જે વર્તમાન હવામાન પ્રણાલીઓ છે તેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને જેના કારણે ગઈકાલે ગુજરાત રીજીયનમાં લાઈટ ટુ મોડરેટ સ્કેટર્ડ (છૂટોછવાયો) વરસાદ અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ નોંધાયો છે. આજે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ વેસ્ટ ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારો પર સી લેવલથી ૩.૧ અને ૭.૬ કિલોમીટરની વચ્ચે છે અને તેની સાથે એક ટ્રફ ૫.૮ કિલોમીટર પર લંબાયેલો છે, જેની પોઝિશન ૭૦ ડિગ્રી ઈસ્ટ અને ૨૦ ડિગ્રી નોર્થની આસપાસ છે. એક બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન સેન્ટ્રલ પાકિસ્તાન અને આસપાસના વિસ્તાર પર મીન સી લેવલથી ૧.૫ કિલોમીટર ઉપર બનેલું છે અને ત્યાંથી એક ટ્રફ નોર્થ અરેબિયન સી સુધી ૧.૫ કિલોમીટર પર ગયો છે. આ સાથે જ સાઉથ-વેસ્ટર્નલી (દક્ષિણ-પશ્ચિમી) પવનો ફૂંકાઈ રહ્યા છે
.આ હવામાન પ્રણાલીઓની અસરથી આપણે અપેક્ષા રાખી શકીએ છીએ કે આગામી છ દિવસ સુધી ગુજરાત રીજીયન અને કચ્છમાં આઇસોલેટેડથી સ્કેટર્ડ અને ત્રીજા દિવસે ફેરલી વાઈડ સ્પ્રેડ (મોટાભાગના વિસ્તારોમાં) વરસાદ થવાની સંભાવના છે. આ સાથે જ આપણે પહેલા દિવસથી છઠ્ઠા દિવસ સુધી ગાજવીજ સાથેના વાવાઝોડા (થંડરસ્ટોર્મ)ની પણ અપેક્ષા રાખી રહ્યા છીએ. જેમાં પહેલા ત્રણ દિવસ થંડરસ્ટોર્મની સ્પીડ ગુજરાત રીજીયનમાં ૫૦ થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાક છ દિવસ સુધી રહેશે, જ્યારે ગુજરાત રીજીયનમાં ચોથા દિવસથી છઠ્ઠા દિવસ સુધી ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાક રહેશે.આજના દિવસ માટે આપણે હેલસ્ટોર્મ (કરા સાથે વરસાદ) પણ રાખ્યો છે, જે રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદને અડતા ઉત્તર ગુજરાત રીજીયનના સરહદી જિલ્લાઓ છે જેમાં અરવલ્લી, મહીસાગર અને દાહોદ છે.
આ વિસ્તારોમાં કરા પડવાની સંભાવના રાખી છે અને એક-બે જિલ્લા આપણે સાઉથ ગુજરાત રીજીયનના પણ કરા માટે કવર કર્યા છે. આ સાથે જ સરહદી જિલ્લાઓ જેવા કે અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં પહેલા અને બીજા દિવસે આઇસોલેટેડ હેવી રેન (ભારે વરસાદ)ની પણ અપેક્ષા છે. ત્રીજા દિવસે સાઉથ ગુજરાત રીજીયનમાં થોડો ભારે વરસાદ અપેક્ષિત છે, જેમાં નર્મદા, તાપી અને ડાંગ વગેરે સામેલ છે.તાપમાનની વાત કરીએ તો, ગઈકાલે ઉત્તર ગુજરાત રીજીયન અને સાઉથ ગુજરાત રીજીયનમાં તાપમાન થોડું ઘટ્યું છે.
અમદાવાદનું તાપમાન પણ ૨ થી ૩ ડિગ્રી ડાઉન થયું છે અને ગઈકાલે સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં ૪૧.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અત્યારે આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય (નો લાર્જ ચેન્જ) તેવી અપેક્ષા છે. ત્યારબાદ મહત્તમ તાપમાનમાં ફરીથી ૨ થી ૪ ડિગ્રીનો ઘટાડો થશે.માછીમારોની વાત કરીએ તો, પહેલા દિવસ માટે આપણે નોર્થ ગુજરાત અને સાઉથ ગુજરાત બંને વિસ્તારના માછીમારો માટે ચેતવણી આપી છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ ૨૫ થી ૩૦ નોટ્સ અને ઝાપટાં સાથે ૩૫ નોટ્સની આસપાસ રહેવાની અપેક્ષા છે. પવનની દિશા સાઉથ-વેસ્ટર્નલી રહેશે, એટલે કે પ્રેશર ગ્રેડિયન્ટના કારણે સાઉથ-વેસ્ટ તરફથી મજબૂત પવનો આવશે.સ્થાનિક હવામાનની વાત કરીએ તો, આજે આપણે અપેક્ષા રાખી શકીએ છીએ કે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીની આસપાસ રહેશે. હવામાન સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને સાંજ અથવા રાત્રિના સમયે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદના એક કે બે સ્પેલ આવી શકે છે.
ગાંધીનગર જેવા બાકીના વિસ્તારોમાં પણ આપણે ૪૦ ડિગ્રી તાપમાનની અપેક્ષા રાખી શકીએ છીએ. માછીમારો માટે ચેતવણી માત્ર પહેલા દિવસ માટે જ રાખવામાં આવી છે, ત્યારબાદ ત્યાં પવનની ગતિ થોડી ઓછી થઈ જશે.ખાસ કરીને સાંજ પછી અમદાવાદમાં હવામાન કેવું રહેશે તો અત્યારે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ છે અને રાત્રે કે સાંજે વરસાદનો એક સ્પેલ આવી શકે તેવું લાગે છે. આ સિસ્ટમ કેટલી મજબૂત હોઈ શકે? આ હળવાથી મધ્યમ છે, જેમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (WD) સાથે ટ્રફ છે એટલે કે WD વાળી સિસ્ટમ છે, પાકિસ્તાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને અરેબિયન સી સુધી એક ટ્રફ બનેલો છે.