જેકલીન ફર્નાડિસ કેસમાં જેમ જેમ ઇડી કડક વલણમાં પુછતાજ કરી રહી છે તેમ દિવસે ને દિવસે નવા ખુલાસા થઈ રહ્યા છે હવે 200 કરોડની ઠગાઈ કરનાર જેક્લીનના બોયફ્રેન્ડ સુકેશ ચંદ્રશેખરે જેકલીન પરજ ગંભીર આરોપ લગાવ્યા છે સુકેશે કહ્યું કે જેકલીન જે પણ પુછતાજમાં બોલી રહીછે તે તમામ જૂઠ છે.
સુકેશના મુજબ તેણે જેકલીનને વધુ પૈસા આપ્યા હતા પરંતુ પુછતાજમાં તે ઓછા પૈસા લીધાનું જણાવી રહી છે પાછળના દિવસોમાં જેકલીને ખુલાસો કર્યો હતો કે સુકેશે જેકલીનની ઓસ્ટ્રેલિયામાં રહેતી બહેનને દોઢ લાખ ડોલર આપ્યા હતા પરંતુ સુકેશનું કહેવું છેકે તેણે જેકલીનની બહેનને 1 લાખ 80 હજાર ડોલર આપ્યા હતા.
તેની સાથે બીએમડબ્લ્યુ કાર પણ ગિફ્ટ કરી હતી જયારે જેક્લીનનું કહેવું છેકે જેકલીનના માતા પિતાને સુકેશ ભાડા પર ગાડીઓ અપાવી હતી પરંતુ સુકેશ ચંદ્રશેખર નું કહેવું છેકે તેને જેકલીન ફર્નાડિસના માતા પિતાને મર્સડિઝ સ્પોર્ટ જેવી ગાડીઓ ગિફ્ટ કરી હતી.
બૉલીવુડ હંગામાના એક રિપોર્ટ મુજબ સુકેશ ચંદ્રશેખરનું કહેવું છેકે જેકલીન ફર્નાડિસ વિરુદ્ધ તપાસ કરવામાં આવે તમામ સચ્ચાઈ બહાર આવી જાય પૂરી પુછતાજમાં અત્યાર સુધી જેકલીન ફર્નાડિસ જૂઠ બોલતી આવી છે પહેલી વાર ઇડીએ જયારે જેકલીનને બોલાવી હતી.
ત્યારે તેણે કહ્યું આ કેસમાં તે પીડિત અને સુકેશ ચન્દ્રશેખરે તેનો ઉપયોગ કર્યો પરંતુ સચ્ચાઈ બહાર આવી ત્યારે ખબર પડી કે જેકલીને સુકેશ જોડેથી 10 કરોડની ગિફ્ટ લીધી હતી આ કેશમાં વધુ શ્રદ્ધા કપૂર નોરા અને શિલ્પા શેટ્ટી સહિત 12 એક્ટરનું નામ સામે આવ્યું છે.