અમિતાભ બચ્ચન જ્યાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના મોટા સુપરસ્ટાર છે, ત્યાં વાત કરીએ કમલ હાસનની તો તેઓ સાઉથ ઇન્ડસ્ટ્રીના મોટા સુપરસ્ટાર છે. અમિતાભ બચ્ચનને જેમ બોલિવૂડમાં ભગવાનની જેમ પૂજવામાં આવે છે, તેવું જ કઈક કમલ હાસન અને રજનીકાંત માટે પણ છે. પરંતુ જ્યારે કમલ હાસનને અમિતાભ સાથે એક ફિલ્મમાં કામ કરવાનું આવ્યું, ત્યારે કમલ હાસનને ટેન્શન થઈ ગયું અને તેમણે ડાયરેક્ટરને કહી દીધું
કે જ્યારે તમે આમને લઈ લીધા છે તો હું ફિલ્મમાં શું કરીશ. કમલ હાસન પોતે પણ એક મોટા એક્ટર છે, તેમની સાથે ફિલ્મમાં કોઈ પણ બીજો એક્ટર કામ કરે તેનાથી તેમને ફરક પડવો જોઈએ નહીં. તો પછી એવી કઈ વાત બની કે કમલ હાસન પોતાની જ ફિલ્મને લઈને ઇનસિક્યોર થઈ ગયા. ચાલો જાણીએ આજની આ વાતમાં.આ વાત છે 1985ની ફિલ્મ ‘ગિરફ્તાર’ની. આ ફિલ્મને સાઉથના પ્રોડ્યુસર્સે પ્રોડ્યુસ કરી હતી અને પ્રયાગરાજ નામના ડાયરેક્ટરે તેને ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મની કાસ્ટિંગની વાત કરીએ તો મેઈન હીરો કમલ હાસન હતા. આ સિવાય ફિલ્મમાં પૂનમ ધિલ્લોન પણ હતી.
કમલ હાસન ઓલરેડી ફિલ્મ સાઈન કરી ચૂક્યા હતા અને તેમને ફિલ્મની વાર્તા ખબર હતી. આ દરમિયાન કમલ હાસનને ખબર પડે છે કે ડાયરેક્ટરે આ ફિલ્મ માટે અમિતાભ બચ્ચનને પણ કાસ્ટ કર્યા છે. અમિતાભ બચ્ચન તે દિવસોમાં ઓછી ફિલ્મો સાઈન કરી રહ્યા હતા કારણ કે તેઓ રાજકારણમાં ખૂબ સક્રિય હતા, તેથી તેઓ ફિલ્મોને લગભગ ના જ કહી રહ્યા હતા. પરંતુ જેમ તેમ કરીને પ્રયાગરાજે અમિતાભને મનાવી લીધા અને અમિતાભે આ ફિલ્મમાં એક કેમિયો (નાનકડો રોલ) કરવા માટે હા પાડી દીધી.જ્યાં સુધી કમલ હાસનને એ ખબર હતી કે અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં માત્ર કેમિયો કરી રહ્યા છે
ત્યાં સુધી તેઓ ખુશ હતા. પરંતુ થોડા દિવસો પછી કમલ હાસનને ખબર પડે છે કે ડાયરેક્ટરે રમત રમી લીધી છે. ડાયરેક્ટરે મને તો જણાવ્યું છે કે અમિતાભ બચ્ચન કેમિયોમાં છે, પણ બીજી તરફ અમિતાભનું શૂટિંગ 10 દિવસનું રાખ્યું છે. તે દિવસોમાં 10 દિવસનું શૂટિંગ એટલે અમિતાભ સાથે આખી ફિલ્મ પૂરી કરી શકાય એવો માહોલ હતો. કમલ હાસનને આ વાત સાંભળીને લાગ્યું કે તેમની સાથે ચોક્કસ ડાયરેક્ટરે રમત કરી છે અને તેમણે અમિતાભ બચ્ચનને ફિલ્મના લીડ હીરો બનાવી દીધા છે. મને તો આ ફિલ્મમાં કઈ કામ જ નહીં મળે, મારો તો આ ફિલ્મમાં કોઈ રોલ જ નહીં રહે.
અને થોડા જ દિવસો પછી ડાયરેક્ટરે બીજું એક આવું જ કામ કર્યું. અમિતાભ બચ્ચનને તો સાઈન કરી જ લીધા હતા, હવે તેમણે રજનીકાંતને પણ આ ફિલ્મમાં એક કેમિયો માટે મનાવી લીધા હતા.કમલ હાસન ઉપર ઘણું પ્રેશર આવી ગયું હતું. એક તરફ અમિતાભ બચ્ચન અને બીજી તરફ રજનીકાંત. બંનેનું સ્ક્રિન પ્રેઝન્સ જબરદસ્ત છે અને ફેન્સ પણ ખૂબ વધારે છે. તેમની વચ્ચે કમલ હાસન ફિલ્મને કેવી રીતે લીડ કરશે? અને શું ફિલ્મના અંત સુધી કમલ હાસનનો રોલ એટલો જ રહેશે જેટલો તેમને કહેવામાં આવ્યો હતો કે પછી અંત આવતા આવતા અમિતાભ બચ્ચન ફિલ્મના લીડ હીરો બની જશે? આ પ્રકારના ડાઉટ્સ કમલ હાસનને સતાવી રહ્યા હતા.એક દિવસ કમલ હાસને ડાયરેક્ટરને સીધું પૂછી જ લીધું અને કહ્યું કે, ‘સર, તમે એક તરફ રજનીકાંતજીને લઈ લીધા છે કેમિયો માટે, અમિતાભ બચ્ચનજી માટે તમે કેમિયોની વાત કરી હતી પણ તેમનું 10 દિવસનું શૂટિંગ કરી રહ્યા છો. એવો કયો કેમિયો છે જે 10 દિવસ સુધી શૂટ કરવામાં આવે છે? અને જો આ બંને ફિલ્મમાં હશે તો મારો શું રોલ હશે?’ ત્યારે ડાયરેક્ટરે એક વચ્ચેનો રસ્તો કાઢ્યો.
તેમણે કમલ હાસનને કહ્યું કે તમે ચિંતા ન કરો, હું અમિતાભ બચ્ચન અને રજનીકાંતને એવા રોલ આપીશ જે પ્રભાવશાળી પણ હશે અને તેનાથી તમારો રોલ બિલકુલ કપાશે નહીં. ડાયરેક્ટરે જ્યારે આ ખાતરી આપી ત્યારે જ કમલ હાસને ફિલ્મનું શૂટિંગ કર્યું.ડાયરેક્ટરે જણાવ્યું કે રજનીકાંત અને અમિતાભના રોલને ન્યાય આપવા માટે એકને હીરોનો ભાઈ બનાવી દીધો અને બીજાને હીરોનો મિત્ર બનાવી દીધો. આમ બંને હંમેશા હીરોની આસપાસ જ હતા અને હીરોનો રોલ પણ ઓછો થયો નહીં. કંઈક આ રીતે તેમણે ત્રણેય સ્ટાર્સને મેનેજ કર્યા. આ એક બહુ મોટી સ્ટાર કાસ્ટ હતી અને તે સમયે આ એક મોટું જોખમ પણ હતું કે આટલી મોટી સ્ટાર કાસ્ટ સાથે જો ફિલ્મને ન્યાય ન મળ્યો અને ઓડિયન્સને પસંદ ન આવી તો શું થશે? પરંતુ આખરે આ ફિલ્મ રિલીઝ થઈ, ઓડિયન્સને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી અને બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું. ‘ગિરફ્તાર’ ફિલ્મ એવી કેટલીક ફિલ્મોમાંની એક છે જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આટલા મોટા દિગ્ગજોએ એકસાથે કામ કર્યું છે – અમિતાભ બચ્ચન, રજનીકાંત અને કમલ હાસન.