Cli

વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ અને AAPની નજર આ વોટબેંક પર, કોળી અને ઠાકોર કોની તરફ?

Uncategorized

2027 ની ચૂંટણી હવે બહુ દૂર નથી પહેલા એની પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવવાની છે ત્યારે તમામ પક્ષો કમર કસી અને મહેનત કરી રહ્યા છે પણ આ વખતે ચૂંટણીમાં બે જ્ઞાતિ પર સૌથી વધારે ફોકસ અને તમામ પક્ષની નજર રહેવાની છે એમને રીજવવા માટે એ વોટ બેંક પોતાની કરવા માટે કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી તમામ પ્રયાસો કરી રહ્યા છે અને એ બે જ્ઞાતિ કઈ છે તો એ છે કોડી અને ઠાકોર ગઈકાલે ધોળકામાં 500 ભાજપના ઠાકોર સમાજના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા કાલે અરવિંદ કેજરીવાલ એ કોડી સમાજના સમૂહ લગ્નમાં પણ ગયા

આ બધું જ જોતા 2027 ની ચૂંટણીના મુદ્દા અને પક્ષો શેના ઉપર ફોકસ કરવા માંગે છે એકદમ ક્લિયર થઈ જાય છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ ધોળકાના રામપુરામાં રાજકીય આગેવાનો મળી અને એક પક્ષીય કામગીરી કરી મંદિરની દિવાલ તોડી પાડી હોવાના ના આક્ષેપો ગ્રામજનોએ કર્યા. આ આક્ષેપો થયા એના પછી ગ્રામજનોએ એક જન આક્રોશ સભા આયોજિત કરી અને ગ્રામજનોમાં મોટા ભાગના ઠાકોર સમાજના લોકો હતા. એ જનસભા જે આયોજિત કરવામાં આવી એમાં ગેનીબેન ઠાકોરથી લઈને અમિત ચાવડા અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ત્યાં હાજર હતા. એમની ઉપસ્થિતિમાં એ 500 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા. બાદમાં ગેનીબેનને ભાષણ પણ આપ્યું અને જે વિરોધીઓ હતા એમને ચેતવણી પણ આપી. આ બધું જોઈ અને પછી ખબર પડી કે લોકસભાની ચૂંટણીમાં જે રીતના ગેનીબેનની જીત થઈ એના પછી કોંગ્રેસ એકદમ સમજી ગયું છે

કે સમાજની તાકત શું હોય અને સમાજનો એક ચહેરો કેટલો મહત્વનો હોય છે. કોંગ્રેસ અત્યારે ગેનીબેનને ચહેરા તરીકે એસ્ટાબ્લિશ કરવા માંગે છે કે ગેનીબેન એ ઠાકોર સમાજના મત અને વોટ બેંક એમની તરફ લાવી શકે છે અને કોંગ્રેસ એના માટે પૂરો દમ પણ લગાવી રહી છે. ગઈ કાલે ભાવનગરમાં કોડી સમાજના સમૂહ લગ્ન હતા ત્યાં પણ એવું જ કંઈક દેખાયું કે આપણે જોઈએ આમ તો કે આ સામાજિક કાર્યક્રમ છે પણ એમાં અરવિંદ કેજરીવાલ હતા ભગવતમાન હતા

અને ગુજરાતના મોટા ભાગના આમ આદમી પાર્ટીના નેતાઓ હતા. નવનીત બાલધ્યાના કેસમાં પણ સતત રાજુ સોલંકી અને બ્રિજરાજ સોલંકીને આપણે એક્ટિવ જોયા છે એટલે કોડી સમાજની વોટ બેંક પર આમ આદમી પાર્ટીની નજર હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે. સૌરાષ્ટ્રના કોળી સમાજના દરેક કાર્યક્રમમાં બ્રિજરાજ સોલંકી હાજર હોય છે કોળી સમાજના એક નવા ચહેરા તરીકે આમ આદમી પાર્ટીના ચહેરા તરીકે અને વોટ બેંક પોતાની તરફ લેવા માટે દરેક કાર્યક્રમમાં બ્રિજરાજ સોલંકી એક્ટિવ હોય અને એ એવું દેખાડે છે કે આમ આદમી પાર્ટી કયા દિશા તરફ અને કઈ વોટ બેંક પર નજર રાખી રહી છે. 2027 ની ચૂંટણીનું પરિણામ અને ચૂંટણી મોટાભાગે જ્ઞાતિ આધારિત સમીકરણોના ઈર્દગિર્દ રહેશે એ અત્યારથી દેખાઈ રહ્યું છે. કોડી ઠાકોર અને પાટીદારની વસ્તી ગુજરાતમાં સૌથી વધારે છે.

આ ત્રણેયને મેનેજ કરવા માટે તમામ પક્ષો છેલ્લા દિવસ સુધી તૈયારીઓ કરતા હોય છે. પાટીદાર સમાજ એ ભાજપની વોટ બેંક છે અને હવે વિપક્ષ એ વોટ બેંક પર નજર રાખે છે કે કેમ એના માટે શું કરે છે એ પણ જોવાનું ખૂબ રસપ્રદ રહેવાનું છે. કારણ કે છેલ્લા કેટલાય સમયથી લગ્ન નોંધણીના કાયદાથી લઈને નવ અલગ અલગ એવા મુદ્દાઓ છે જેના કારણે પટીદાર સમાજધારા જ છે. સતત એ સીએમ ડેપ્યુટી સીએમને બધાને મળતા આવ્યા છે અને સતત એવું કહે છે

કે રાજકીય રીતના અમને ઓછો વર્ગ મળ્યો છે અને અમને ઓછી સીટને બધું મળ્યું છે એમાં અમને અનામત જોઈએ છે એટલે પાટીદાર સમાજના અમુક મુદ્દાઓ છે વિપક્ષ એના ઉપર ફોકસ કરી અને એ વોર્ડ બેંકને પણ પોતાની તરફ કેવી રીતના કરે છે એ જોવાનું રહ્યું પણ અંતે તો રાજનીતિ એ સંભાવનાઓનું વિશ્વ છે એટલે ત્યારે કંઈ પણ થઈ શકે છે રાજનીતિમાં ચૂંટણી આવતાના આગલા દિવસે એટલે જે દિવસે ઇલેક્શન હોય એના આગલા દિવસ સુધી બધા જ સમીકરણો બદલાઈ જતા હોય છે પણ અત્યારે 2027 ની ચૂંટણીનું ભવિષ્ય ભાંખીએ તો એ જ્ઞાતિની ઈર્દગિર્દ દેખાઈ રહ્યું છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વીડિયોને લાઈક અને શેર કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *