Cli

જ્યારે નાના પાટેકરને અભિનેત્રીએ સેટ પર જ મારી દીધો થપ્પડ! પછી જે થયું…

Uncategorized

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ ઓછા એક્ટર્સ એવા છે જે નેચરલ એક્ટર છે. એટલે કે જે પાત્ર તેમને આપવામાં આવે તેને જોતી વખતે તમે ભૂલી જાઓ કે તે એક્ટિંગ કરી રહ્યો છે. તેમાં નાના પાટેકરનું નામ પણ સામેલ છે. નાના પાટેકર સાથે જે લોકો કામ કરી ચૂક્યા છે અથવા જેમને તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે તેઓ પોતાની જાતને થેંકફુલ માને છે કે આટલા મોટા દિગ્ગજ પાસેથી તેમને થોડી ટ્રેનિંગ મળી.

પરંતુ જ્યારે એક યંગ એક્ટ્રેસને નાના પાટેકરે મેથડ એક્ટિંગ શીખવવી ચાહી તો તેમને લેવાના દેવા પડી ગયા અને તે યંગ એક્ટ્રેસ પાસેથી લાફો પણ ખાવો પડી ગયો. જી હા, નાના પાટેકરે કોઈને લાફો માર્યો હોય એવા તો ઘણા કિસ્સા છે પરંતુ નાના પાટેકરને એક્ટ્રેસે લાફો માર્યો હોય તેવો આ કિસ્સો રેર છે. વેલ, આ કિસ્સો શેર કર્યો છે નાના પાટેકર સાથે કામ કરી ચૂકેલી એક્ટ્રેસ મધુએ.

મધુ નાના પાટેકર સાથે યશવંત નામની ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ ક્રિટિકલી અક્લેમ્ડ ફિલ્મ હતી અને આ જ ફિલ્મના શૂટિંગ દરમિયાન આ કિસ્સો બન્યો હતો. મધુ જણાવે છે કે તેમને તે દિવસે નાના પાટેકર સાથે એક સીન શૂટ કરવાનો હતો જેમાં મધુએ રડવાનું હતું. સામાન્ય રીતે જ્યારે રડવાના સીન કરવાના હોય છે ત્યારે એક્ટ્રેસીસની આંખોમાં ગ્લિસરીન નાખી દેવામાં આવે છે જેથી આંસુ આવી જાય.

તે દિવસે પણ સેટ પર ગ્લિસરીન હાજર હતું. પરંતુ નાના પાટેકરે મધુને કહ્યું કે અસલમાં રડવું આવવું જોઈએ, ત્યારે જ તું તારા પાત્ર સાથે જોડાયેલી દેખાઈશ અને કેમેરા પર નેચરલ એક્ટર લાગીશ. પરંતુ મધુને તે સીનમાં નેચરલ રીતે રડવું આવી જ નહોતું રહ્યું. ત્યારે જ સીન દરમિયાન નાના પાટેકર અચાનક તેમને જોરદાર થપ્પડ મારી દે છે અને આ થપ્પડથી મધુ પોતે શોક થઈ જાય છે. મધુ કહે છે કે રિટર્નમાં તેમણે પણ નાના પાટેકરને થપ્પડ મારી દીધી. એવું એટલા માટે કારણ કે આ સીનના ઘણા રિહર્સલ કરવામાં આવ્યા હતા. રિહર્સલ દરમિયાન ક્યારેય પણ નાના પાટેકરે મને થપ્પડ નહોતી મારી. પરંતુ જેવું સીનનું શૂટિંગ થઈ રહ્યું હતું

તો મારી આંખોમાં ઓરિજિનલ આંસુ લાવવા માટે નાના પાટેકર આ થપ્પડ મારશે, એવું તેમણે મને સીન પહેલાં પણ જણાવ્યું નહોતું. અચાનક જ્યારે તેમણે સીન દરમિયાન મને થપ્પડ મારી તો મને બહુ ગુસ્સો આવ્યો. હું થોડા ગુસ્સાવાળા સ્વભાવની છું. આજે પણ જો મને કોઈ આ રીતે થપ્પડ મારે તો હું રિટર્નમાં થપ્પડ મારી દઈશ. મેં તે દિવસે પણ એવું જ કર્યું હતું. મેં નાના પાટેકરને રિટર્નમાં થપ્પડ મારી દીધી હતી. જો કે મધુ નાના પાટેકરને ક્રેડિટ આપે છે અને કહે છે કે તેમણે જ મને મેથડ એક્ટિંગ શીખવાડી. પરંતુ આ મેથડ એક્ટિંગ શીખવવી નાના પાટેકરને ભારે પડી ગઈ. તેઓ સીનમાં ઓરિજિનલિટી લાવવા માટે મધુને થપ્પડ મારી રહ્યા હતા પરંતુ રિટર્નમાં તેમને જ થપ્પડ પડી ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *