મૌની રોય અને સૂરજ નામ્બિયારનો સંબંધ અત્યારે તૂટવાને આરે છે. લગ્નના 4 વર્ષ બાદ હવે તેમના છૂટાછેડાની ચર્ચાએ જોર પકડ્યું છે. ફેન્સ મૌની આ બાબતે મૌન તોડે તેની રાહ જોઈ રહ્યા છે. ટીવીની ‘નાગિન’ તરીકે જાણીતી મૌનીની પર્સનલ લાઈફ હાલમાં હેડલાઈન્સમાં છે.
સૂરજ પહેલા મૌનીનું નામ પાંચ લોકો સાથે જોડાઈ ચૂક્યું છે, પરંતુ કોઈની સાથે તેનો સંસાર વસી શક્યો નહીં.ચર્ચાઓ મુજબ, મૌની અને સૂરજ વચ્ચે અણબનાવ સર્જાયો છે. આ અટકળોને ત્યારે વેગ મળ્યો જ્યારે બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા અને સાથેની તસવીરો પણ ડિલીટ કરી નાખી.
હજુ સુધી આ મામલે મૌની કે સૂરજે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.આ વિવાદો વચ્ચે મૌનીના ભૂતકાળના અફેર પણ ચર્ચામાં આવ્યા છે: 1. ગૌરવ ચોપરા: મૌનીનો સૌથી વિવાદિત સંબંધ ગૌરવ ચોપરા સાથે હતો. એક રિયાલિટી શો દરમિયાન બંને નજીક આવ્યા હતા. મૌનીએ એકવાર લગ્નની વાત પણ કરી હતી, પરંતુ પછી તેમનો સંબંધ તૂટી ગયો.
2. મોહિત રૈના: ‘દેવો કે દેવ મહાદેવ’ ના સેટ પર મૌની અને મોહિત રૈના વચ્ચે પ્રેમ થયો હતો. લોકો આ જોડીને ખૂબ પસંદ કરતા હતા. એવું કહેવાય છે કે મોહિત લગ્ન કરવા માંગતો હતો, પરંતુ મૌનીએ બોલિવૂડમાં કરિયર બનાવવા માટે તેને છોડી દીધો. 3. પુલકિત સમ્રાટ: કરિયરની શરૂઆતમાં ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ દરમિયાન મૌનીનું નામ પુલકિત સમ્રાટ સાથે જોડાયું હતું, જોકે બંનેએ હંમેશા તેને અફવા ગણાવી હતી.
4. પ્રતીક ઉત્તેકર: ડાન્સ કોરિયોગ્રાફર પ્રતીક સાથે પણ મૌનીની મિત્રતા ખૂબ ચર્ચાઈ હતી. મૌનીએ તેને સોશિયલ મીડિયા પર ‘સ્પેશિયલ પર્સન’ પણ કહ્યો હતો. 5. અયાન મુખર્જી: ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મના શૂટિંગ દરમિયાન ડિરેક્ટર અયાન મુખર્જી અને મૌનીની નિકટતાની ચર્ચાઓ થઈ હતી, પરંતુ પાછળથી તેમણે પોતાના સંબંધને માત્ર મિત્રતા ગણાવી હતી.