Cli

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધમાં USA અને ઈઝરાયેલ વચ્ચે કઈ બાબતે ગતિરોધ યથાવત છે?

Uncategorized

ઈરાન અને અમેરિકા વચ્ચે ગુરુવારના દિવસે વાર્તાલાપ થાય તેવી સંભાવના છે બે અઠવાડિયાનું સીસફાયર પૂરું થાય તે પહેલા જ બંને દેશો વચ્ચે એક બેઠક થવા જઈ રહી છે જો કે હજુ પણ બંને દેશો વચ્ચે કેટલાક મહત્વના મુદ્દે ગતિરોધ યથાવત છે પરંતુ બીજા તબક્કાની વાતચીતને લઈને કોઈ જગ્યા હજી સુધી નક્કી કરવામાં આવી નથી આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું છું

પાર્થ આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા બ્લુમબર્ગ અનુસાર ઇસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકા વચ્ચેના વાર્તાલાપમાં કોઈપણ પ્રકારનું પરિણામ નોતું આવ્યું પરંતુ હવે ઈરાન અને અમેરિકા બીજા તબક્કાની વાતચીત માટે તૈયાર થયા છે. અપેક્ષા છે કે બે અઠવાડિયાનું જે સીસ ફાયર છે તે પહેલા જ આ વાતચીત શક્ય છે. આંતરરાષ્ટ્રીય અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ અનુસાર અમેરિકાએ માંગણી કરી છે કે આગામી સમયમાં 20 વર્ષ સુધી યુરેનિયમનું એનરીચમેન્ટ રોકવાની વાત તેના દ્વારા કરવામાં આવી છે જો કે ઈરાન વધુમાં વધુ માત્ર પાંચ વર્ષ માટે સહેમત થયું છે આ ઉપરાંત અમેરિકા ઈરાન પાસે જેટલું પણ એનરીચ કરેલું યુરેનિયમનો જથ્થો છે

તેને પાછો મેળવવા માંગે છે પરંતુ ઈરાન આ બાબતે પણ સહેમત નથી અને આ એનરીચ કરેલું યુરેનિયમ ડાયલ્યુટ કરવા માટે ઈરાન હવે સહેમત થયું આમ આ ઉપરોક્ત મુદ્દાઓ પર ઈરાન અને અમેરિકા વચ્ચે ગતિરોધ [સંગીત] યથાવત છે જો કે એક વસ્તુ ચોક્કસ છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે વાર્તાલાપ ક્યાં યોજાશે તે સ્થળ [સંગીત] હજુ નક્કી નથી. ઇસ્લામાબાદ દ્વારા ઓફર કરી દેવામાં આવી છે પરંતુ હજી સુધી અમેરિકા દ્વારા પાકિસ્તાનની આ ઓફરનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. વાત કરીએ ઈરાનની તો ઈરાનમાં અમેરિકાના અને ઇઝરાયેલના હુમલામાં જે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું હતું તેને ઈરાન ખૂબ ઝડપથી તેનું સમારકામ કરી રહ્યું છે.

તમામ રૂટ પર ઈરાનમાં રેલવેની સેવાઓ યથાવત થઈ ગઈ છે. ઈરાન દ્વારા 96 કલાકમાં આ રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અપેક્ષા રાખીએ કે ઈરાન અને અમેરિકા વચ્ચે જે નવો વાર્તાલાપ થવા જઈ રહ્યો છે તેમાં સમાધાનનો રસ્તો નીકળે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્ટેટ ઓફ હોરમુઝના ઘેરાબંદીની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ફ્રાન્સ અને બ્રિટન અમેરિકાની આ ઘેરાબંધીને સહયોગ આપવા માટે રાજી નથી. વાત કરીએ લેબનોનની તો લેબનોનમાં હેસબોલ્લાના પ્રમુખ નાઈમ કાસીિમ દ્વારા કહેવામાં આવ્યું છે

કે લોકો કહે છે કે જો અમે ઇઝરાયેલનો સામનો ન કર્યો હોત તો તો અમારે આટલું નુકસાન ન ઉઠાવવું પડ્યું હોત પરંતુ જો અમે સામનો ના કરતા તો અમે વધારે ખોઈ દેત અને બધું જ ખોવાઈ જાત શું તમને લાગે છે કે ઇઝરાયેલ અમને છોડી દેતું હુમલા તેજ કરી રહ્યું છે આપને દર્શક મિત્રો જણાવી દઈએ કે 28મી ફેબ્રુઆરી પછી જ્યારથી ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે તે પછી ઇઝરાયેલની ડિફેન્સ ફોર્સીસ દ્વારા લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યા છે અને આ પછી લેબનોનમાં જે સંગઠન છે ઈરાનની જે પ્રોક્સી સેના છે જેમનું નામ છે

રઝબુલ્લા તેમના દ્વારા ઉત્તર ઇઝરાયેલ પર ખૂબ મોટાપાએ રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતોને અને હવે ઇઝરાયેલ આવનારા સમયમાં દક્ષિણ લેબનોનનો જે વિસ્તાર છે જે લીતાની રિવર સુધી જાય છે તેને પણ પોતાના ત્યાં તે હવે એનિક્સ એટલે કે પચાવી પાડવા માંગે છે જે કારણે લેબનોન અને ઇઝરાયેલ વચ્ચે એક બફર ઝોનનું નિર્માણ થાય તો હવે અપેક્ષા રાખીએ કે આવનારા સમયમાં અમેરિકા અને ઈરાન વચ્ચે જે વાર્તાલાપ થાય તેમાં પરમાણુ કરારોને લઈને સહેમતિ સધાય કેમ કે પશ્ચિમ એશિયામાં જે ભીષણ સંગ્રામ [ગળું સાફ કરે છે] ચાલ્યો જે 40 દિવસ સુધી ચાલ્યો તેના કારણે સમગ્ર દુનિયાની સામે ઉર્જા સંકટ પણ પેદા થઈ ગયું છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *