નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ગઈકાલે અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો સિસ્ટમ ખૂબ મજબૂત છે જે તમને અહીંયા દેખાતી પણ હશે એ સિસ્ટમની અસરને કારણે આજે દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે કચ્છમાં પણ અતિભારે વરસાદ પડવાનો છે સિસ્ટમ એ બે દિવસ સુધી એટલે આજ અને કાલ સુધી આગામી 48 કલાક સુધી સક્રિય રહેશે અને એની અસરો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં થાય તેવી સંભાવના છે પહેલા આપણે આપણે જોઈએ કે આજના દિવસમાં કયા કયા વિસ્તારો એવા છે
કે જ્યાં વરસાદની આગાહી છે એટલે તમે જુઓ કે આ દરિયાકાંઠાનો આખો ભટ્ટો છે ત્યાં વરસાદ પડશે. સિસ્ટમની અસરને કારણે જૂનાગઢથી લઈને સૌરાષ્ટ્રથી લઈને અમદાવાદ ઉત્તર ગુજરાત સુધી વરસાદ પડવાની સંભાવના છે. કચ્છમાં પણ વરસાદ પડશે. શાંત સુધીમાં એ સ્થિતિ બદલાઈ જશે. કાલે ચોથી તારીખ છે અને ચોથી તારીખે તમે જુઓ કે એની અસર માત્ર આ ભાવનગરથી લઈને વેરાવડનો જે પટ્ટો છે ત્યાં થવાની છે દક્ષિણ ગુજરાતમાં એની અસર થવાની છે એટલે સુરત વલસાડ તાપી ડાંગમાં એની અસર થવાની છે મધ્ય ગુજરાતમાં થશે દાહોદ છોટા ઉદેપુર નર્મદાવાળા પટ્ટામાં વરસાદ પડશે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડશે ચોથી તારીખ સુધી એની અસર રહેશે પાંચમી તારીખથી તમે જુઓ કે વાતાવરણ એકદમ રાબેતા મુજબ થઈ જવાનું છે.
સિસ્ટમ અહીંયા ક્યાંક બની હતી ઓમાનની નજીક બનેલી એ સિસ્ટમ ધીરે ધીરે આગળ આવી એની અસર પાકિસ્તાન પર થઈ એની અસર ગુજરાતના કચ્છના ભાગમાં થઈ એની અસર હવે આજે દરિયાકાંઠાના વિસ્તારમાં થવાની છે. પણ સિસ્ટમ ભયંકર મજબૂત છે એટલે એની અસરો પણ એટલી વધારે રહેવાની છે કારણ કે એ સિસ્ટમને કારણે આખું સૌરાષ્ટ્ર ચપેટામાં આવે એટલી મોટી એ સિસ્ટમ છે. સિસ્ટમ ધીરે ધીરે આગળ તો વધી રહી છે પણ એની અસરો જે છે એટલે એકવાર સિસ્ટમ પસાર થઈ ગઈ એ ટ્રફ પસાર થઈ ગયો એના પછી જે ભેજવાળા વાદળો હોય એ ભેજવાળા વાદળોને કારણે પણ વરસાદ પડે અને પાંચમી તારીખની આસપાસે છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. એપ્રિલ મહિનાનો આ પહેલો વરસાદ છે પણ એના પછી પણ એપ્રિલ એન્ડમાં વરસાદ પડવાનો છે.
હવામાન વિભાગ હવામાન નિષ્ણાંતની આપણે આગાહીઓ જોઈએ તો એમનું કહેવું છે કે એપ્રિલના એન્ડમાં પણ એક સિસ્ટમ બની રહી છે અત્યારે અલગ અલગ સિસ્ટમો કેમ બની રહી છે એનું કારણ છે કે અરબી સમુદ્ર પણ એક્ટિવ છે અને આ બાજુ બંગાળની ખાડી પણ એટલી એક્ટિવ છે એટલે જ્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને એક્ટિવ હોય અહીંયા પણ એક એક સિસ્ટમો બનતી દેખાશે એની અસરને કારણે દક્ષિણ ભારતમાં બધી જ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે ઉપરના પ્રદેશો તમે જુઓ કે લેહ લદ્દાખ અને એ બધા જ પ્રદેશોમાં હિંમ વરસાદ થઈ રહી છે એટલે ઉપર મનાલી લે લદ્દાખ વાળા પ્રદેશમાં બધે હિમ વર્ષા થઈ રહી છે નીચે વરસાદ પડી રહ્યો છે આ બાજુથી સિસ્ટમ અરબી સમુદ્રમાં એક પછી એક બને છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમો જે બને છે
એની અસરને કારણે ગુજરાતમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે આગામી મે મહિનામાં પણ સિસ્ટમો બનવાની સંભાવના છે આ બે મહિના એટલે ઉનાળાના આ બે મહિનામાં અલગ અલગ સિસ્ટમો બનતી રહેશે મેમાં વાવાઝોડું સક્રિય થાય એવી આગાહી પણ કરવામાં આવી છે અત્યારે તો જે સિસ્ટમ છે એની અસરને કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં માં વરસાદ પડવાનો છે બાકીના વિસ્તારોમાં કાલે વરસાદ પડશે એટલે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કાલે ભારે વરસાદની આગાહી છે બાકી હવામાનને લઈને જે પણ માહિતી હશે તમારા સુધી પહોંચાડતા રહીશું તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે કાલે તમારે ત્યાં વરસાદ પડ્યો હતો કે કેમ અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વીડિયોને લાઈક અને શેર કરજો