Cli

ભારત પાસે હતી સંપૂર્ણ માહિતી… છતાં પાકિસ્તાનનો ન્યૂક્લિયર પ્રોગ્રામ કેમ ન અટક્યો?

Uncategorized

ધુરંધર ફિલ્મ જો્યા બાદ ભારતની ગુપ્તચર એજન્સી રો ની પ્રશંસા કરતા ઘણા લોકોને કદાચ ખબર નહિ હોય કે એક વખત રોએ ભારતને એટલી શક્તિશાળી માહિતી આપેલી કે જેને ઉપયોગમાં લેતા ભારત, પાકિસ્તાન જે પોતાની સૌથી મોટી શક્તિ એટલે કે ન્યૂક્લિયર પાવર બની રહ્યું હતું તેને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવતું હતું।

વાત છે વર્ષ 1976ની। ત્યારે રો એજન્ટ્સ પાકિસ્તાનમાં હતા। તેમને ખ્યાલ મળ્યો કે પાકિસ્તાન ન્યૂક્લિયર પાવર બનવાની તૈયારી કરી રહ્યું છે। કારણ કે ભારત ન્યૂક્લિયર ટેસ્ટ કરી ચૂક્યું હતું અને પછી પાકિસ્તાને પણ પોતાના અધિકારીઓને કહી દીધું હતું કે અમારે પણ ન્યૂક્લિયર પાવર બનવું છે। ત્યારબાદ પાકિસ્તાને ગુપ્ત રીતે ન્યૂક્લિયર સુવિધા વિકસાવવાનું શરૂ કર્યું।

રાવલપિંડીનું એક પહાડી વિસ્તાર છે કહૂતા, જ્યાં ખાન રિસર્ચ લેબોરેટરી છે। અહીં મોટા વિજ્ઞાની અવરજવર કરે છે એવી માહિતી રો એજન્ટ્સ સુધી પહોંચી। તેમને શંકા થઈ કે અહીં જ પાકિસ્તાન પોતાની ન્યૂક્લિયર ફેસિલિટી બનાવી રહ્યું છે। પરંતુ એ સુપર-સિક્યોર્ડ વિસ્તારમાં પહોંચવું બહુ મુશ્કેલ હતું।

ભારતના એજન્ટ્સે એ જ વિસ્તાર પ્રમાણે ભેસ બદલવાનો નિર્ણય કર્યો। ગામ છે તો ગામવાળા બનીને જવું. જ્યારે કહૂતા ન્યૂક્લિયર પાવર બનાવવા વ્યસ્ત હતું, ત્યારે ભારતના અનેક જાસૂસ ક્યારે ખેડૂત, ક્યારે ટેક્સી ડ્રાઈવર, તો ક્યારે ભીખારી બનીને ત્યાં પહોંચ્યા।
ભારતના “જેમ્સ બોન્ડ” ગણાતા અજીત ડોવાલ તો ભીખારીનો વેશ ધારણ કરીને ત્યાં પહોંચ્યા હતા અને તેઓ લગભગ એક વર્ષ સુધી આ ભેળસેળમાં રહી માહિતી એકત્ર કરતા હતા।

લેબની અંદર કોઈને એન્ટ્રી નહોતી, ત્યારે માહિતી ક્યાંથી મળે? લેબના વૈજ્ઞાનિકો ગામના સેલૂનમાં વાળ કાપવા જતા હતા। જો તેઓ ન્યૂક્લિયર પ્રોજેક્ટ પર કામ કરતા હોય તો તેમની વાળમાં યુરેનિયમ અને રેડિએશનના અંશ ચોક્કસ મળે. અજીત ડોવાલને માત્ર એટલું જ ધ્યાન રાખવું હતું કે સેલૂન બંધ થાય ત્યાર બાદ એ વાળ તેમને મળી રહે. સેલૂન બંધ થતાં જ તેઓ ત્યાંથી થોડા વાળ લઈને ભારતમાં મોકલતા। અહીં તપાસ થતાં તે પોઝિટિવ નીકળ્યા—અર્થાત્ પાકિસ્તાન ખરેખર ન્યૂક્લિયર ફેસિલિટી બનાવી રહ્યું હતું।

આ દરમિયાન બીજા એક રો એજન્ટને એક એવો વ્યક્તિ મળ્યો જેના પાસે પાકિસ્તાનના ન્યૂક્લિયર પ્લાન્ટનો પૂર્ણ નકશો હતો। પરંતુ તે વ્યક્તિ લાખો રૂપિયા માગતો હતો। એજન્ટ્સે ભારતને જાણ કરી કે થોડાં પૈસા આપીએ તો પાકિસ્તાનનું સંપૂર્ણ બ્લૂપ્રિન્ટ આપણને મળી જશે।

પરંતુ ત્યારે ભારતની રાજકીય પરિસ્થિતિ બદલાઈ। ઇમરજન્સી બાદ ઈંદિરા ગાંધી હટી અને મોરારજી દેસાઈ આવ્યા। તેમને શંકા હતી કે ઈંદિરા રો નો ઉપયોગ રાજકીય જાસૂસી માટે કરતી હતી। તેમણે પીએમ બનતાં જ રો નું બજેટ કાપી દીધું। રોના એજન્ટ્સે બ્લૂપ્રિન્ટ મેળવવા માટે પૈસા મંગાવ્યા ત્યારે તેમણે મંજૂરી આપી નહોતી।

એ પછી પણ ઈઝરાયલ ભારત સાથે ઉભું હતું અને કહી રહ્યું હતું કે જો પાકિસ્તાનનો ન્યૂક્લિયર પ્લાન્ટ ઉડાવવો હોય તો અમે સાથે છીએ। પરંતુ તેની પણ મંજૂરી ના મળતા આ પ્લાન અમલમાં આવી શક્યો નહોતો।

એટલું જ નહિ, મોરારજી દેસાઈએ પાકિસ્તાન સાથે સારા સંબંધ બનાવવાના બહાને ત્યાંના ડિક્ટેટર જિયાઉલ હકને વાતોમાં જ કહી દીધું કે તમારા ન્યૂક્લિયર પ્લાન્ટની તૈયારી કેવી ચાલી રહી છે। જેના કારણે પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો। તેમને સમજાયું કે ભારત સુધી આ ગુપ્ત માહિતી પહોંચી કેવી રીતે? પછી પાકિસ્તાને ઈન્ટર્નલ તપાસ શરૂ કરી અને તેમને સમજાયું કે તેમના વચ્ચે ભારતીય એજન્ટ્સ છે।

અનેક ભારતીય એજન્ટ્સ પકડાયા અને તેમને ખૂબ જ અત્યાચાર સહન કરવાનો વારો આવ્યો। તમે ધુરંધર ફિલ્મમાં તેનો થોડો અંશ જોયો છે। એક ખોટા નિર્ણયને કારણે ભારતે પોતાના અનેક અનસંગ હિરોઝ ગુમાવી દીધા।


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *