદ આખરે મહોર મારી દેવાય છે અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક બન્યા છે ગુજરાતના નવા કાયમી ડીજીપી પૂર્વ ડીજીપી વિકાસ સહાયની નિવૃત્તિ બાદ વરિષ્ઠ આઈપીએસ કેએલએન રાવ ઇન્ચાર્જ તરીકે કે કારભાર સંભાળી રહ્યા હતા
પરંતુ હવે ઇન્ચાર્જ શાસનનો અંત આવ્યો છે સુપ્રીમ કોર્ટ અને યુપીએસસીની ગાઈડલાઈન અનુસાર કાયમી ડીજીપી તરીકે જીએસ મલિકનો કાર્યકાળ બે વર્ષ કરતાં વધુ સમયનો રહેશે એટલે કે ગુજરાત પોલીસને હવે એક લાંબા સમય સુધી મજબૂત અને સ્થિર નેતૃત્વ મળવા જઈ રહ્યું છે મૂળ હરિયાણાના ફરીદાબાદના વતની એવા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકની સફર અદભુત રહી છે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બીટેક અને બાદમાં માં એલએલબી કરનાર જીએસ મલિકે આઈપીએસ બનતા પહેલા ઓએનજીસી બોમ્બે હાઈ અને ભારતીય રેલવેમાં પણ સેવા આપી હતી.
1993 બેચના કડક આઈપીએસ અધિકારીએ ભુજમાં એસએસપી તરીકે કરિયરની શરૂઆત કરી અને ગુજરાતના 6 જિલ્લાના એસપી તથા ચાર મહત્વની રેન્જના વડા તરીકે કાયદો વ્યવસ્થા લોખંડી બનાવ્યા તેમનો અનુભવ માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી પાંચ વર્ષના સેન્ટ્રલ ડેપ્યુટેશન દરમિયાન તેઓ બીએસએફ ગુજરાત ફ્રન્ટીયરના આઈજી
અને સીઆઈએસએફ દિલ્હીમાં એડીજી તરીકે દેશની સુરક્ષા કાજે તેનાત રહ્યા એટલું જ નહીં વર્ષ 2002 માં યુગોસ્લાભિયાના કોસોવ ખાતે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના મિશન એટલે કે યુએન પેનલમાં પણ તેઓ સામેલ થયા હતા જ્યાં તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધ ગુનાઓની તપાસમાં મહત્વની ભૂમિકા ભચવી હતી. વાત કરીએ તેમના કરિયરના માસ્ટર સ્ટ્રોકની તો પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે તેમણે માત્ર 10 મહિનામાં 24000 થી વધુ કોન્સ્ટેબલ્સની 100% પારદર્શક ભરતી કરીને રેકોર્ડ સર્જ્યો હતો.
બીએસએફમાં હતા ત્યારે કચ્છના નાળામાં સેના અને વાયુસેના સાથે મળી પ્રથમવાર સાહસિક હેલીબોન ઓપરેશન પાર પાડ્યું જેમાં પાકિસ્તાની બોટો ઝડપાઈ હતી અને હા અમદાવાદ કમિશનર તરીકે તો તેમણે કમાલ જ કરી દીધી ચંડોળા તળાવ આસપાસ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓના આશ્રય સ્થાન સમાન 10હ000 થી વધુ મકાનો તોડી 4 લાખ ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવી જન ભાગીદારીથી 24000 થી વધુ સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઊભું કર્યું અને આજ કડક પોલિસિંગનું પરિણામ છે
વૈશ્વિક સંસ્થા નંબીઓ દ્વારા વર્ષ 2025 માં અમદાવાદને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરાયું રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત જીએસ મલિક સ્પોર્ટ્સમાં પણ એટલા જ એક્ટિવ છે ઘોડે સવારી અને શૂટિંગમાં તેઓ મેડલ જીતી ચૂક્યા છે આવી બહુમુખી પ્રતિભા ધરાવતા અને એક્શન મોડ માટે જાણીતા જીએસ મલિક હવે ટૂંક સમયમાં જ ગુજરાતના નવા ડીજીપી તરીકેનો વિધિવત ચાર્જ સંભાળશે