Cli

પહેલા ઝઘડા, ધજાગરા, વિવાદો અને હવે સમાધાન! આમાં કોણ કોના શરણે?

Uncategorized

ભારતી પરિવારને ભાંગવાની કોશિશ તો ઘણાએ કરી પણ મેળ ના આવા દીધો ગિરનારી મહારાજે જય ગિરનારી મહારાજ જય ગિરનારી મહારાજ કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુ જે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરી રહ્યા હતા અને એવું કહેવાય કે

જે રીતના નિવેદન આપતા હતા એ ઇન્દ્રભારતી બાપુના કાંડની વાત કરતા હતા એપસ્ટીન ફાઈલની જગ્યાએ ગિરનાર ફાઈલ્સની વાત કરતા હતા એ કીર્તિ પટેલ હવે ઇન્દ્રભારતી બાપુના શરણે છે આ દ્રશ્ય તમે જે જોયા એ ગિરનારના છે હમણાંના જ છે અને બંને વચ્ચે હવે સમાધાન થઈ ગયું છે. એક લાંબી લડાઈ અને આક્ષેપ પ્રતિ આક્ષેપ સોશિયલ મીડિયા પર એકબીજાને નીચું દેખાડવા પછી હવે બંનેએ એકબીજા સાથે સમાધાન કરી દીધું છે. કીર્તિ પટેલે બાપુના પગે પડી અને માફી માંગી લીધી છે અને બાપુ એમને આશીર્વાદ આપી દીધા છે.

ઇન્દ્રભારતી બાપુ સિવાય બીજા બાપુઓ પણ એમની સાથે હતા એટલે ભારતી પરિવારના એ જગતગુરુ હોય કે બીજા બધા જ લોકો ત્યાં હતા અને ત્યાં કીર્તિ પટેલે બધાને સાલ ઉઢાડી અને સન્માનિત કર્યા અને પછી કીર્તિ પટેલે એવું કહ્યું કે ભારતી પરિવારમાં જેટલા પણ લોકોએ ફૂટ નાખવાનો પ્રયાસ કર્યો કે પછી એને તોડવાનો પ્રયાસ કર્યો એ અમે થવા નથી દેવાના

તમે જુઓ છો કે થોડા દિવસ પહેલા જ કીર્તિ પટેલ એક લાઈવ કરવાની વાત કરતા હતા કીર્તિ પટેલ જ્યારે મૃગીકુંડનું આખું ઘટના બની આખી ઘટના પછી એવું કહી રહ્યા હતા કે ઇન્દ્રભારતી બાપુના બધા જ કાંડ હું ખોલી દઈશ. ઇન્દ્રભારતી બાપુના પરિવારથી લઈને ગિરનાર ફાઇલ્સથી લઈને મને ન્યાય મળવો જોઈએ બધી જ વાત સોશિયલ મીડિયા પર કરતા કીર્તિ પટેલે તરત જ સમાધાન કરી લીધું છે. સમાધાન કરે એમના વ્યક્તિગત વિષયો છે પણ તમે આની પાછળ જાશો તો તમને ખબર પડશે કે કીર્તિ પટેલ માટે અને ઇન્દ્રભારતી બાપુ માટે લડતા સોશિયલ મીડિયા પર એમની તરફદારી કરતા

લોકો એ અત્યારે જોતા રહી ગયા છે કારણ કે એક વિડીયો તમને યાદ હોય કે એક વ્યક્તિ ઇન્દ્રભારતી બાપુનો હું દીકરો છું એમ કરી અને અફઝલ એક વિડીયો બનાવે છે અફઝલે વિડીયો બનાવ્યા પછી એવું કહે છે કે મને કીર્તિ પટેલ હેરાન કરી રહી છે ખંડણી માંગી રહી છે હું ઇન્દ્રભારતી બાપુ માટે બોલી રહ્યો હતો અને એનાથી કીર્તિ પટેલને ને ખરાબ લાગ્યું છે. એના પછી એ જીવ ટૂંકાવાનો પ્રયાસ પણ કરે છે હવે એ અફઝલથી લઈને દિવ્યાથી લઈને એ બધા અત્યારે જોતા રહી ગયા છે કે બધી જ લડાઈ બાજુ પર મુકાઈ અને આ બંને તો સમાધાન કરી દીધું છે. એટલે મોટાભાગે એવું જ થતું હોય છે જ્યારે બે મોટા વ્યક્તિઓ લડતા હોય કે પછી પહેલાથી કોઈની દુશ્મનાવટ હોય એટલે કીર્તિ પટેલ એ પહેલાથી ઇન્દ્રભારતી બાપુ સાથે જ હતી જેતે સમયે ઇન્દ્રબાપુના શરણે જ હતી પણ અત્યારે અચાનકથી કીર્તિ પટેલ અને એમના વચ્ચે થયેલા વિવાદ અને

આ હમણાંના થયેલા વિવાદ નથી આની પહેલાથી બહુ જ પહેલાથી આ વિવાદો ચાલતા હતા મૃગીકુંડમાં સ્નાન કરવાના વિવાદ પછી એ વિવાદ વધારે વકર્યો હતો અને પછી ઇન્દ્રભારતી બાપુના કહ્યા પર કીર્તિ પટેલ પર ફરિયાદ થઈ આ બધા જ વિષયો સામે આવ્યા કીર્તિ પટેલે અનેક આક્ષેપો ઇન્દ્રભારતી બાપુ પર પણ કર્યા અને આજે ઇન્દ્રભારતી બાપુના શરણે છે કીર્તિ પટેલ તો ગઈ કાલે ગિરનારમાં જ્યારે સમાધાન કરવા માટે ગયા ત્યારે શું થયું ત્યાંથી આવેલા દ્રશ્ય પર નજર કરીએ બોલો ગિરનારી મહારાજ કી જય બોલો મેલડી કી જય મહાકાલેશ્વર ભગવાન રામાશંકર હ રામભાઈ હાલો ચેલી વાળી બનાવજો હો રામભાઈ કેસે બતાવી મહારાજ કી જય આશીર્વાદ ભારતી પરિવારને ભાંગવાની કોશિશ તો ઘણાએ કરી પણ મેળ ના આવવા દીધો ગિરનારી મહારાજે જય ગિરનારી મહારાજ જય ગિરનારી મહારાજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *