Cli

કોણ છે ગુજરાતી દબંગ અભિનેત્રી જેને વડાપ્રધાનને પણ ખખડાવી નાખ્યા!

Uncategorized

ભારતના સૌથી મોટા વૈજ્ઞાનિક માતા એક મહાન નૃત્યાંગના અને પોતે ગુજરાતી ફિલ્મના અભિનેત્રી જી હા મિત્રો આ ગુજરાતના એવા દબંગ અભિનેત્રી હતા જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ખખડાવી નાખ્યા હતા મિત્રો અમે વાત કરી રહ્યા છીએ મલ્લિકા સારાભાઈ વિશે મિત્રો એક મહાન વૈજ્ઞાનિકના પુત્રીએ કેવી રીતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો અને સમય જતાં તેમની સાથે શું થયું હતું

તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાન થી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો મલ્લિકા સારાભાઈ નો જન્મ 9 મે 1953 ના રોજ અમદાવાદમાં થયો હતો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ગુજરાતના નૃત્યાંગના અને અભિનેત્રી મલ્લિકા સારાભાઈના પિતાનું નામ વિક્રમ સારાભાઈ હતું જેઓ એક વૈજ્ઞાનિક હતા અને માતાનું નામ મૃણાલીબેન હતું જેઓ જાણીતા નૃત્યકાર હતા મલ્લિકા સારાભાઈએ અમદાવાદમાં બીએ તથા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટમાંથી એમબીએ પદવીઓ મેળવી હતી માનસશાસ્ત્રમાં સંશોધન મહાનિબંધ લખી ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચડી પદવી પ્રાપ્ત કરી બીજી બાજુ માતાની દર્પણ સંસ્થામાં શિક્ષણ લઈ

ભારતનાટ્યમ અને કુચીપુડી નૃત્યોમાં કામયાબી મેળવી હતી મલ્લિકા સારાભાઈની ફિલ્મી સફર મિત્રો શરૂઆતમાં તેમણે ગુજરાતી તથા હિન્દી ફિલ્મોમાં અભિનય આપી તેમની કલાની પ્રતીતિ કરાવી હતી મેના ગુજરી અસાડી બીજ નો રંગ સોનબા અને રૂપબા ભાથીજી મહારાજ અજવાળી રાત અમાસની નાગપાચમ હરસિદ્ધિ માતા મહાકાળી પાવાવાળી અને બળિયાદેવ જેવા ધાર્મિક સામાજિક અને લોક કથા આધારિત ચિત્રોમાં મુખ્ય પાત્રો અભિનય કર્યા હતા

સોનલ મુઠ્ઠીભર ચાવલ હિમાલય સે ઊંચા શીશા કથા તથા અમ્મા જેવા અન્ય ભાષી ચિત્રોમાં પણ કામ કર્યું શ્રેષ્ઠ કલાકાર તરીકે તેમને સંખ્યાબંધ એવોર્ડ મેળવ્યા ગુજરાત સરકારનો કલા ક્ષેત્રનો ગૌરવ પુરસ્કાર પણ તેમને અપાયો ચલચિત્ર સાથે ટીવીના નાના પડદા માટે પણ તેમણે વિવિધ કાર્યક્રમો કર્યા ટર્લિંગ પોઇન્ટ આઈ વિટનેસ ઓન એર વિથ મલ્લિકા સ્ટોરી ટેલર આદિ સંખ્યાબંધ શ્રેણીઓ માટે પ્રસ્તુત કર્તાની ભૂમિકા કરી પર્યાવરણના વિષયની તથા અન્ય શૈક્ષણિક શ્રેણીઓમાં અભિનય તથા નિર્દેશન જેવી કામગીરી પણ કરી રાજકારણ સફર મિત્રો 1984 માં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર

તરીકે લોકસભાની ચૂંટણીમાં જંપલાવ્યું જેમાં તેમની લાલકૃષ્ણ અડવાણી સામે કારમી હાર થઈ ડિપોઝિટ પણ ગુમાવી વર્ષ 2009 ની લોકસભા ચૂંટણીમાં ફરી ગાંધીનગરની લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણીના હરીફ તરીકે સ્વતંત્ર ઉમેદવારીની જાહેરાત કરી 2011 માં તાત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સદભાવના મિશનનો વિરોધ કર્યો 2002 ના ગુજરાત કોમી તોફાનો અનુસંધાને નરેન્દ્ર મોદી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પીટીશન ફાઇલ કરી 8 જાન્યુઆરી 2014 થી તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અંગત જીવન મિત્રો 1982 માં તેમના લગ્ન બિપિન શાહ જોડે થયા સાત વર્ષના સહજીવન બાદ તેઓ છૂટા પડ્યા તેમના બે સંતાનો છે પુત્ર રેવંત અને પુત્રી અનાહિતા બિપિન શાહ અને મલ્લિકા સારાભાઈ 1984 માં સાથે મળીને મેપિન પબ્લિક સીની સ્થાપના કરેલી જે આજ દિન સુધી કાર્યરત છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *