Cli

ચીનના રોબોટને પોતાનો ગણાવતા પ્રોફેસર નેહા સિંહ વિવાદના કેન્દ્રમાં!

Uncategorized

દિલ્હીના ભારત મંડપમમાં ચાલી રહેલા AI સમિટમાં ટેક્નોલોજી કરતા પણ વધુ ચર્ચા ગલગોટિયા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય સ્તરની બદનામીની થઈ રહી છે. આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં પ્રોફેસર નેહા સિંહ છે, જેઓ બે દિવસ પહેલા ટીવી ચેનલો પર હસી-હસીને યુનિવર્સિટીના વખાણ કરી રહ્યા હતા અને એવો ખોટો દાવો કરી રહ્યા હતા કે જેનાથી સત્ય પર શંકા થવા લાગે. ચીનના રોબોટને પોતાનો ગણાવવા બદલ ખુદ ચીને સ્પષ્ટતા કરવી પડી કે આ રોબોટ તેમનો છે. આ મુદ્દે દેશ-દુનિયામાં ચર્ચા શરૂ થઈ છે અને વિપક્ષ પણ સરકારને ઘેરી રહ્યો છે.

ગલગોટિયા યુનિવર્સિટી તરફથી પ્રોફેસર નેહા સિંહ પ્રતિનિધિ તરીકે હાજર હતા. તેમણે ડીડી ન્યૂઝ સાથેની વાતચીતમાં ચીનના રોબોટને ગલગોટિયા યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, યુનિવર્સિટીએ પાછળથી નિવેદન બહાર પાડ્યું હતું કે તેમણે આવો કોઈ દાવો કર્યો નથી,

પરંતુ બોલાયેલા શબ્દો પાછા ખેંચી શકાય તેમ નહોતા. નેહા સિંહે પોતાની વાત સાચી સાબિત કરવાના ખૂબ પ્રયત્નો કર્યા અને કહ્યું કે ગલગોટિયા યુનિવર્સિટી એક જવાબદાર શૈક્ષણિક સંસ્થા છે અને તેની છબી ખરાબ ન કરવી જોઈએ. તેમણે દલીલ કરી હતી કે રોબોટ બાળકોના સંશોધન અને વિકાસ માટે લાવવામાં આવ્યો હતો અને બે દિવસના પ્રોજેક્શન માટે ત્યાં રાખવામાં આવ્યો હતો.નેહા સિંહની લિંક્ડઈન પ્રોફાઇલ મુજબ, તેઓ નવેમ્બર ૨૦૨૩ થી ગલગોટિયા યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે.

અગાઉ તેઓ શારદા યુનિવર્સિટી અને ગીતમ ડીમ્ડ યુનિવર્સિટીમાં પણ આસિસ્ટન્ટ પ્રોફેસર રહી ચૂક્યા છે. તેમણે દેવી અહિલ્યા વિશ્વવિદ્યાલયમાંથી MBA અને અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી B.Com પ્રથમ શ્રેણીમાં પાસ કર્યું છે.જ્યારે આ વિવાદ વકર્યો ત્યારે પ્રોફેસર નેહા સિંહે તેની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી

અને કહ્યું કે તેઓ પોતાની વાત લોકો સુધી યોગ્ય રીતે પહોંચાડી શક્યા નથી. બીજી તરફ, યુનિવર્સિટીએ માફી માંગીને આ સમગ્ર મામલાનો દોષ નેહા સિંહ પર ઢોળી દીધો છે. ગલગોટિયા યુનિવર્સિટીને ભારત મંડપમમાં લગાવેલો તેમનો સ્ટોલ ખાલી કરવા માટે કહી દેવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને અનેક મીમ્સ વાયરલ થઈ રહ્યા છે અને યુનિવર્સિટીની આ હરકત ખૂબ જ શરમજનક માનવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *