યુએસ તમારા બાળકોને ક્યારે અમેરિકા મોકલતા નહી એક બહેન રડતા રડતા કહી રહી છે કેમ કે તેને પોતાના ભાઈને ત્યાં ખોઈ નાખ્યો છે અમેરિકા એક એવો દેશ જ્યાં પહોંચવાનું લાખો યુવાનોનું સપનું હોય છે જ્યાં સફળતા કારકિર્દી ઉજ્જવળ ભવિષ્યના સપના લઈને ભારતના હજારો દીકરા દીકરીઓ ત્યાં જાય છે પણ ક્યારેક એક ફોન કોલ આવે પરિવારના સપના તૂટી જાય તેલંગાણા માં પણ કઈક એવું જ થયું તેલંગાણાના 28 વર્ષીય અંશુલ કૂચા સાથે એવી ઘટના બની જે સાંભળ્યા પછી
આપણું હૃદય થંભી જાય ચાર વર્ષ પહેલા તે ભારત છોડી અને અમેરિકા ગયો હતો એક મલ્ટીનેશનલ કંપનીમાં સારી નોકરી કરી રહ્યો હતો સ્થિતિ સારી હતી જીવન સારું હતું પરિવારના સપના હતા પણ વધારાની કમાઈ માટે અને એવું કહેવાય કે વીકેન્ડમાં શું કરવું તો પછી વીકેન્ડમાં પીઝા ડિલિવરીનું પાર્ટ ટાઈમ જોબ કરવા લાગ્યો એ પીઝા ડિલીવરીની જોબ એના માટે જરૂરી ન હતી પણ એમ માં જ એ જોબ કરતો હતો. એક દિવસ એક પીઝાનો ઓર્ડર આવે છે અને આખી જિંદગી એની બદલાઈ જાય છે.
શનિવારની રાત હતી અંશુલને એક ડિલેવરી રિક્વેસ્ટ મળે છે સરનામું થોડું સુમશાન જગ્યા પર હોય છે પણ અંશુલનું એ કામ હતું એટલે એને ત્યાં જવું પડે છે. આસપાસ કોઈ દેખાતું નથી ગ્રાહક પણ નથી કોઈ અવાજ પણ નથી અને પછી અચાનક જ અંધકારમાં બે નકાપોષ હુમલાખોરો આવે છે અને પછી અંશુલ સામે ગોળી ચલાવી દે છે. ગોળીઓનો અવાજ ગુંજી ઉઠે છે. હુમલાખોરો અંશુલના માથા પર ગોડી મારી અને ત્યાંથી ફરાર થઈ જાય છે. ત્યાં ફરી એકવાર એ અમેરિકાની ધરતી પર એ રસ્તા પર ભારતીય યુવાન મરેલો પડ્યો છે.
જે થોડા સમય પહેલા પોતાના પરિવારના ભવિષ્ય માટે મહેનત કરી રહ્યો હતો અને અત્યારે એ હવે આ દુનિયામાં નથી રહ્યો. હુમલાખોરોએ કોઈ લૂટફાટ નથી કરી ના કોઈ પૈસા લઈ ગયો ના કોઈ સામાન ના કોઈ ફોન કશું જ નથી લઈ ગયા. તો પછી પ્રશ્ન એ થાય છે કે શું આ માત્ર લૂટનો કેસ થોડી છે એની પાછળના કારણો શું છે કે પછી આ કંઈક અજાણીયું રહસ્ય જે છે એ અમેરિકામાં છે. પરિવારનો આરોપ છે કે આખું એક કાવતરું હતું નકલી પીઝા ઓર્ડર દેવામાં આવ્યો જેનું હેતુ માત્ર ને માત્ર અંશુલને જાળમાં ફસાવવાનો હતો. આજે ભારતમાં એક પરિવાર ભાંગી પડ્યો છે એક બહેન પોતાના ભાઈ માટે રડી રહી છે
એક ઘરમાં પોતાના દીકરાની રાહ જોવાઈ રહી છે જે ક્યારેય પાછો નહીં આવી શકે તેની બહેનના શબ્દો જે છે એ આરપાર નીકળી જાય એવા છે કે તમને હાથ જોડીને કહું છું કે તમે તમારા દીકરાઓને અમેરિકા ન મોકલતા. મારા ભાઈને પોતાને અમેરિકા જવા નહોતું જવું છતાં પણ અમે એને મોકલ્યો એના ઉજવળ ભવિષ્ય માટે અને આજે તે અમારી વચ્ચે નથી. આ ઘટના માત્ર અંશુલની હત્યાનો કેસ કે પછી એ ઘટના પૂરતો સીમિત નથી વિદેશમાં સારું ભવિષ્ય શોધવા નીકળેલા ભારતીય યુવાનો ત્યાં કેટલા સુરક્ષિત છે એ સૌથી મોટો પ્રશ્ન છે અને કેટલા સપનાઓ વિદેશની ધરતી પર દફનાઈ જાય છે