મિડલ ઈસ્ટમાં યુદ્ધની આગ હજી ઠરી નથી ઈરાન ઇઝરાયેલ અમેરિકા વચ્ચેના તણાવ વચ્ચે હવે જે સમાચાર સામે આવ્યા છે એ સમગ્ર વિશ્વના રાજકારણમાં ખડભડાટ મચાવી દે તેવા છે ઈરાનના રાષ્ટ્રપતિએ રાજીનામું આપી દીધું શું ઈરાનની ચૂંટાયેલી સરકાર હવે સત્તાથી વંચિત થઈ જવાની છે અને શું દેશના તમામ મહત્વના નિર્ણય હવે સૈન્ય અને બીજા લોકો જ કરવાના છે સત્તા અને સરકારના આખા ખેલમાં ઈરાનના રાષ્ટ્રપતિના રાજીનામા પર આટલી બધી ચર્ચાઓ કેમ થઈ રહી છે? વિસ્તારથી આ વિષય પર વાત કરીશું.
નમસ્કાર આપની સાથે હું છું પાયલ. આ બધા સવાલો એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે એક આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેસ્કિયાએ પોતાનું રાજીનામું આપી દીધું છે અને એ રાજીનામા આપવાનું કારણ એ છે કે સત્તામાં હોવા છતાં સરકાર હોવા છતાં એમને કોઈ કઈ પૂછતું નથી. યુકે સ્થિત મીડિયા હાઉસમાંથી એક સમાચાર આવે છે ઈરાન ઇન્ટરનેશનલના અહેવાલ મુજબ ચર્ચા એ જન્મ લે છે કે ઈરાનના રાષ્ટ્રપતિએ રાજીનામું આપી દીધું છે સુપ્રીમ લીડર અને બધા સાથે વાતચીત કરી અને પછી રાજીનામું ધરી દેવામાં આવ્યું છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે યુદ્ધકાળ દરમિયાન લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયો જે હતા કે પછી વ્યુ રચના હતી એમાં સતત એ આઈઆરજીસી જ બધા નિર્ણયો લેતા હતા અને એ પ્રમાણે બધું થતું હતું સરકાર માટે પોતાની જવાબદારીઓ નિભાવવી એ મુશ્કેલ બની ગઈ હતી કારણ કે એમના હાથમાં સત્તા હોવા છતાં પણ સત્તા ન હતી. આ જેટલા પણ અહેવાલો આવ્યા એના પછી એવો દાવો કરવામાં આવ્યો કે રાજીનામા પત્રમાં રાષ્ટ્રપતિએ એવું લખેલું જ છે કે એમને ખરાબ લાગ્યું છે કે એમને કોઈ નિર્ણય નથી લેવા દીધા સરકાર જે પણ નિર્ણય લેતી હતી કે જે પણ થતું હતું યુદ્ધની પરિસ્થિતિમાં અત્યારે જે થઈ રહ્યું છે એ આઈઆરજીસી પ્રમાણે થઈ રહ્યું છે અને એટલે જ હવે એ રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપે છે. જો કે આ સમાચાર એ વાયુવેગે ફેલાઈ ગયા અને એના પછી એવા સમાચાર આવે છે કે આખી વાત જે છે એ અફવાહ છે. રિપોર્ટ એવું કહી રહ્યા છે કે આખી વાત અફવાહ છે કારણ કે ત્યાના જેટલા પણ ન્યુઝ એજન્સી છે
કે પછી ત્યાના જેટલા પણ મંત્રીને બધા છે એ બધાનું એવું કહેવું છે કે આ અફવાહ છે ઓફિશિયલીટ્ટવીitટter અને સોશિયલ મીડિયા પર એ પોસ્ટ કરવામાં આવી છે કે આ અહેવાલો પર ધ્યાન ન આપવું રાષ્ટ્રપતિએ કોઈ રાજીનામું નથી આપ્યું અને જે પણ રાજીનામાની વાત છે એ સમગ્ર અફવાહ છે. હવે જો ખરેખર રાષ્ટ્રપતિ રાજીનામું આપ્યું છે કે પછી આ અફવાહ છે એ ઈરાનને ખબર પણ અત્યારે તો સૌથી મોટો પ્રશ્ન એ છે કે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ જો રાજીનામું આપે છે તો પછી પરિસ્થિતિ શું થવાની છે? મિડલ ઈસ્ટ પહેલેથી જ યુદ્ધ અને અસ્થિરતાના માહોલમાંથી પસાર થઈ રહ્યું છે
આવા સમયે ઈરાનમાંથી સામે આવેલા અહેવાલો વૈશ્વિક રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા ઊભી કરે છે. હવે સમગ્ર વિશ્વની નજર એ એના ઉપર છે કે જો ખરેખર રાજીનામું નથી આપ્યું તો પછી નારાજગી છે કે કેમ? કારણ કે કોઈ અહેવાલો આવ્યા છે તો એની પાછળ કંઈક તો કારણ હોઈ શકે છે. હવે કારણો એ ઈરાન સ્પષ્ટ કરી શકે છે. રાષ્ટ્રપતિ જો ખરેખર રાજીનામું આપી રહ્યા છે તો આ યુદ્ધ અલગ દિશા તરફ જઈ રહ્યું છે અને જો આ અફવા છે તો પછી એ માત્ર અફવાહના કારણે પણ ઘણા બધા બદલાવ આવી શકે છે એ એની અસરો આપણને ખબર જ છે કે કેવી રીતના થતી હોય છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો Facebook પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વીડિયોને લાઈક અને શેર કરજો.