દુનિયામાં અત્યારે ચારે બાજુ અશાંતિનો માહોલ છે એક તરફ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ઓપન વોર જેવી સ્થિતિ બીજી બાજુ દુનિયાની નજર જે ઈરાન પર હતી ત્યાં ઇઝરાયેલ દ્વારા હવે હુમલો કરી દેવામાં આવ્યો છે. ઈરાનના અનેક સ્થળો પર અત્યારે વિસ્ફોટકો અને ધડાકા સંભળાઈ રહ્યા છે.
નમસ્કાર આપની સાથે હું છું પાયલ ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના તણાવ અચાનક ચરમ પર પહોંચ્યો ઇઝરાયેલે ઈરાન પર મોટો હુમલો કર્યો છે. તહેરાન સહિત ઈરાનના ઘણા શહેરોમાં વિસ્ફોટ કરવામાં આવ્યા છે. ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયેલ ક્વેડઝે દેશમાં તાત્કાલિક રીતના કટોગટી જાહેર કરી દીધી છે. પ્રારંભિક માહિતી અનુસાર ઇઝરાયેલી વાયુસેનાએ ઈરાનમાં અનેક લક્ષ્યને નિશાના બનાવ્યા છે. આંતરરાષ્ટ્રીય મીડિયાના રિપોર્ટ અનુસાર ઈરાનની રાજધાની તહેરાનમાં અનેક વિસ્ફોટના અવાજ આવ્યા છે. જેની પુષ્ટિ ઈરાની ટીવી ચેનલો સાથે સંકળાયેલા સૂત્રોએ કરી છે.
આ રિપોર્ટસમાં જણાવવામાં આવ્યું છે કે ઇઝરાયલે ડઝન બંધ સૈન્ય ઠેકાણાઓ પર સંવેદનશીલ જગ્યાઓ પર નિશાના બનાવી અને હુમલા કર્યા છે. અત્યારે ઇઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલાને ધ્યાનમાં રાખી અમેરિકા પણ અત્યારે એલર્ટમાં આવી ગયું છે
સંભવિત ઈરાનના હુમલાથી બચવા માટે અમેરિકાએ કતારમાં અને એમના જે બીજા એરબેસ છે એમાં એલર્ટ આપી દીધા છે. ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કન્ઝેએ પત્રકાર પરિષદ યોજી અને આ બધી જ માહિતી આપી છે. ઇઝરાયેલ પર રહેલા જોખમને દૂર કરવા માટે સેના ઈરાન વિરુદ્ધ પૂર્વનિયોજિત કાર્યવાહી કરી હોય એ વાત કરવામાં આવી છે. આ જાહેરાતની વાત કરી છે અને પછી એવું કહ્યું છે
કે આ કરવું જરૂરી હતું કારણ કે અમને ખબર હતી કે ઈરાન અમારા પર હુમલો કરે એની પહેલા અમે તૈયાર હતા અને સાથે જ એમણે અત્યારે સ્ટેટ ઓફ ઇમર્જન્સી કટોકટીની સ્થિતિ જે છે એ પણ જાહેર કરી દીધી છે એટલે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેનું યુદ્ધ હવે ચરમ પર પહોંચવાનું છે અત્યારે તો વિસ્ફોટની શરૂઆત થઈ ગઈ છે બંને તરફથી સૈન્ય તૈયાર થઈ ગયા છે અમેરિકા પણ એલર્ટમાં છે
એટલે એક બાજુ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન યુદ્ધ હોય કે પછી ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના તણાવની વચ્ચે આ ખૂબ મોટા સમાચાર છે. કઈ દિશા તરફ આ યુદ્ધ જાય છે ટ્રમ્પ આમાં શું કરે છે જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કોમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ