“20મી સદીમાં લોકો સિનેમા હોલમાં ફિલ્મો જોતા હતા…
પણ એક એવી ફિલ્મ આવી, જે ક્યારેય થિયેટરમાં રિલીઝ જ નહોતી થઈ — છતાં સુપરહિટ બની ગઈ!માત્ર વીડિયો કૅસેટ્સ દ્વારા ઘરમાં જોઈ ગયેલી આ ફિલ્મના ગીતોએ આખા દેશમાં ધૂમ મચાવી દીધી હતી.
‘ક્યા કરતા થે સાજના’, ‘લાલ દુપટ્ટા મલમલ કા’ જેવા ગીતો આજે પણ લોકોની યાદોમાં જીવંત છે.
આ ફિલ્મ હતી — ‘લાલ દુપટ્ટા મલમલ કા’ટી-સિરિઝના માલિક ગુલશન કુમારે પહેલેથી ગીતો રેકોર્ડ કરીને બજારમાં ઉતાર્યા હતા. ગીતો એટલા સુપરહિટ થયા કે પછી તેની આસપાસ આખી ફિલ્મ બનાવી દેવામાં આવી!
માત્ર 75 લાખના બજેટમાં બનેલી આ ફિલ્મે વીડિયો કૅસેટ્સ દ્વારા કરોડોની કમાણી કરી હતી.
તે સમયમાં આ એક અનોખો રેકોર્ડ હતો.ફિલ્મમાં કોઈ મોટા સ્ટાર નહોતા.
સાહિલ ચઢ્ઢા અને વેવરલી જેવા નવા ચહેરાઓ સાથે બનેલી આ ફિલ્મમાં માત્ર ગુલશન ગ્રોવર અને વિજેન્દ્ર ઘાટગે જાણીતા કલાકારો હતા.
ફિલ્મના ગીતોએ લોકોના દિલ જીતી લીધા.
80-90ના દાયકાના લોકો આજે પણ આ ગીતોની મીઠાશ ભૂલી શકતા નથી.આ ફિલ્મની સફળતા પછી જ ટી-સિરિઝે ‘આશિકી’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ બનાવી અને પછી ક્યારેય પાછળ વળી ને જોયું નહીં.”