Cli

પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો? પેટ્રોલ 100 પાર…

Uncategorized

ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે માત્ર 10 દિવસમાં આ ચોથી વાર થયેલો વધારો છે કટકે કટકે જે વધારો થયો છે 10 દિવસની અંદર સાત રૂપિયા કરતાં પણ વધારેનો વધારો છે પેટ્રોલમાં તમે વિચારો કે સામાન્ય માણસના ખિસ્સા પર એના રસોડા પર આની કેટલી અસર થશે ભાવ વધારાના કારણ શું છે હજુ ભાવ વધારો થઈ શકે કે કેમ વિસ્તારથી આ વિષય પર વાત કરીશું

નમસ્કાર આપની સાથે હું છું પાયલ હાલ પેટ્રોલનો ભાવ લગભગ 2.61 રૂપિયા વધ્યો છે અને ડીઝલના ભાવમાં 2.71 71નો વધારો થયો છે પેટ્રોલ 100 રૂપિયાને પાર પહોંચી ગયું છે અને 10 દિવસની અંદર આ ચોથી વાર થયેલો વધારો છે. સૌથી પહેલા 15 મેના દિવસે વધારો થયો એના પછી 19 મે એના પછી હમણાં વધારો અને ફરી એકવાર વધારો થયો છે. વચ્ચે જે બે ભાવ વધારા થયા એ પૈસામાં હતા એટલે કોઈને ધ્યાન ન આવ્યું એ 90 પૈસા પણ એક રૂપિયાની આસપાસ હતા અને અત્યારે જોઈએ તો પેટ્રોલના ભાવમાં છેલ્લે જેટલા પણ વધારા થયા એ 7 રૂપિયા કરતાં પણ વધારેનો વધારો છે એટલે તમે વિચારો કે પેટ્રોલના ભાવમાં સાત રૂપિયાનો વધારો

જો એક સાથે સીધો વધારો થાય તો માણસને નજર પર આવે પણ જ્યારે આવી રીતના કટકે કટકે વધારો થાય તો બધાને એવું લાગે કે ના ના બે રૂપિયા જ વધ્યા છે ના ત રૂપિયા જ વધ્યા છે જો કે બધાની એક્સપેક્ટેશન તો એવી હતી કે 10 રૂપિયા 12 રૂપિયા એક સાથે વધી જશે એ એકસાથે નહી પણ કટકે કટકે તો અત્યારે વધી જ રહ્યા છે. અત્યારે પરિસ્થિતિ જે છે એટલે વોર જે ચાલી રહી છે વોરની પરિસ્થિતિની વચ્ચે જ્યારે પેટ્રોલ વધારો એટલે પેટ્રોલના ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે આગળ શું થશે? પેટ્રોલ પંપ સુધી અત્યારે એ ભાવ સીમિત નથી રહેવાનો એટલે આપણને એવું લાગે કે પેટ્રોલ ડીઝલ જ મોંઘું થયું છે પણ જેમ જેમ પેટ્રોલ ડીઝલ મોંઘું થશે એની બધી જ જે અસરો છે અર્થવ્યવસ્થા પર થવાની છે બધી જ વસ્તુ ધીરે ધીરે મોંઘી થતી જવાની છે ટ્રક ટેમ્પોના ભાડા વધવાના છે એની અસર શાકભાજી ફળ અનાજ દૈનિક વસ્તુઓ જે આપણે આપણે રોજ લઈએ છીએ

એ બધી જ વસ્તુ પર એ વધારાની અસર દેખાશે સાથે જ એ ડીઝલમાં વધારો થાય એટલે ખેડૂત અને ખેતીમાં ખર્ચો વધી જાય અત્યારે પણ ડીઝલ માટે ખેડૂતો લાંબી લાંબી લાઈનો લગાવી રહ્યા છે ખેડૂતને જ્યારે ડીઝલ નથી મળતું અને મોંઘું ડીઝલ મળશે ત્યારે તમે વિચારો કે એના માટે ખેતી કરવી કેટલી મુશ્કેલ બની જવાની છે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સતત થતો વધારો એના કારણે અત્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે ઈરાન અમેરિકા વચ્ચે વધતો તણાવ હવે એ સ્થિતિ એટલી બધી વકરી ગઈ છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત લગભગ વધારો થઈ રહ્યો છે

પહેલા એ ક્રૂડ ઓઇલમાં 70 ડોલરનો પ્રતિ બેરલ ભાવ હતો જે હવે 100 ડોલરની પાર પહોંચી ગયો છે અને એટલે જ હવે ધીરે ધીરે આપણે મોંઘવારીમાં ધકેલાતા જઈ રહ્યા છીએ પ્રશ્ન એ આવે છે કે હજુ કેટલું મોંઘું થશે પેટ્રોલ અને ડીઝલ કારણ કે 7 રૂપિયાની આસપાસનો વધારો છે અત્યારે તો ભારતમાં આપણને આટલું મોંઘું પેટ્રોલ અને ડીઝલ મળી પણ રહ્યું છે ઘણા બધા દેશોમાં અત્યારે ે એ સ્થિતિ છે કે પેટ્રોલ ડીઝલ મળે પણ નહીં જો સાવ એવું થાય છે તો પછી પ્રધાનમંત્રીએ જે કહ્યું હતું

કે આપણે ફરી એકવાર લોકડાઉન જેવી પરિસ્થિતિ થઈ શકે છે જો આપણી પાસે અછત થાય છે પેટ્રોલ અને ડીઝલની એટલે હજી તો બહુ બધી વસ્તુઓ છે કે માત્ર સ્ટેટ ઓફ હોમુઝ જ નહીં જો અત્યારે બંધ છે તો બીજા કયા કયા વિકલ્પો આપણી પાસે છે એ પણ આપણે જોવાનું છે પણ અત્યારે તો સૌથી વધારે સામાન્ય માણસને આનો ઝટકો લાગ્યો છે મોંગવારીમાં વધુ વધારો જે થઈ રહ્યો છે એટલે મોંગવારી અત્યારે ઓલરેડી જે હતી એમાં વધારો થાય છે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાને કારણે સામાન્ય માણસના જે આખા મહિનાના એવું કહેવાય કે બધું ગણતરી પ્રમાણે હોય એ બધું વિખેરાતું દેખાઈ રહ્યું છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોડિયોને લાઈક અને શેર કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *