1947 થી 1952 ના જવાહરલાલ નહેરૂની સરકારના સમયને અવગણતા માત્ર ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના શાસનકાળે એમને સૌથી લાંબો સમય પ્રધાનમંત્રી રહેનાર દેશના નેતા બનાવી દીધા છે. પણ આ ઇતિહાસની સાથે છેલ્લા 12 વર્ષમાં મોદી સરકારના એવા અનેક નિર્ણયો પણ રહ્યા જેણે દેશને નવી દિશા આપી એવા સામાજિક આર્થિક રાષ્ટ્રીય નિર્ણયો પર નજર કરીએ વર્ષ 2014 માં જ્યારે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બની ત્યારે દેશ સામે આર્થિક સુધારા આંતરરાષ્ટ્રીય છબી
અને પાયાની સુવિધાઓનું વિસ્તરણ જેવા અનેક મોટા પડકારો હતા આજે વર્ષ 2026 માં જ્યારે આ સરકારે શાસનના ના 12 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે દેશના આર્થિક સામાજિક અને વિવાહાત્મક માળખામાં આવેલા મોટા વળાંકોનું મૂલ્યાંકન કરવું જરૂરી બને છે. ઘરમાં બીમારી આવે તો માણસોને સાજું કરવા કરતાં મોટી ચિંતા થતી કે આ ખાટલો એટલો મોંઘો પડશે કે ઘરનો ખાટલો પણ ક્યાંક ના છીનવાઈ જાય. પણ ગુજરાતમાં ચાલતી માં અમૃતમ યોજનાની જેમ જ દેશમાં આયુષ્માન ભારત યોજના
આવી અને મિડલ ક્લાસને બીમારીથી બચવાનો રસ્તો મળ્યો. છેલ્લા એક દાયકામાં સરકારે સામાજિક કલ્યાણની યોજનાઓને સીધી જમીન સ્તર સુધી પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું તથ્યો પર નજર કરીએ તો પીએમ આવાસ યોજના અંતર્ગતચાર કરોડથી વધુ પરિવારોને પાકા મકાનોનું વિસ્તરણ કરવામાં આવ્યું તો સ્વચ્છ ભારત મિશન હેટળ 10 કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ કરીને ગ્રામીણ સેનિટેશનનો વ્યાપ વધારાયો. આ કલ્યાણકારી યોજનાઓમાં સૌથી મોટો ઉમેરો જળજીવન મિશનનો રહ્યો. વર્ષ 2019 માં શરૂ થયેલા મિશન પહેલા દેશના માત્ર 17 ટા ગ્રામીણ ઘરોમાં નળતી પાણી આવતું હતું જે આંકડો આજે 12 વર્ષના અંતે વધીને રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે અને કરોડો ઘરો સુધી શુદ્ધ પીવાનું પાણી
પહોંચાડીને એક મોટી જળ ક્રાંતિ સર્જી છે. યાત્રા ચાલુ છે અનેક ઘરમાં નળ પહોંચ્યા પણ જળની સુવિધા સામે પ્રશ્નો છે પણ 12 વર્ષ પહેલાની સ્થિતિ સાથે સરખામણી કરીએ તો આસમાન જમીનનું અંતર સ્પષ્ટ દેખાય છે. આ ઉપરાંત આયુષ્માન ભારત કાર્ડ દ્વારા દેશના વંચિત વર્ગને 5 થી 10 લાખ રૂપિયા સુધીની કેશલેસ સ્વાસ્થ્ય સુરક્ષા મળી છે. આર્થિક મોર્ચે ભારતે ટેકનોલોજીના ઉપયોગથી ગવર્નન્સનું મોડલ બદલી નાખ્યું છે.જેએએમ એટલે કે જનધન ખાતા આધાર અને મોબાઈલ કનેક્ટિવિટીના સમન્વયથી ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર શરૂ કરાયું. આ સિસ્ટમથી સરકારી સબસીિડી સીધી લાભાર્થીઓના ખાતામાં જમા થતા બચેટિયાઓની ભૂમિકા નૈવત થઈ ગઈ. આ સાથે જ ભારતે વિકસાવેલું યુપીઆઈ. આજે વૈશ્વિક સ્તરે ડિજિટલ પેમેન્ટનું સૌથી મોટું પ્લેટફોર્મ બની ચૂક્યું છે જે નાના વેપારીઓથી લઈને અર્થતંત્રના ઔપચારીકરણમાં મોટો ફાળો આપી રહ્યું છે જ્યારે ટેક્સ સિસ્ટમમાં જીએસટીનો અમલ અને હાઈવે નેટવર્કનું ઝડપી વિસ્તરણ આ સમયગાળાના મહત્વના આર્થિક સુધારા છે. આજે તમે 10 રૂપિયાની સિંગ ખરીદો છો કે ચનાચોર ગરમ એમણે પણ યુપીઆઈથી પેમેન્ટ કરી શકો છો. ભલે આની બહુ મોટી નોંધ ના લેવાઈ હોય પણ
નરેન્દ્ર મોદીના શાસનકાળની કદાચ આ સૌથી મોટી ક્રાંતિ છે. મોદી સરકારના કાર્યકાળ દરમિયાન કેટલાક એવા નિર્ણયો પણ લેવાયા જે દાયકાઓથી પેન્ડિંગ હતા. ઓગસ્ટ 2019 માં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરીને રાજ્યને બંધારણીય રીતે ભારત સાથે સંપૂર્ણપણે સાકળી લેવામાં આવ્યું. વ્યુત્મક સુરક્ષાની વાત કરીએ તો સરહદ પાર સર્જીકલ સ્ટ્રાઇક અને બાલાકોટ એર સ્ટ્રાઇક જેવા આક્રમક પગલાથી ભારતે પોતાની સંરક્ષણ નીતિ બદલી આ સાથે જ સંરક્ષણ બજેટનો મોટો હિસ્સો મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સ્થાનિક ઉત્પાદન માટે ફાળવીને હત્યારોની આયાત ઘટાડવા તરફ મજબૂત પગલા લેવાયા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતે પશ્ચિમ દેશો અને ગ્લોબલ સાઉથ વચ્ચે એક સંતુલિત કડી તરીકે પોતાની ઓળખ બનાવી છે.જી20 જી20 સમિટનું સફળ આયોજન અને વૈશ્વિક સંકટોમાં ભારતની મુસદ્દીગીરી દેશનું વજન વધાર્યું છે. તો બીજી તરફ ઘરેલુ સ્તરે અયોધ્યામાં કાનૂની પ્રક્રિયા બાદ ભવ્ય રામ મંદિરનું નિર્માણ એ સાંસ્કૃતિક વારસાના જતનને અને રાષ્ટ્રવાદના મજબૂત પ્રતીક તરીકે ઉભરી આવ્યું છે. કોઈપણ નેતા જ્યારે દેશના વડા તરીકે 12 વર્ષ પૂરા કરે તો સ્વાભાવિક રીતે ટીકા કરવા માટે અનેક મુદ્દા હોવાના પણ સામે જે સફળતાઓ મળી છે એ પણ ઐતિહાસિક છે. સમય અનેક વાતો માટે નેતાઓને યાદ રાખે છે પણ યુપીઆઈથી લઈ આયુષ્યમાન ભારત કે પછી જમ્મુ કાશ્મીર અને રામ મંદિર જેવા નિર્ણયોએ બેશક રીતે નરેન્દ્ર મોદીને ઇતિહાસમાં અંકિત કર્યા છે. તમને પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના કયા નિર્ણયો સૌથી વધારે આકર્ષ્યા એ અમને કોમેન્ટ કરી જણાવો નમસ્કાર