Cli

પાકિસ્તાની ક્રિકેટમાં ડ્રામા: ઈમાદ વસીમની નવી શરૂઆત કે સાનિયા અશફાકની બરબાદ જિંદગી?

Uncategorized

:તૌબા તૌબા, આવા કહેવાતા ક્રિકેટરો હોય ત્યારે જ તો આપણી ક્રિકેટ ટીમ ખાડામાં ગઈ છે. પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર ઈમાદ વસીમ એકવાર ફરી પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવ્યા છે. ડિસેમ્બર 2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા ઈમાદે પોતાની પહેલી પત્ની સાનિયા અશફાકથી છૂટાછેડા લીધાના ગણતરીના મહિનાઓમાં જ નાયલા નામની મહિલા સાથે બીજા લગ્ન કરી લીધા છે. ઈમાદે સોશિયલ મીડિયા પર આ નવી શરૂઆતની જાહેરાત કરતા તેને શાંતિ, સ્થિરતા અને પરસ્પર સન્માન તરફ વધારવામાં આવેલું પોતાનું ડગલું ગણાવ્યું.

જોકે, આ જાહેરાતની તરત જ બાદ તેમની એક્સ વાઈફ સાનિયાએ તેમના પર અત્યંત ચોંકાવનારા અને ગંભીર આરોપો લગાવીને સનસની મચાવી દીધી છે. સાનિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઈમાદ સાથે થયેલી વાતચીતના સ્ક્રીનશોટ્સ શેર કર્યા છે. આ સ્ક્રીનશોટ્સમાં લખ્યું છે કે, “આ વીકેન્ડની શરૂઆતમાં જ હોસ્પિટલ મને દાખલ કરી રહી છે કારણ કે સ્ટ્રેસની અસર બાળક પર પડી રહી છે.

મહેરબાની કરીને બધું બાજુ પર મૂકી દો અને આ યુદ્ધનો અંત લાવો, જરા ભવિષ્યનો વિચારો. ચાર જિંદગીઓ બરબાદ થવાના આરે છે. ચાલો આને અટકાવીએ, મારા માટે નહીં પણ બાળકો માટે.”આના જવાબમાં ઈમાદે લખ્યું, “ડિયર સાનિયા, મહેરબાની કરીને ધ્યાન આપજો કે તમે, તમારા પરિવારના સભ્યો, મિત્રો અથવા કોઈ પણ સહયોગીએ ફોન, મેસેજ કે સોશિયલ મીડિયા દ્વારા મારો સંપર્ક કરવો નહીં. તમે મને રૂબરૂ મળવાનો પ્રયાસ પણ ન કરતા. મારો સંપર્ક કરવાનો કોઈ પણ પ્રયાસ પોલીસને હેરાનગતિ તરીકે રિપોર્ટ કરવામાં આવશે.

મારા વકીલ યોગ્ય સમયે તમારો સંપર્ક કરશે.”સાનિયાને ત્રણ બાળકો છે અને એક બાળક ગર્ભમાં છે. સાનિયાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે ઈમાદે તેમનો એક ગર્ભપાત પણ કરાવી દીધો હતો. આ મામલે ઇન્ફ્લુએન્સર અને એક્ટર મશી ખાનની પ્રતિક્રિયા વાયરલ થઈ છે. તેણે કહ્યું, “તૌબા તૌબા, આવા ક્રિકેટરોને લીધે જ ટીમ ડૂબી રહી છે. ઈમાદ વસીમ જેવા લોકો પોતાની પત્નીને છેતરે છે અને ત્રણ બાળકો હોવા છતાં ચોથું બાળક એબોર્ટ કરાવી દે છે.

અને પછી એવી રીતે તૈયાર થઈને લગ્ન કરે છે જાણે કોઈ મોટું કામ કર્યું હોય! આ લોકો સમાજમાં ખોટો દાખલો બેસાડી રહ્યા છે.”મશી ખાને વધુમાં કહ્યું કે, “ભોગ બનનાર કહે છે કે મારો તો ફેન મોમેન્ટ હતો, પણ આ લોકો પોતાની સ્ટોરીઝ પર ખોટી સ્પષ્ટતાઓ આપે છે. બેશરમીની પણ સીમા હોય છે. થોડી ક્રિકેટ પણ રમી લો ભાઈ, આ ધતિંગ કરવાને બદલે રમત પર ધ્યાન આપો. એટલે જ આપણી ટીમની આવી હાલત છે.” આ વિવાદ પર લોકો પણ સોશિયલ મીડિયા પર ગુસ્સો ઠાલવી રહ્યા છે અને હવે જોવાનું એ રહે છે કે આ ઝઘડો આગળ શું વળાંક લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *