આ તસ્વીરે રાજનીતિમાં ખૂબ બધી ચર્ચાઓ અને સોશિયલ મીડિયા ઉપર લોકોને ચર્ચા કરવા માટેનો મોકો આપ્યો છે. એક સમયના એકદમ પાક્કા મિત્ર એટલે એ હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી આમ તો એકબીજા ઉપર ખૂબ પ્રહાર કરતા હોય વિધાનસભાથી લઈને અલગ અલગ મુદ્દા ઉપર એકબીજા પર પ્રહાર કરતા નેતા એકબીજાના ખભે હાથ મૂકી અને હસી રહ્યા છે. આમ તો બાજુમાં કોંગ્રેસના બીજા ધારાસભ્યો પણ છે એટલે પહેલા તો વાત કરીએ કે કાર્યક્રમ શું હતો તો હાર્દિક પટેલના ત્યાં દીકરાનો જન્મ થાય છે અને એટલે જ ગાંધીનગરમાં એક જમણવારનું આયોજન કરવામાં આવે છે
જેમાં વિધાનસભાના તમામ સભ્યોને એટલે ધારાસભ્યોને સાથે જ મંત્રીઓને અને ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના નેતાઓને ત્યાં બોલાવવામાં આવે છે. જ્યારે વિધાનસભાના બધા જ ધારાસભ્યોને બોલાવવાની વાત હોય એટલે કોંગ્રેસના ધારાસભ્યો પણ આવ્યા એમના જુના સાથી જ છે બધા પણ જે રીતના એમણે કોંગ્રેસ છોડ્યું અને એના પછી કોંગ્રેસ પર જેટલા આક્ષેપો કરવામાં આવ્યા હતા એના પછી નીચે એમના સમર્થકો ખૂબ લડ્યા એટલે જીગ્નેશ મેવાણી પર જ્યારે હાર્દિક પટેલ આક્ષેપ કરે કે પછી હાર્દિક પટેલ પર જીગ્નેશ મેવાણી આક્ષેપ કરે એ સમર્થકો નીચે ખૂબ લડતા હોય છે પણ એ બંને નેતા જે પહેલા ખૂબ સારા મિત્ર ગણાતા હતા એ ફરી એકવાર એકસાથે જોવા મળ્યા છે.
રાજનીતિ માટે જે આપણે હંમેશા કહીએ છીએ કે લાંબા સમય સુધી કોઈ જ વધારે દોસ્ત કે પછી દુશ્મન નથી રહી શકતા એવી જ આ સ્થિતિ જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ માટે છે. જે તે સમયે હાર્દિક પટેલે કોંગ્રેસથી છેડો ફાડ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે કોંગ્રેસ પર અતિશય પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે ત્રણ ચાર લોકો જ કોંગ્રેસ ચલાવી રહ્યા છે સાથે જ ચિકન સેન્ડવીચ પર ખૂબ બધી ચર્ચાઓ થઈ. સાથે જ અહીંયાના જે સંગઠનની વાત હતી જેમાં અમિત ચાવડાથી લઈને બીજા બધા જ નેતા આવે છે બધા જ નેતાઓ ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા પણ આ રાજનીતિ છે અને બધા જ નિવેદનો નેતા ખૂબ જલ્દી ભૂલી જતા હોય છે. લોકો નથી ભૂલતા એ નિવેદન લોકો યાદ રાખે છે બધું અને લોકો જ્યારે જીગ્નેશ મેવાણીએ હાર્દિક પટેલ પર પ્રહાર કર્યા હતા કે વિચારધારાના વસ્ત્ર તમે બદલી ન શકો અને સાથે જ હાર્દિક પટેલે જે રીતના પક્ષ છોડ્યું હતું ત્યારે જીગ્નેશ મેવાણીએ જે પ્રહાર કર્યા હતા એ બધાને યાદ છે એટલે બંને નેતાઓની જે મિત્રતા પહેલા ખૂબ ચર્ચામાં રહેતી હતી ફરી એકવાર એ ચર્ચાનું કેન્દ્ર બની છે
પણ આ માત્ર હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી માટે જ નથી. આપણે આની પહેલા પણ અનેક વાર એવું જોયું છે કે જ્યારે એક સાથે એક પક્ષમાં હોય એટલે કોંગ્રેસમાં જ્યાં સુધી આ બંને નેતા હતા ત્યાં સુધી ખૂબ સરસ ચાલ્યું પણ જેમ જ એક નેતાએ કોંગ્રેસ છોડ્યું એના પછી એકબીજાના કપડા ઉતારવા પર કે એવા નિવેદન આપવા પર આવી જતા હોય છે નેતાઓ અને આવું મોટા ભાગે થતું હોય છે એકદમ રસન્ટ ઉદાહરણ છે એ રાજુ કરપાડા અને પ્રવીણ રામ રાજુ કરપાડા અને પ્રવીણ રામ જે એક સાથે જેલમાં પણ ગયા એકસાથે બધું જ કરતા હતા એટલે બધા આંદોલનો કરતા હતા એ નેતા હવે એકબીજા પર અતિશય પ્રહારો કરી રહ્યા છે એમના સમર્થકો કો નીચે નીચે ઝગડી રહ્યા છે સોશિયલ મીડિયા પર રાજુ કરપડાના સમર્થક આવે પ્રવીણ રામને બોલે પ્રવીણ રામના સમર્થક આવે અને એ રાજુ કર ગરપડાને બોલે પણ પછી જ્યારે એ નેતાઓ ભેગા થશે
આજ નહી તો કાલ ત્યારે એ સમર્થકોને જ ખબર પડશે કે કેવી રીતના નેતાઓ લાંબા સમય સુધી આ બધું યાદ નથી રાખતા થોડા સમય પહેલા ગાંધીનગરથી એક તસ્વીર સામે આવી હતી જેમાં ગોપાલ ઈટાલિયા એ જીતુ વાઘાણીને ગળે મળાવી રહ્યા છે ઈશુદાન ગઢવી જીતુ વાઘાણીને ગળે મળાવી રહ્યા છે એ બધા જ નેતાઓ ગયા હતા જીતુ વાઘાણીને કમ્પ્લેન કરવા ખેડૂતોના મુદ્દે વાત કરવા માટે ગયા હતા પણ જેમ જ મળ્યા એકબીજાને ગળે લગાવ્યા અને પછી લોકોએ પૂછ્યો સવાલ કે તમે એકબીજા પર આમ તો ખૂબ પ્રહાર કરો છો અત્યારે વિધાનસભાનું સત્ર ચાલે છે ત્યારે પણ નેતા એકબીજા પર અતિશય પ્રહાર કરતા હોય છે પણ પછી તસ્વીર કંઈક અલગ હોય છે એટલે જ્યારે મુદ્દાની વાત લડવાનું હોય ત્યારે નેતાઓ લડતા હોય છે પણ નીચેના સમર્થકો એમના જે હોય છે એને ખૂબ ઉગ્રતાથી લઈ લે છે એટલે જ્યારે એકબીજા પર પ્રહાર અતિશય થઈ જાય ત્યારે નીચેના સમર્થકો એકબીજા જોડે ઝગડવા લાગે છે પણ ઉપર એ જોતા નથી કે એમના નેતા તો લાંબા સમય સુધી આ બધું યાદ નથી
રાખતા એ જ સ્થિતિ જીગ્નેશ મેવાણી અને જે હાર્દિક પટેલ છે બંનેની મિત્રતાની જે વાત હતી એ ફરી એકવાર એ મિત્રતા છલકાઈ છે દેખાઈ છે કારણ કે હાર્દિક પટેલે જ્યારે પક્ષ છોડ્યું ત્યારે પહેલા જ એમણે એવું કહ્યું કે હું તો એવી આશા રાખું છું કે મારા મિત્ર જીગ્નેશ મેવાણી સાથે એવું ન થાય જેવું મારી સાથે થયું છે એના પછી તસ્વીરો ખૂબ બધી બદલાઈ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પછી હાર્દિક પટેલના નિવેદનો પણ ખૂબ બદલાયા સાથે જીગ્નેશ મેવાણી જે રીતના હાર્દિક પટેલ માટે તરટે બોલતા હતા એ પણ ખૂબ ખૂબ બદલાયું પણ સંઘર્ષના એક સમયના સાથી હતા એટલે એ તો ભૂલવાના જ નથી અને આ જ્યારે પ્રસંગ સારો હતો હાર્દિક પટેલના ઘરે ત્યારે એ બધા જ નેતા એમને વધાવવા માટે ગયા હતા અમિત ચાવડા પણ દેખાયા અમૃતજી પણ દેખાયા બીજા કોંગ્રેસના અનેક નેતાઓ પણ હતા ભારતીય જનતા પાર્ટીના નેતા પણ ત્યાં હતા પણ આ તસ્વીર અને તસ્વીર પર ચર્ચા કરવી એટલે પણ જરૂરી હતી કારણ કે જ્યારે પણ આપણે રાજનીતિની વાત કરીએ ત્યારે રાજનીતિમાં નેતાઓ જે બોલતા હોય છે એ ખૂબ યાદ રહેતું હોય છે
એટલે એ ડિજીટલ ફૂટપ્રિન્ટ જેવું છે કે તમે એકવાર બોલ્યા છો એટલે એવું નથી કે સામાન્ય લોકો એ ભૂલી જશે એટલે અત્યારે પણ હાર્દિક પટેલના સમર્થકો તો એકવાર આંખ ખોલીને એવું જોતા હશે કે આ ડીપ ફેક તો નથી આ ફોટો એડિટ કરીને તો એઆઈથી નથી બનાવવામાં આવ્યો ને સાથે જ જીગ્નેશ મેવાણીના સમર્થકોને પણ એવું જ થતું હશે પણ મોટાભાગે રાજનીતિની વાત છે એટલે એ સંભાવનાઓનો ખેલ હોય છે ક્યારે નેતા ક્યારે મંડી ઠેકી અને બીજા પક્ષમાં જતા રહે કે બોલેલી વાત ભૂલી જાય નેતાઓ એમ પણ ભૂલવાની આદત એમની ખૂબ હોય એટલે એ બોલેલી વસ્તુઓ જલ્દી ભૂલી જતા હોય છે વધારે યાદ નથી રાખ તા જે એમના માટે લડતા હોય છે એ આ બધું જ યાદ રાખતા હોય છે અને એમના માટેની આ તસ્વીર હતી તમારું આ તસ્વીર પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો Facebook પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વીડિયોને લાઈક અને શેર કરજો