Cli

“અંગદાનથી અમર બન્યા તુષારભાઈ ઘેલાણી: વિદાયમાં પણ જીવંત રહી માનવતા”

Uncategorized

સુરતના પ્રતિષ્ઠિત બિલ્ડર તુષારભાઈ ઘેલાણી આજે ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની વિદાય એક એવી આશા છોડી ગઈ છે, જે અનેક જીવનમાં પ્રકાશ ફેલાવશે. દુઃખ અને શોકના માહોલ વચ્ચે પણ માનવતાનો એક અદભુત દાખલો તેમની યાદ સાથે જોડાઈ ગયો.

જ્યારે ડોક્ટરો દ્વારા તુષારભાઈને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા, ત્યારે પરિવાર માટે આ ક્ષણ અત્યંત પીડાદાયક હતી. પરંતુ એ જ સમયે, ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલા તથા તુષારભાઈના નજીકના મિત્રો મુકેશભાઈ પટેલ, મહેશભાઈ સવાણી, જયેશભાઈ દેસાઈ અને ડો. દીપ્તિબેન પટેલે પરિવારમાં અંગદાન અંગે સંવેદનશીલ રીતે સમજાવ્યું. આ ગમગીન પળોમાં પણ ઘેલાણી પરિવારે એક વિશાળ હૃદય બતાવ્યું.

તુષારભાઈના પત્ની પલ્લવીબેન, પિતા ડો. હરજીભાઈ, પુત્રી તન્વી અને સમગ્ર પરિવારે એવો નિર્ણય લીધો કે તુષારભાઈનું જીવન ભલે અહીં પૂર્ણ થયું હોય, પરંતુ તેમના અંગો દ્વારા અન્ય કોઈના જીવનમાં નવી શરૂઆત થવી જોઈએ.પરિવારની સંમતિ મળતા જ ડોનેટ લાઈફ દ્વારા SOTTO (સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન)ને જાણ કરવામાં આવી. હાથ, લીવર અને આંખોનું દાન કરવાની તૈયારી દર્શાવવામાં આવી.

સમગ્ર દેશમાં હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ માટે એલર્ટ કરવામાં આવ્યું, પરંતુ દુર્ભાગ્યવશ કોઈ યોગ્ય દર્દી ન મળતા હાથનું દાન શક્ય બન્યું નહીં. ત્યારબાદ SOTTO દ્વારા લીવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને એલોટ કરવામાં આવ્યું.ઝાયડસ હોસ્પિટલના ડોકટરોની ટીમ વહેલી સવારે સુરતની મહાવીર હોસ્પિટલ પહોંચવા માટે રવાના થઈ હતી. સવારે લગભગ ૧૦ વાગ્યે ટીમ હોસ્પિટલ પહોંચી જ હતી, ત્યાં કુદરતે ફરી એક કઠિન પરીક્ષા લીધી. તુષારભાઈને અચાનક મેસિવ હાર્ટ એટેક આવ્યો અને હૃદયના ધબકારા બંધ થઈ ગયા. ડોક્ટરો દ્વારા સતત ૧૫ મિનિટ સુધી CPR આપી હૃદયને ફરી ધબકતું કરવાનો પુરજોશ પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ સવારે ૧૦:૨૦ વાગ્યે તુષારભાઈએ અંતિમ શ્વાસ લીધા.હૃદય બંધ થઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *