ઓ હો હો તમે ક્યાં ગામના ગોરી મિત્રો આ ફેમસ ડાયલોગ સાંભળ્યા જ ગુજરાતી ફિલ્મના દિગ્ગજ હાસ્ય કલાકાર રમેશ મહેતાની યાદ આવી જાય છે ગુજરાતી ફિલ્મોના કોમેડી સુપરસ્ટાર રમેશ મહેતા તેમના દમદાર અભિનય માટે જાણીતા છે તેમનો જન્મ 23 જૂન 1934 ના રોજ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના નવાગામ ખાતે થયો હતો પરંતુ શું મિત્રો તમે જાણો છો તેમનું મૃત્યુ કેવી રીતે થયું હતું અંત સમયે તેમની પાસે કેમ કોઈ ન હતું હતું મિત્રો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે
તેથી ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ મિત્રો રમેશ મહેતાને નાનપણથી જ નાટકો લખવાનું અને અભિનયનો શોખ હતો અમદાવાદના ભારત ભૂષણ થિયેટરમાં તેમણે છ મહિના નોકરી પણ કરી હતી રાજકોટમાં પી ડબલ્યુડી માં મહિનાના 65 રૂપિયાના પગારે વંથલી સાઈટ પર કામ કર્યું અને ડેરી વ્યવસાય કરવાની પણ કોશિશ કરી નોકરીએ લાગ્યા બાદ પોતાની 17 વર્ષની ઉંમરે 1919 49 માં વિજયાબહેન સાથે લગ્ન બાદ તેઓ બે દીકરા અને બે દીકરીના પિતા બન્યા અને પછી મુંબઈની કેસી કોલેજમાં એક વર્ષ માટે નાટક કલાનું જ્ઞાન મેળવ્યું અહીં તેઓ મેકઅપ એક્ટિંગ ડિરેક્શન લાઈટિંગ સ્પીચ આર્ટ જેવા ગુણો શીખ્યા
આ પછી તેમણે નાટકો લખવાના શરૂ કર્યા મિત્રો નાટકોના લેખન મંચન દરમિયાન તેઓ અરવિંદ પંડ્યાના સંપર્કમાં આવ્યા અને યોગાનું યોગ તેમના દ્વારા ગુજરાતી ચલચિત્ર હસ્તમે મેળાપની કથા લખવાનું બન્યું તેમના દ્વારા લખાયેલું આ પ્રથમ ગુજરાતી ચલચિત્ર હતું આ પછી તો તેમણે ચલચિત્રોની કથા સવાંદ લખતા લખતા અભિનય પર પણ ધ્યાન આપ્યું મોટાભાગે પોતાનું પાત્રાલેખન અને સવાંદોએ જાતે જ લખતા તેઓ અનેક ગુજરાતી ચલચિત્રોમાં સહાયક ભૂમિકાઓમાં કામ કરી ચૂક્યા હતા તેમણે ગાજરની પીપોડી નામના ગુજરાતી ચલચિત્રમાં મુખ્ય ભૂમિકા પણ નિભાવી હતી તેમણે વર્ષ 1969 માં હસ્તમેળાપના નામની ફિલ્મ લખી હતી તેમણે 50 થી વધારે ફિલ્મો લખી અને ઘણા ગીતો પણ લખ્યા મિત્રો 70 ના દાયકામાં તેમણે જેસલ તોરલના સવાંદો લખ્યા અને જેસલના ભાઈબંધનું પાત્ર ભજવીને લોકોને ખૂબ હસાવ્યા રમેશ મહેતાએ ઘણી ફિલ્મોમાં કોમેડિયન તરીકે દમદાર અભિનય કર્યો છે અને ઘણી લોકપ્રિયતા મેળવી છે લોકો રમેશ મહેતાની કોઈપણ ફિલ્મોમાં એન્ટ્રી જોવા હંમેશા ઉત્સાહિત રહેતા હતા
તેઓ એટલા લોકપ્રિય બની ગયા હતા કે તેઓ દિવસ રાત શુટિંગ કરતા હતા અને તેમની પાસે ફિલ્મોની પણ લાંબી લાઈનો લાગેલી હતી મિત્રો તેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગના સુપરસ્ટાર સાથે કામ કર્યું છે અને તેમનો ફોટો પોસ્ટર પર લોકો જોવે તો જ ફિલ્મ જોવા જતાં એવી સ્થિતિ હતી રમેશ મહેતાની ફિલ્મોમાં એન્ટ્રી થતાં જ થિયેટરમાં સીટીઓ વાગવા લાગતી મિત્રો રમેશ મહેતાએ 200 થી પણ વધારે ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે
તેમની પ્રખ્યાત ફિલ્મોની વાત કરીએ તો જેસલ તોરલ હોથલ પદમણી મેના ગુજરી સંતુ રંગીલી સોન કંસારી ગંગાસતી મણિયારો જાગ્યા ત્યાંથી સવાર ઢોલી મરદનો માંડવો ઢોલા મારુ હિરણને કાંઠે વગેરે છે મિત્રો ફિલ્મ કરિયર દરમિયાન તેમને ઘણા બધા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા તેઓ સામાજિક કાર્યોમાં પણ ખૂબ જ આગળ રહેતા હતા ગુજરાત ગૌરવ ખિતાબ સંગીત નાટક એકેડેમી એવોર્ડ પણ તેમને એનાયત કરવામાં આવ્યો હતો તમને જણાવી દઈએ કે 11 મે 2012 ના રોજ લાંબી બીમારી પછી 78 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું